પીએમ નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદાઓ પરત લેવાની જાહેરાત કર્યા બાદથી રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. વિપક્ષ આ ત્રણેય કૃષિ કાયદા પરત લેવાને ખેડૂતની જીત અને કેન્દ્ર સરકારની હાર ગણાવી રહ્યું છે. બીજી તરફ ભાજપના નેતાઓ આને ખેડૂતોના હિતમાં પીએમ મોદીનો મોટો નિર્ણય ગણાવી રહ્યા છે. પરંતુ આ દરમિયાન કેટલાક નેતાઓના એવા નિવેદનો પણ સામે આવી રહ્યા છે જે ખેડૂતોના આંદોલનને ખતમ થવામાં અડચણ બની શકે છે. આવું જ એક નિવેદન રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ આપ્યું છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે જો જરૂર પડશે તો ફરીથી કાયદો બનાવી શકે છે.
જરૂર પડશે તો ફરીથી કાયદો બની શકે છે: કલરાજ મિશ્રા
તમને જણાવી દઈએ કે રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાનું આ નિવેદન ખૂબ જ ચર્ચાનો વિષય બન્યું છે. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ પણ પીએમ મોદીના કાયદો પાછો ખેંચવાના નિર્ણયની પ્રશંસા કરી હતી. કલરાજ મિશ્રાએ મીડિયાને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનો નિર્ણય સરાહનીય છે. કૃષિ કાયદો ખેડૂતોના હિતમાં હતો. સરકારે ખેડૂતોને સમજાવવાનો સતત પ્રયાસ કર્યો. તેમ છતાં, ખેડૂતો ઉશ્કેરાયેલા હતા અને કાયદાને પાછો પરત લેવડાવવા માટે મક્કમ હતા. અંતે સરકારને લાગ્યું કે કાયદો પાછો ખેંચી લેવો જોઈએ. ત્યારબાદ જો આ અંગે કાયદો બનાવવાની જરૂર પડશે તો ફરીથી બનાવવામાં આવશે.
#WATCH | Bhadohi: Rajasthan Gov Kalraj Mishra says,"Govt tried to explain to farmers the pros of #FarmLaws. But they were adamant about repeal.Govt felt that it should be taken back&formed again later if needed but right now they should repeal as farmers are demanding…" (20.11) pic.twitter.com/3wHjXYaf2q
— ANI UP (@ANINewsUP) November 21, 2021
આ પણ વાંચો:પ્રિયંકા ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, કહ્યું અજય મિશ્રા ટેનીને મંત્રીમંડળમાંથી બરતરફ કરો
બિલ આવતા-જતા રહે છે, ફરી પણ બનશેઃ સાક્ષી મહારાજ
પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે હમેશા ચર્ચામાં રહેતા ઉન્નાવના બીજેપી સાંસદ સાક્ષી મહારાજે કૃષિ કાયદાને પરત લેવાના નિર્ણય પર રાજસ્થાનના રાજ્યપાલની જેવુજ નિવેદન આપીને ચર્ચામાં આવ્યા છે. પીએમ મોદી દ્વારા કૃષિ કાયદાને પાછો ખેંચવાના સવાલ પર સાક્ષી મહારાજે કહ્યું કે પીએમ મોદીનું દિલ મોટું છે. બિલ આવતા અને જતા રહે છે. ફરીથી બિલ લાવી શકઔય છે. પીએમ મોદી માટે દેશ પ્રથમ છે તેથી તેમણે બિલ પરત લેવાનો નિર્ણય કર્યો છે.
નોંધનીય છે કે છેલ્લા એક વર્ષથી આંદોલન ચલાવી રહેલા ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ શુક્રવારે રાષ્ટ્રને સંબોધનમાં ત્રણેય કૃષિ કાયદાઓને પરત લેવાની જાહેરાત કરી હતી. જે બાદ આંદોલનકારી ખેડૂતોએ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. જોકે ખેડૂત આંદોલન હજુ પણ યથાવત છે. અને 29 તારીખે સંસદ ભવન સુધી ખેડૂતો ટ્રેક્ટર માર્ચ કરશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4