Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / December 1.
Homeન્યૂઝરાજ્ય પર ફરી આફત! આગામી દિવસોમાં માવઠાંની આગાહી

રાજ્ય પર ફરી આફત! આગામી દિવસોમાં માવઠાંની આગાહી

Rain Forecast
Share Now

રાજ્ય માટે માઠી અસર ખતમ થવાનું નામ નથી લઇ રહી તેમ ફરી એક વખત આફત આવી છે. આ વર્ષે વધુ એક વખત અરબી સમુદ્રમાં લો પ્રેશરના પગલે ગઈકાલ મંગળવારથી જ દરિયાકિનારા તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આ ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા ઝાપટાં પડ્યાં હતાં. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહી (Rain Forecast)મુજબ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં સતત પલટો આવી શકે છે. તદ્દ ઉપરાંત વરસાદી ઝાપટાં પણ પડી શકે છે. બીજી તરફ, આગામી ત્રણ દિવસમાં રાજયના અન્ય વિસ્તારોમાં લઘુતમ તાપમાન ગગડતાં ઠંડી પોતાનુ રૂપ બતાવશે.

Rain Forecast સાથે રાજ્યમાં બેવડી ઋતુ!

હાલ રાજયમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદ સહિત અનેક જગ્યાએ વહેલી સવારે ધૂમ્મસ છવાયેલું જોવા મળે છે, તેની સાથે ઠંડીનો પણ અહેસાસ થઈ રહ્યો છે. આ તમામ વચ્ચે હવામાન વિભાગે (Meteorological Department)જણાવ્યું છે કે, આગામી બે દિવસ બાદ પવનની દિશા બદલાશે અને ઠંડીનું જોર વધશે તેમજ દરિયામાં પવનની ગતિ તેજ રહેશે. દક્ષિણ ગુજરાત સિવાય અન્ય કોઈ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી નથી. તો આગામી 3 દિવસ અમદાવાદમાં લઘુતમ તાપમાન 16 ડીગ્રી થવાની સંભાવના છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં 4 ડીગ્રીનો ઘટાડો થતાં ઠંડીના પ્રભુત્વમાં વધારો થશે.

આ પણ વાંચો: રાજ્યના વાતાવરણમાં પલટો, અહીં પડ્યો કમોસમી વરસાદ

રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ (Rain)અને માવઠાના મારને કારણે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, 11 જિલ્લાના 48 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. 48 તાલુકા પૈકી 23 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના 11 તાલુકા, મહેસાણાના 6 તાલુકા, પાટણના 8 અને સાબરકાંઠાના 5 તાલુકાનો સમાવેશ થાય છે. તો છોટાઉદેપુરના 1, જૂનાગઢના 1, ડાંગના 2 તાલુકા,નર્મદાના 3, સુરતના 5, વલસાડના 2, કચ્છના 2 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment