Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeન્યૂઝરાજસ્થાનમાં થઈ શકે છે કેબિનેટ વિસ્તરણ, પાયલોટે સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત

રાજસ્થાનમાં થઈ શકે છે કેબિનેટ વિસ્તરણ, પાયલોટે સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત

sachin pilot, sonia ghandi
Share Now

રાજસ્થાનમાં કેબિનેટ વિસ્તરણની ચર્ચાએ ફરી એકવાર વેગ પકડ્યો છે. રાજસ્થાનમાં ટૂંક સમયમાં કેબિનેટ વિસ્તરણ અને રાજકીય નિમણૂકો થઈ શકે છે. આ અંગે કોંગ્રેસ હાઈકમાન્ડે સૌથી પહેલા રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. શુક્રવારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તેઓ સોનિયા ગાંધીને મળ્યા હતા. જ્યાં તેમણે રાજસ્થાન કેબિનેટ વિસ્તરણ, રાજકીય નિમણૂંકો વિશે ચર્ચા કરી હોવાનું માનવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી કેબિનેટ વિસ્તરણ અને રાજકીય નિમણૂકોના સમાચારો આવી રહ્યા હતા. હવે રાજ્યના બંને મોટા નેતાઓની પાર્ટી હાઇકમાન્ડ સાથેની આ મુલાકાતને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે.

એકવાર ભાજપ, એક વખત કોંગ્રેસની માન્યતા તોડશું: પાયલોટ

સોનિયા ગાંધીને મળ્યા બાદ સચિન પાયલટે મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન સચિન પાયલોટે કહ્યું કે, મેં મારી વાત હાઈકમાન્ડ સમક્ષ મૂકી છે. જેમણે મહેનત કરી તેમને સન્માન મળવું જોઈએ. ભાજપને માત્ર કોંગ્રેસ જ પડકારી શકે છે. આ પછી પાયલોટે કહ્યું કે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને પણ ચર્ચા થઈ છે. પાયલોટે કહ્યું કે રાજસ્થાન આ વખતે એક વખત ભાજપ અને કોંગ્રેસ સત્તામાં આવવાના ભ્રમને તોડી નાખશે. આ માટે કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.

આ પણ વાંચો:દિલ્હીની ટ્રેક્ટર રેલીમાં ધરપકડ કરાયેલા પ્રદર્શનકારીઓને પંજાબ સરકાર આપશે વળતર

પાયલોટ પહેલા સીએમ ગેહલોત સોનિયા ગાંધીને મળ્યા હતા.

બે દિવસ પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. સીએમ ગેહલોતે આ બેઠક બાદ કહ્યું હતું કે કેબિનેટમાં ફેરબદલનો નિર્ણય પાર્ટી હાઈકમાન્ડ કરશે. અજય માકન પાસે આ સંબંધિત તમામ માહિતી છે, અમે રાજ્યમાં સુશાસન ઈચ્છીએ છીએ. પાર્ટી હાઈકમાન્ડને રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિથી માહિતગાર કરવામાં આવ્યા છે.

આગામી સપ્તાહમાં થઈ શકે છે કેબિનેટ વિસ્તરણ!

રાજકીય નિષ્ણાતોના મતે કોંગ્રેસ હાઈકમાન્ડ રાજસ્થાન કોંગ્રેસમાં ચાલી રહેલ વિવાદને ઉકેલવામાં વ્યસ્ત છે. રાજ્યમાં પાયલોટ-ગેહલોત કેમ્પમાં વિભાજિત કોંગ્રેસ પાર્ટીને એકજૂથ કરીને આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી સપ્તાહ સુધીમાં રાજ્યમાં કેબિનેટ વિસ્તરણ અને રાજકીય નિમણૂકો થઈ શકે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment