Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
HomeઇતિહાસBirth Anniversary: રાજીવ ગાંધી અને અમિતાભ બચ્ચનની દોસ્તીમાં દરાર કેમની આવી?

Birth Anniversary: રાજીવ ગાંધી અને અમિતાભ બચ્ચનની દોસ્તીમાં દરાર કેમની આવી?

Rajiv gandhi
Share Now

આજે દેશ પુર્વ પ્રધાનમંત્રી સ્વ રાજીવ ગાંધીની (Rajiv gandhi) જયંતિની ઉજવણી કરી રહી છે, રાજીવ ગાંધીની જયંતિ કોગ્રેંસ સદ્ભાવના દિવસે મનાવી રહી છે, ભારત રત્ન રાજીવ ગાંધી(Rajiv gandhi) ની જયંતિ કોંગ્રેસ સદ્વાભાવના દિવસના રુપમાં મનાવવામાં આવે છે, દેશભરમાં ભારતીય યુવા કાર્યકર્તા આ દિવસે સેવા અને સદ્વભાવના કાર્યો પણ કરે છે.

Ott India પર આજે વાત કરીશું, ભારતીય રાજનીતી સાથે જોડાયેલા પ્રધાનમંત્રી અને દેશના સંચામાં ક્રાંતા જનક રાજીલ ગાંધીના જીવનની…

Rajiv_Gandhi

Image Courtesy: Wikipedia

રાજીવ ગાંધી બાયોગ્રાફી

20 ઓગસ્ટ 1944 ના રોજ જન્મેલા રાજીવ ગાંધીનું નામ રાજીવ રત્ન ગાંધી રાખવામાં આવ્યુ, તેમનો પરિવાર આઝાદીની લડતમાં સામેલ હતો. મુંબઇમાં જન્મેંલા રાજીવ ગાંધી ના નાના પંડિત જવાહરલાલ નેહરુ, માતા ઇંદિરા ગાંધી અને પિતા ફિરોજ ગાંધી હતા, દેશની આઝાદીમાં લડાઇ લડી હતી. આઝાદી બાદ તેમના નાના આઝાદ ભારતના પહેલા પ્રધાનમંત્રી બન્યા.

Rajiv Gandhi Picture Gallery -

Image Courtsety: teahub.io

રાજીવ ગાંધીની સ્ટડી દહેરાદુનના પ્રતિષ્છિત વિધાલયમાં થઇ, જ્યાં તેમની મિત્રતા મહાનાયક અમિતાભ બચ્ચન સાથે થઇ હતી,  રાજનીતીમાં પરિવાર હોવા છતાં રાજીવ ગાંધીને રાજનીતી નહી પણ તેમનું સપનું આકાશમાં ઉડવાનું હતુ, ભારત આકાર રાજીવ દિલ્હી ની પાસે ફ્લાઇંગ કલ્બના સદસ્ય બની ગયા હતા. તેમણે પોતાના સપનાને પુરો કરવા પાયલટ બનવાનું સપનું પણ પુર્ણ કર્યું હતુ. પણ રાજનીતીમાં આવ્યા બાદ નોકરી અને શોખ બંને છુટી ગયા.

3 જુન 1980 નો એ દિવસ રાજીવ ગાંધીના ભાઇ સંજય ગાંધીની (Sanjay Gandhi )પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થઇ ગઇ , પોતાના માતાને સહયોગ આપવા માટે તેમણે પોલીટીક્સમાં એન્ટ્રી મારી.

અમિતાભ બચ્ચન અને રાજીવ ગાંધીની (Rajiv Gandhi )મિત્રતા

bachchan-gandhi

Amitabh Bacchan and Rajiv gandhi

અમિતાભ બચ્ચન અને રાજીવ ગાંધી નું બાળપણ એકસાથે જ પસાર થયુ કારણ કે બંને પરિવારો એકબીજાને પહેલાં થી જ ઓળખતા હતા, અમિતાભ બચ્ચન અને રાજીવ ગાંધી બંને સારા મિત્રો હતા, કારણ કે રાજીવ ગાંધીના નાના જવાહરલાલ નેહરુ જી અને અમિતાભ બચ્ચન ના પિતા હરિવંશરાય બચ્ચન મિત્ર હતા.

અમિતાભ બચ્ચન અને રાજીવ ગાંધીની પહેલી મુલાકાત

અમિતાભ બચ્ચન અને રાજીવ ગાંધીની પહેલી મુલાકાત માત્ર અમિતાભ બચ્ચન 4 વર્ષના હતા, ત્યારે થઇ હતી, ઇલાહાબાદમાં અમિતાભ બચ્ચનું ઘર છે, ત્યાં રાજીવ ગાંધી ફ્રિડમ ફાઇટર બનેલા હતા, પણ અમિતાભ તેમને ઓળખતા પણ નહોતા.

બંનેની મિત્રતા એટલી ઉંડી હતી કે,રાજીવ ગાંધી જ્યારે ઇંગ્લેન્ડ માં હતા, તો હંમેશા અમિતાભ બચ્ચન ચિઠ્ઠી લખતા હતા, આ સિવાય સોનિયા ગાંધી પણ જ્યારે ઇટલી થી ભારત આવ્યા ત્યારે તેમને એરોપોર્ટ પર અમિતાભ બચ્ચન લેવા ગયા હતા.

રાજનીતીમાં અમિતાભ બચ્ચનની એન્ટ્રી 1984 માં થઇ, જે બાદ સરકાર પર બોફોર્સ ગોટાળાથી ખુબ બબાલ મચી હતી, જેના કારણે માત્ર 3 વર્ષમાં જ અમિતાભ બચ્ચને પોલીટીક્સમાંથી રાજીનામુ આપી દીધુ હતુ. રાજીવ ગાંધીને બચ્ચનનો આ નિર્ણય નહોતો ગમ્યો જેના કારણે કહેવાય છે કે બંને વચ્ચે દુરી આવી ગઇ હતી.

 

રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીનો વિવાહ

Soniya Gandhi

Image Courtesy: Teahub.io

વર્ષ 1965 માં વિદેશ પ્રવાસ દરમિયાન બંનેની મુલાકાત થઇ હતી, સોનિયા માઇનો પરિવારમાં શરુઆતથી જ વિરોધ હતો પણ 28 ફેબ્રુઆરીના રોજ 1968 એ બંનેએ વિવાહ કર્યા. સોનિયા ગાંધીનું નામ એંટાનિયો એડવિહ એલબિના માઇનો હતુ. ( Antonia Edvige Albina Maino)

રાજીવ ગાંધીનું નિધન કઇ રીતે થયુ?

શ્રીલંકામાં ચાલી રહેલ લિટ્ટે અને સિંઘલિયોની વચ્ચે યુદ્વને શાંત કરવા માટે રાજીવ ગાંધીને ભારતીય સેનાને શ્રીંલંકામાં તેનાત કરી દીધી હતી, 21 મે 1991નો એ દિવસ હતો લિટ્ટેના તામિલનાડુમાં ચુંટણીનો પ્રચાર ચાલી રહ્યો હતો.સવારના 10 વાગી રહ્યાં હતા, એક મહિલા રાજીવ ગાંધી ને મળવા માટે આગળ આવી, સ્ટેજ પર પહોંચી ને મહિલાએ રાજીવ ગાંધીના પગે લાગવા માટે આગળ વધી અને તે જેવી ઝુકી તેજ સમયે તે મહિલાના શરીર પર લગાવવામાં આવેલો આરડીએક્સ ફાટી ગયો. આ હુમલામાં રાજીવ ગાંધીની મોત થઇ ગઇ.

 

આ પણ વાંચો: નેતાજીના મોતનું રહસ્ય હજૂ પણ અંકબંધ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment