બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને જામીન મળી ગયા છે. રાજ કુન્દ્રાની બે મહિના પહેલા પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ કોર્ટે રાજ કુન્દ્રાને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. રાજ કુન્દ્રાને 50 હજારના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ પહેલા ગુરુવારે મુંબઈ પોલીસે રાજકુંદ્રાના કેસને લઈને 1400 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી.
રાજ કુન્દ્રાને બે મહિના પછી મળ્યા જામીન
ઉલ્લેખનીય છે કે, બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા એક મોટા ઉદ્યોગપતિ છે. રાજ કુન્દ્રાએ શિલ્પા શેટ્ટી સાથે લગ્ન કર્યા બાદ અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. પરંતુ બે મહિના પહેલા મુંબઈ પોલીસે અશ્લીલ વીડિયો બનાવવા બદલ તેમની ધરપકડ કરી હતી. શનિવારે જામીન માટે અપીલ કરતા કહેવામાં આવ્યું હતું કે તેને આ કેસમાં બલિનો બકરો બનાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, તે અશ્લીલ કન્ટેન્ટ બનાવવામાં સામેલ હતો તેવો ચાર્જશીટમાં કોઈ પુરાવો નથી. જો કે,રાજ કુન્દ્રા તરફથી હજુ સુધી આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી.
આ પણ વાંચો:Shraddha Kapoor ના પિતા શક્તિ કપૂરની બોલ્ડ તસવીરો થઈ વાઈરલ
19 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી
રાજ કુંદ્રાની બે મહિના પહેલા 19 જુલાઈએ તેના કેટલાક સહયોગીઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી. તેના પર અશ્લીલ કન્ટેન્ટ બનાવવા અને તે કન્ટેન્ટને એપ પર સ્ટ્રીમિંગ કરવાનો આરોપ હતો. મુંબઈ પોલીસ માને છે કે રાજ પોર્ન ફિલ્મ બનાવવામાં સક્રિયપણે સામેલ હતો. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે રાજ કુન્દ્રા સામે મજબૂત પુરાવા હોવાનો દાવો પણ કર્યો હતો. જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી.
રાજ કુન્દ્રા પોર્ન ફિલ્મોને લઈને ચર્ચામાં રહ્યા
બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાનો પોર્ન ફિલ્મ બનાવવાનો કિસ્સો ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. ધરપકડ બાદ શિલ્પા શેટ્ટીની પણ પોલીસે પૂછપરછ કરી હતી. સોશિયલ મીડિયા પર પણ તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી.
પોલીસ મને બલિનો બકરો બનાવી રહી છે
તેમણે કહ્યું કે પોર્ન ફિલ્મો બનાવવા અને એપ પર અપલોડ કરવામાં તેમની સક્રિય ભૂમિકાના કોઈ પુરાવા નથી. કુન્દ્રાએ કહ્યું કે તેમને આ કેસમાં બળજબરીથી ફસાવવામાં આવ્યા હતા અને એફઆઈઆરમાં તેમના નામનો ઉલ્લેખ પણ નથી. તેમણે કહ્યું કે તેમને આ કેસમાં માંને બલિનો બકરો બનાવવામાં આવ્યો છે. આ કેમ કરવામાં આવ્યું છે? માત્ર પોલીસ જ આ અંગે વિસ્તૃત માહિતી આપી શકે છે. પાટીલે કુંદ્રાની તરફેણમાં દલીલ કરતા કહ્યું હતું કે, પોલીસ ચાર્જશીટમાં કુંદ્રા સામે એક પણ આરોપ સ્પષ્ટ રીતે કરવામાં આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે, બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને જામીન મળી ગયા છે. રાજ કુન્દ્રાની બે મહિના પહેલા પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ કોર્ટે રાજ કુન્દ્રાને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. રાજ કુન્દ્રાને 50 હજારના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ પહેલા ગુરુવારે મુંબઈ પોલીસે રાજકુંદ્રાના કેસને લઈને 1400 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4