Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeએન્ટરટેઈન્મેન્ટપોર્નોગ્રાફી કેસ: આ બધુ કરવાની શું જરુર હતી ? શિલ્પા શેટ્ટીનું દર્દ છલકાયુ

પોર્નોગ્રાફી કેસ: આ બધુ કરવાની શું જરુર હતી ? શિલ્પા શેટ્ટીનું દર્દ છલકાયુ

Shilpa Shetty
Share Now

પોર્ન ફિલ્મો બનાવવાના કેસમાં ઘેરાયેલા રાજકુન્દ્રા (Raj Kundra )ને 19 જુલાઇના રોજ ધરપકડ કરવામાં આવી હતી.  ત્યારથી બિઝનેસમેન રાજકુન્દ્રાની ( Raj Kundra )મુસિબતો વધતી જ જાય છે, હાઇકોર્ટે રાજકુન્દ્રાની જમાનત યાચિકાને 29 જુલાઇ સુધી ટાળી દીધી છે. ત્યારે આ સિવાય અદાલતે આદેશ કર્યો છે કે, જે પોર્નોગ્રાફી રેકેટના મામલાની તપાસ કરી રહેલાં ઓફિસરોએ પણ આગળની સુનાવણી દરમિયાન અદાલતમાં હાજર રહેવુ પડશે. આ કેસમાં રોજે નવા નવા ખુલાસા પણ થઈ રહ્યા છે. રાજને કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

'What Was The Need...?' Shilpa Shetty Shouted At Raj Kundra During Search

રાજકુન્દ્રા કેસ અપડેટ

પોર્નોગ્રાફી કેસમાં કોર્ટે રાજકુન્દ્રાની બેલ રિજેક્ટ કરી દીધી છે. 

 

બિઝનેસમેન રાજકુન્દ્રાની કંપની વિરુદ્વ એક નવો કેસ નોંધાયો છે, આ FIR રાજકુન્દ્રાની કંપની અને હોટશોટ અને ગહના વશિષ્ઠ વિરુદ્વ કરવામાં આવી છે. જેમાં 4 પ્રોડ્યુસરના નામ પણ સામેલ છે. મોડેલે કેસ કર્યો છે જેનું કહેવુ છે કે, તેને એડલ્ટ ફિલ્મો કરવા માટે મજબુર કરવામાં આવી હતી. કેસ આઇપીસી ની ધારા 392,393, 420 અને 34 મુજબ નક્કી કરવામાં આવ્યુ છે. જેને આઇટી સેક્ટરની ધારા 66 અને 67 મળીને કેસ નોંધાવવમાં આવ્યો છે.

 

આ કેસ વચ્ચે જ્યારે પોલીસ રાજકુન્દ્રાને લઇને તેના ઘરે તપાસ માટે ગઇ હતી, ત્યારે શિલ્પા શેટ્ટી રાજકુન્દ્રાને જોઇને ભડકી ગઇ હતી. સુત્રો મુજબ શિલ્પા શેટ્ટી પતિને જોતા જ બુમ પાડવા લાગી અન રડવા લાગી હતી, અને સાથે જ પતિને સવાલ કરવા લાગી કે આપણી પાસે બધુ જ હતુ તો આ બધુ કરવાની શું જરુર હતી?  શિલ્પા શેટ્ટીએ વધુમાં કહ્યું હતુ કે, તે આપણા પરિવારની ઇજ્જત ઉછાળી દીધી છે. આ બધુ કરવાથી શિલ્પાના અનેક કોન્ટ્રેક્ટ હાથમાંથી જતા રહ્યાં છે, તેમજ સાતે જ બ્રાંડ઼ એડ્રોસર્મેન્ટ જતા રહ્યાં છે. આ મામલે પોલીસે શિલ્પાને શાંત કરાવવી પડી હતી.

રાજકુન્દ્રાને ડર હતો કે તેનો ભાંડો ફુટી જશે તે કારણે પોતાનો જુનો ફોન પણ તેને ફેંકી દીધો હતો, આ સિવાય તેણે આઇટી હેડ રાયન થાર્પ ને પણ પોર્ન ફિલ્મો અને વીડિયો ડિલેટ કરવાના કહ્યાં હતા.

પોલીસને શું મળ્યુ?

raj-kundra-jail-min

Image Courtesy : ANI

પોલીસને રાજકુદ્રાની વિઆન ઇન્ડ્ર્સ્ટીમાં રેડ દરમિયાન 48TB ના વિડિયો પ્રાપ્ત થયા છે. આ સિવાય કાનપુરમાં રાજકુન્દ્રાના 2 એકાઉન્ટ છે જેમાં કરોડો રુપિયા છે, જેને સીલ કરવામાં આવ્યા છે.

વર્ષ 2020 માં શિલ્પા શેટ્ટીએ વિવાન ઇન્ડ્ર્સ્ટીના ડાયરેક્ટર પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ. મુંબઇ પોલીસ શિલ્પાના એકાઉન્ટની પણ તપાસ કરી રહી છે, પણ શિલ્પા વિરુદ્વ કોઇ પુરાવા હજુસુધી નથી મળ્યા. પોલીસના જણાવ્યા પ્રમાણે,પોર્ન રેકેટમાં જેટલા પણ આરોપીઓ પકડાયા છે, તેમાંથી હજુ સુધી શિલ્પા શેટ્ટીનું નામ નથી આવ્યુ.

આ પણ વાંચો: પોર્નોગ્રાફી કેસ અપડેટ: રાજકુન્દ્રાના ચાર કર્મચારીઓએ પોલીસ સમક્ષ શું ખુલાસા કર્યા?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment