Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeએન્ટરટેઈન્મેન્ટપોર્નોગ્રાફી કેસ અપડેટ: રાજકુન્દ્રાના ચાર કર્મચારીઓએ પોલીસ સમક્ષ શું ખુલાસા કર્યા?

પોર્નોગ્રાફી કેસ અપડેટ: રાજકુન્દ્રાના ચાર કર્મચારીઓએ પોલીસ સમક્ષ શું ખુલાસા કર્યા?

Raj Kundra
Share Now

એન્ટરટેન્મેન્ટ: પોર્નોગ્રાફી કેસ મામલે બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજકુન્દ્રા (Raj Kundra) ના કેસમાં એક પછી એક નવા વળાંકો અને ખુલાસાઓ થતા જાય છે, આ કેસમાં 4 કર્મચારીઓ આગળ આવીને રાજકુન્દ્રા (Raj Kundra)વિરુદ્વ પોલ ખોલવા તૈયાર થયા છે.

મુંબઇ પોલીસ પોર્ન રૈકેટ કેસમાંવધુને વધુ પુરાવા મેળવવા પાછળ લાગી છે. ત્યારે હવે આ કેસમાં બિઝનેસમેન રાજકુન્દ્રાના જ કર્મચારીઓ સાક્ષી બનવા માટે તૈયાર થયા છે. જેનાથી રાજકુન્દ્રાની મુશ્કેલીઓ વધી ગઇ છે. પોલીસના કહેવા પ્રમાણે આ પોર્નોગ્રાફી કેસમાં પોલીસના હાથમાં જે 4 કર્મચારીઓ લાગ્યા છે, તે આ કેસમાં મહત્વનો ભાગ ભજવી રહ્યાં છે.

gehana vasisth

Image Courtesy : Instagram

મુંબઇ પોલીસના કહેવા પ્રમાણે, આ ચારેય આરોપીયોએ જણાવ્યુ હતુ, કે તેમને પોર્નોગ્રાફી કેસ બહાર આવ્યા બાદ,વીડીયો ડિલેટ કરવામાં કહેવામાં આવ્યુ હતુ,

  • રાજકુન્દ્રાના 4 કર્મચારીઓજ બનશે સાક્ષી 
  • પોર્નોગ્રાફી કેસમાં ગહના વરિષ્ઠ પણ આ કેસમાં સામેલ યુવતીઓના નામ કહેવા તૈયાર 
  •  પોર્નોગ્રાફી કેસમાં 9 લોકોની ધરપકડ પોલીસે કરી છે
  •  ઉમેશ કામથ અને પ્રોડયુસર રોમા ખાન ,એકટ્રેસ Gehna Vashishth, ડાયરેક્ટર તનવીર હાસ્મી અને ઉમેશ કામથ સહિત 11 લોકોની ધરપકડ થઇ છ

આ સિવાય કંપનીમાંથી જ પોર્ન ફિલ્મો અપલોડ કરવામાં આવતી હતી, આ સિવાય પોર્નોગ્રાફી કેસમાં ફરાર થઇ ગયેલ આરોપી યશ ઠાકુરે આઇબી વાળા વ્યક્તિ પાસે પહેલાં મિત્રતા કરી હતી, અને પછી એપ ઓપન કરવા માટે મનાવ્યા હતા, જે તેણે તેની પત્નીના નામ પર રજુસ્ટ્રેશન કરાવ્યુ હતુ, પહેલાં એવોર્ડ વિનિંગ ફિલ્મો અપલોડ કરવાની વાત કરીને, તે પોર્ન ફિલ્મ અપલોડ કરવા લાગ્યો હતો અને યુવકે તેનો પછી વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો:પોર્નોગ્રાફી કેસ: બિઝનેસમેન રાજકુન્દ્રાની મુસિબત વધી, તપાસમાં હાથ લાગ્યુ આ સબુત

મહત્વનુ છે કે, આ કેસમાં એક પછી નવી માહિતી બહાર આવી રહી છે, આ સાથે જ કેસમાં પોર્નોગ્રાફી કંટેન્ટ અને વિડિયોને લઇને પહેલાંથી જ રાજકુન્દ્રા 27 જુલાઇ સુધી જેલમાં જ રહેશે. ક્રાઇમ બ્રાન્ચે શિલ્પા શેટ્ટીની પુછતાછ પણ પહેલાં કરી હતી, જે મુજબ શિલ્પા શેટ્ટીને પણ વિડિયો વિશે કોઇ ખ્યાલ નહોતો. અને પતિની સાઇડ લેતા શિલ્પાએ કહ્યું હતુ કે તે પોર્ન કન્ટ્ટેન્ટ કે વિડિયો નહી પણ આર્કોટેક ફિલ્મો બનાવે છે. આ વચ્ચે ક્રાઇમ બ્રાન્ચની નજરમાં શિલ્પા શેટ્ટી અને રાજકુન્દ્રાના જોઇન્ટ અકાઉન્ટ પણ નજરમાં છે. જેની તપાસ પણ પોલીસ કરશે.

raj-kundra-jail

આ કેસમાં વધુ એક અપડેટ મળી છે, જે મુજબ 3 લોકોને પોર્નોગ્રાફી વીડિયો માટે સમન મોકલવામાં આવ્યુ હતુ, જેમાંથી એક છે સાઉથની 30 થી વધુ ફિલ્મોમાં કામ કરનારી ગહના વસિષ્ઠ, જેના વિશે પોલીસે જણાવ્યુ હતુ, કે તે પોર્ન ઇન્ડ્ર્સ્ટી સાથે જોડાયેલા લોકો અને બધી જ યુવતીઓના નામ કહેવા માટે તૈયાર છે, આ પહેલાં ગહના રાજકુન્દ્રાની સાઇડ લઇ રહી હતી. ગહના સ્ટાર પ્લસના શો માં બહેને માં પણ લીડ રોલમાં જોવા મળી હતી.

 

રાજ કુન્દ્રા પર લાગેલા આરોપો

પોર્નોગ્રાફીના કેસમાં બિઝનેસ મેન રાજકુન્દ્રા અશ્લીલ વિડિયો બનાવીને તે વીડિયોને શેર કરતા હતા. અશ્લીલ વિડિયોને વોટ્સઅપ ગૃપમાં અને તેને વેચવા બાબતે તેમજ કિંમત બાબતે ચર્ચા પણ થતી હતી. આ સિવાય હોટશોટસ કઇ રીતે બનાવવા, તેનું નિર્માણ અને તેના વેચાણ વિશેની ચર્ચા થતી હતી. 

આ પણ વાંચો:  પોર્નોગ્રાફી કેસ : બિઝનેસમેન રાજકુન્દ્રાનું કૌભાંડ કઇ રીતે આવ્યુ બહાર?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment