Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / January 24.
Homeન્યૂઝરાજ્યમાં ભરશિયાળે વરસાદી માહોલ, અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો

રાજ્યમાં ભરશિયાળે વરસાદી માહોલ, અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો

rains
Share Now

રાજ્યમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ (rains)વરસી રહ્યો છે. ગત્ત રાત્રીના તો રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ફુંકાયો હતો. ત્યારે આ તમામ પર જવાદ વાવાઝોડાની અસર દેખાઇ રહી છે તેવુ કહી શકાય. આજે ગુરૂવારે સવારથી રાજ્યના અનેક તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો છેલ્લા 24 કલાકમાં 100 થી વધુ તાલુકામાં વરસાદ થયો છે.

અનેક તાલુકામાં rains

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 4 ડિસેમ્બર સુધી વરસાદી માહોલ છવાયેલો રહેશે. જેના પગલે રાજ્યમાં ગત્ત બે દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે સુરત, નર્મદા, ભરૂચ, ડાંગ, આણંદ સહિત અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. ગઇકાલે બુધવારે પણ રાજ્યમાં વરસાદી માહોલ છવાયો હતો. જેના પગલે રાજ્યના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તાપમાનનો પારો પણ પવન સાથેના વરસાદના પગલે નીચે જતા લઘુતમ તાપમાન 16 ડિગ્રી નોંધાયુ છે.

આ પણ વાંચો: Gir Somnath: દરિયામાં મોડી રાત્રે ભારે પવનથી 15 બોટ ડૂબી, અનેક માછીમાર લાપતા

ગુજરાતના દરિયાકાંઠાને હવે જવાદ વાવાઝોડું (cyclone)ધમરોળી રહ્યું છે તેવુ લાગી રહ્યું છે. કારણ કે ગીર સોમનાથ (Gir Somnath)ના નવા બંદર ખાતે 15 જેટલી બોટ ડૂબી છે. ભારે પવનના કારણે બોટ ડૂબી જતા 10 જેટલા માછીમારો લાપતા થવાની આશંકા છે. ગીર સોમનાથ જિલ્લામાં રાત્રે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાતા બોટ ડૂબ્યાની આશંકા છે. હાલ તો કોસ્ટગાર્ડનું એક હેલિકોપ્ટર અને નેવીના પ્લેન દ્વારા લાપતા માછીમારોની શોધખોળ કરાઇ રહી છે.

rains ના પગલે ખેડૂતોને નુકસાન

મહત્વનું છે કે, રાજ્યમાં શિયાળામાં વરસાદી માહોલ છવાતા ખેડૂતો પર ફરી આફત વરસી છે. શિયાળામાં ઉભો કરેલો પાક બરબાદ થયો છે. શાકભાજી, ઘઉં, કપાસ અને શેરડીના પાકને ભારે માત્રામાં નુકસાન પહોંચ્યુ છે. આ તમામ નુકસાનના પગલે ખેડૂતો (Farmer)પાયમાલ થાય તો તેમા શંકાને કોઇ સ્થાન નથી.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment