Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝહોકીના જાદુગર કહેવાતા મેજર ધ્યાનચંદના નામે અપાશે ખેલ રત્ન અવોર્ડ

હોકીના જાદુગર કહેવાતા મેજર ધ્યાનચંદના નામે અપાશે ખેલ રત્ન અવોર્ડ

khelratna renamed as dhyanchand
Share Now

હવે મેજર ધ્યાનચંદના નામે મળશે ખેલરત્ન એવોર્ડ ..જી હા રાજીવ ગાંધી ખેલ રત્ન અવોર્ડનું નામ બદલવામાં આવ્યું.. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મને ભારતભરના નાગરિકો તરફથી મેજર ધ્યાનચંદના નામે ખેલ રત્ન એવોર્ડ આપવા માટે ઘણી વિનંતીઓ મળી રહી છે. તેમની ભાવનાનું સન્માન કરતા, ખેલ રત્ન એવોર્ડ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ તરીકે ઓળખાશે.

 મેજર ધ્યાનચંદના નામે અપાશે ખેલ રત્ન અવોર્ડ

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમની વાત કરીએ તો મહિલા ટીમ અને પુરુષ ટીમ બન્નેએ ખુબ જ સારું પ્રદર્શન કર્યું છે. ત્યારે આપણાં રાષ્ટ્રીય ખેલ હોકીની રમતને પ્રોત્સાહન આપવા સાથો-સાથ અન્ય રમતો અને તેમના ખેલાડીઓનો જુસ્સો વધારવા માટે ભારત સરકારે ખુબ જ મોટો નિર્ણય લીધો છે. રાજીવ ગાંધી ખેલ રત્ન અવોર્ડનું નામ બદલવામાં આવ્યું છે. હવેથી હોકીના જાદુગર કહેવાતા મેજર ધ્યાનચંદના નામે અપાશે ખેલ રત્ન અવોર્ડ. વર્ષ 1991માં રાજીવ ગાંધીના નામે ખેલ રત્ન અવોર્ડ આપવાની શરૂઆત થઈ હતી.વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી માહિતી આપી.

આ પણ વાંચો : સંસદ ઘેરાવ : યુથ કોંગ્રેસના હજારો કાર્યકર્તા સંસદ બહાર જમા થઇ મચાવ્યો હંગામો

1991-92માં કરવામાં આવી હતી રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારની શરૂઆત

રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર ભારતીય રમતમાં સર્વોચ્ચ અવોર્ડ છે. 1991-92માં સરકારે આ પુરસ્કારની શરૂઆત કરી હતી. એ જીતનાર ખેલાડીને પ્રશસ્તિપત્ર, પુરસ્કાર અને 25 લાખ રૂપિયા આપવામાં આવે છે. પ્રથમ ખેલ રત્ન અવોર્ડ પ્રથમ ભારતીય ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદને આપવામાં આવ્યો હતો. અત્યારસુધીમાં 45 લોકોને આ અવોર્ડ આપવામાં આવ્યો છે.

ધ્યાનચંદને હોકીના જાદુગર

મેજર ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટ 1905ના રોજ પ્રયાગરાજમાં થયો હતો. ભારતમાં આ દિવસ નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. તેમની આત્મકથાનું નામ ‘ગોલ’ છે. ધ્યાનચંદ માત્ર 16 વર્ષની ઉંમરે ભારતીય સેનામાં જોડાયા હતા . તેનું સાચું નામ ધ્યાન સિંહ હતું. તે ફરજ બાદ ચાંદની રોશનીમાં હોકી પ્રેક્ટિસ કરતા હતા, તેથી તે ધ્યાનચંદ તરીકે ઓળખાવા લાગ્યા હતા. ધ્યાનચંદે 1926 થી 1949 સુધી 185 આંતરરાષ્ટ્રીય મેચોમાં 400 ગોલ કર્યા હતા. તેની રમતને કારણે ભારતે 1928, 1932 અને 1936 ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેણે 1928 એમ્સ્ટર્ડમ ઓલિમ્પિકમાં 14 ગોલ કર્યા હતા. ત્યારે એક સ્થાનિક અખબારે લખ્યું હતું કે, ‘તે હોકી નહીં, જાદુ હતો અને ધ્યાનચંદ હોકીના જાદુગર છે.’ ત્યારથી તેઓ હોકીના જાદુગર તરીકે ઓળખાવા લાગ્યા.

હિટલરએ કર્યા હતા મેજર ધ્યાનચંદથી પ્રભાવિત થઇ કર્યા વખાણ

દર ચાર વર્ષે રમાતો વિશ્વ રમતોત્સવ 1936માં જર્મની દેશનાં બર્લિનમાં રમાયો હતો. જર્મનીના સરમુખત્યાર હિટલર અને ઇંગ્લેન્ડ તથા સાથી દેશો વચ્ચે સંબંધો બની રહ્યા હતા પુર્ણ કક્ષાનું વિશ્વ યુધ્ધ ફાટી નીકળે તેના ભણકારા સંભળાતા હતા. એ જમાનામાં સરમુખત્યાર હિટલરે જર્મન પ્રજામાં કટ્ટર રાષ્ટ્રવાદ ભરી દીધો હતો. જર્મન ખેલાડીઓની રમતમાં કૌશલ્ય કરતા આવેશ, ઉતેજના અને નકારત્મકતા વધારે જોવા મળતી હતી. ગોલ્ડમેડલ માટે ભારત અને જર્મનીની હોકી ટીમ મેદાનમાં ઉતરી હતી. આ મેચ જોવા માટે ખુદ હિટલર હાજર રહેવાથી જર્મન ખેલાડીઓ માટે જીત એ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઇ હતી.ભારતનું મજબૂત નેતૃત્વ જાદુગર ખેલાડી મેજર ધ્યાનચંદના હાથમાં હતું. ધ્યાનચંદની હોકીનો જાદુઇ સ્પર્શ જોતજોતામાં ગોલ ફેરવાઇ જતો ત્યારે જર્મન પ્રેક્ષકની છાવણીમાં સોંપો પડી જતો. પહેલા હાફમાં એક માત્ર ગોલ ભારત તરફથી થયો. જર્મની 1-0 થી પાછળ રહી ગયેલું. બીજા હાફમાં ગોલની સરસાઇ મેળવવા જર્મન ટીમ મરણિયા પ્રયાસો કરવા માંડી પરંતુ ઉપરાછાપરી ગોલ ફટકારીને જર્મનીને ખુબજ પાછળ મુકી દીધું હતું. આથી હિટલર પણ અધવચ્ચેથી જ મેચ છોડીને જતો રહયો હતો. છેવટે જર્મનીને 8-1ના મોટા માર્જિનથી પરાજય આપીને ભારત હોકી રમતનો સુવર્ણચંદ્રક જીત્યો હતો આ મેચમાં ધ્યાનચંદે કુલ 6 ગોલનો ફાળો આપ્યો હતો. હિટલર મેચ છોડીને ગયો પરંતુ જર્મનીના પરાજયનો પાયો નાખનારા ખેલાડી મેજર ધ્યાનચંદ તેને યાદ રહી ગયા હતા. ભારતની ટીમનો એક ખેલાડી મેચનું પાસુ પલટી નાખે તેને મળવું જરુરી જણાતું હતું. છેવટે હિટલરે ધ્યાનચંદ અંગે માહિતી એકઠી કરાવી ત્યારે તેને માલૂમ પડયું કે આ કોઇ નોખી માટીનો માનવી છે. હિટલરે ધ્યાનચંદને મળવા બોલાવ્યા ત્યારે ધ્યાનચંદ પણ ચિંતામાં પડી ગયા હતા. દુનિયામાં હિટલરની કડક છાપ જાણીતી હતી.જર્મન ટીમને ખૂબ ખરાબ રીતે હરાવવા બદલ પગલા ભરશે એવો ડર પણ હતો. ધ્યાનચંદ હિટલરને મળ્યા ત્યારે હિટલરે હોકી કૌશલ્યના ખૂબ વખાણ કર્યા હતા. આ ઘટના પછી મેજર ધ્યાનચંદનું નામ ભારતીય હોકીમાં ગુંજતું થઇ ગયું હતું. ભારતની હોકી ટીમ સ્વદેશ પાછી ફરી ત્યારે અંગ્રેજ સરકારે બર્લિન વિજયની ખુશીમાં ધ્યાનચંદને આર્મિમાં નાયક બનાવી દિધા હતા.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment