રાજકોટ જિલ્લામાં ૧૬ મહિલા નર્સરીમાં ૨.૨૫ લાખ રોપાઓ વેચાણાર્થે તૈયાર
કહેવાય છે કે, બાળકનો ઉછેર અને માવજત એક મા જ સારી રીતે કરી શકે. અને આજ મા પોતાના બાળકની જેમ કુમળા રોપાઓનો પણ એજ રીતે ઉછેર કરે ત્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી શકે છે. રાજકોટ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ હેઠળ ૧૬ મહિલા નર્સરી હાલ કાર્યરત છે. આ મહિલા નર્સરી દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ હેઠળ અંદાજિત ૨.૨૫ લાખ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે. મહિલા નર્સરી દ્વારા ઉછેર કરાતા રોપાઓનું તેઓ સરકારી ધોરણે વેચાણ કરે છે. તેમજ નર્સરીમાં ઉછેરાયેલા રોપા દીઠ તેમને ૧૦૨૦ ના ૨.૨૦ રૂ તેમજ ૧૫૫ ના ૭.૪૦ રૂ જેટલું મહેનતાણું પણ સરકારશ્રી દ્વારા ચૂકવવામાં આવે છે, તેમ મુંજકા નર્સરી સાથે સંકળાયેલા ભારતીબેન વાળા જણાવે છે. સામાજિક અને આર્થિક રીતે પછાત મહિલાઓ કે જે નર્સરી ચલાવવા ઇચ્છુક હોઈ તેમજ નિયમોનુસાર ઉછેર કરી શકવા માટે સક્ષમ હોઈ તેઓને નર્સરી ફાળવી રોપા ઉછેરનો લક્ષ્યાંક આપવામાં આવે છે. રોપાઓ તૈયાર થયા બાદ તેઓને ત્રણ હપ્તામાં રકમનું ચૂકવણું કરવામાં આવે છે, તેમ મુંજકા રેન્જ ફોરેસ્ટ ઓફિસર જણાવે છે.
આ પણ વાંચો : બાયપોલર ડિસઓર્ડરનો ભોગ ક્યાંક તમે તો નથી બન્યા ને ?
મુંજકા સ્થિત મહિલા નર્સરી ચલાવતા અમિતાબેન બિપીનભાઈ સોલંકી છેલ્લા ચાર વર્ષથી મહિલા નર્સરીનો લાભ લે છે. તેઓ વન વિભાગનો આભાર માનતા જણાવે છે કે, અમે આ વર્ષે ૨૫ હજાર રોપાઓનો ઉછેર કર્યો છે. જેમાં, તુલસી, પોપૈયા, કરણ, બોગન વેલ, કડવી મેંદી, કોનોકાર્પ્સ સહિતના રોપાઓ તૈયાર કર્યા છે. જે અમે બે રૂપિયાથી લઈને ૧૦ રૂપિયા સુધીની કિંમતે વેચાણ કરીએ છીએ. આ કામથી અમારા પરિવારના સભ્યોને ગમતું કામ મળી રહે છે અને અમારા પરિવારનું ગુજરાન ચલાવવામાં આ નર્સરી મદદરૂપ બને છે.
પ્રતિવર્ષ તા. પ મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે પર્યાવરણને હરિયાળું બનાવવાના પ્રતિકરૂપે અનેકવિધ કાર્યક્રમો યોજાતા હોય છે. વન વિભાગ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન ધરતી હરિયાળી બને અને આપણી આસપાસનું પર્યાવરણ શુધ્ધ બને તેની ચિંતાની સાથે સમાજ જીવનમાં વસતા અનેક જરૂરીયાતમંદ પરિવારોની પણ ચિંતા કરી નર્સરીઓના માધ્યમથી વૃક્ષ ઉછેરની પ્રવૃત્તિને વેગ આપવાનું અને વૃક્ષ સાથે વ્યક્તિઓને જોડવાનું સંનિષ્ઠ કાર્ય વર્ષોથી થઈ રહયું છે. વિશ્વ પર્યાવરણ દિને આપણે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી વન વિભાગના આ કાર્યને બિરદાવીએ.
મહિલા નર્સરીઓમાં અનેક મહિલાઓ દ્વારા કરાતો નાના બાળની માફક રોપાઓનો ઉછેર
હાલના સમયમાં રાજકોટની વાત કરવામાં આવે તો, કાલાવડ રોડ પર રાજકોટ મહાનગર પાલિકા દ્વારા બંને બાજુથી વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. હવે આવું પાલિકા દ્વારા શા માટે કરવામાં આવ્યું તે જોવાનું રહ્યું. આ કાર્યક્રમ થકી પર્યાવરણ પ્રેમીઓમાં ખુબ રોષ ફેલાયો હતો. કારણકે રાજકોટમાં ખુબ વર્ષોથી આ વૃક્ષો હતા. અને એ પણ રાજકોટના રાજ માર્ગ સમાન કાલાવડ રોડ પર, જે રોડ દિવસ અને રાત ધમધમી રહ્યો છે. કોઈ મોટા રાજનેતા કે કોઈ મોટા કલાકાર નીકળે ત્યારે આ રોડ પર અવશ્ય મુલાકાત અર્થે આવતા હોય છે. ત્યારે રસ્તા મોટા કરવા અથવા બીજી કોઈ વ્યવસ્થા માટે થઈને વૃક્ષો કાપવા કેટલા હિતાવહ બની શકે? શું રાજકોટ મહાનગર પાલિકાનો આ નિર્ણય કેટલો લોકહિતમાં છે? આવા તો હજારો પ્રશ્નો લોકો કરી રહ્યા છે. ત્યારે હવે જોઈએ આપણે… મદારીના ખેલની જેમ જોતા રેહશું બીજું કઈ નહિ કરી શકીયે… પરંતુ હાજી પણ આજના પર્યાવરણ દિવસ નિમિતે જે પણ લોકો પર્યાવરણ ને બચાવવા મેહનત કરી રહ્યા છે એમને સો સલામ છે.
રાજકોટમાં સેવાભાવી સંસ્થાઓ પણ કાર્યરત છે. જેમની એક સંસ્થા એટલે સદભવનાં વૃદ્ધાશ્રમ, આ સંસ્થા રાજકોટને એક દિવસ “લીલા શહેર”નું બિરુદ આપશે એ પાક્કું છે. કારણકે સદભવનાં સંસ્થા પુરા હૃદય સાથે વૃક્ષ ઉછેર કરી રહી છે. રાજકોટના તમામ માર્ગો વચ્ચે રોપા લગાવી અને રોપાને કોઈ નુકસાન ન પોહચે એ અર્થે પિંજરા પણ લગાવી રહ્યા છે. ત્યારબાસ આ સંસ્થા અહિયાંથી જ અટકતી નથી. એક અઠવાડિયામાં 2 થી 3 વાર પાણી પણ પૂરું પાડવામાં આવે છે. વૃક્ષોને ઉનાળામાં ખુબ પાણી જોઈતું હોઈ છે. ત્યારે આ સંસ્થા ટ્રેક્ટર મારફતે બધા જ વૃક્ષને પાણી પૂરું પડે છે. જે ખુબ જ મોટી વાત કહી શકાય. કારણકે લોકો વૃક્ષ રોપીને, ફોટો પડાવીને જતા રહે છે. ત્યારબાદની સાર સંભાળ ખુબ મહત્વની છે. જે સદભાવના સંસ્થા પુરી ભાવના સાથે કરી રહી છે.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4