Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 25.
Homeન્યૂઝRajkot માં થાય છે પ્લાસ્ટિકના કેરબામાં દારુની હેરાફેરી, 48 વિદેશી બોટલોની સાથે 24 હજારનો માલ જપ્ત

Rajkot માં થાય છે પ્લાસ્ટિકના કેરબામાં દારુની હેરાફેરી, 48 વિદેશી બોટલોની સાથે 24 હજારનો માલ જપ્ત

Rajkot
Share Now

બુટલેગરની નવી સ્કિમઃ- રાજકોટ (Rajkot)માં થાય છે પ્લાસ્ટિકના કેરબામાં દારૂની હેરાફેરી, તેમાંથી 48 વિદેશી દારુની બોટલ તથા 24 હજારથી વધુ માલની ધરપકડ થઈ. ગુનેગાર વિનય ઉર્ફે ભુરો પહેલા પર રાજકોટ, ચોટીલા અને સાયલા ખાતે પ્રોહીબિશનના ગુનામાં પાલીસની નજરમાં આવી ચૂક્યો છે.

ગુજરાતના રાજકોટ (Rajkot) શહેરમાં બુટલેગરો બેફામ બન્યા છે અને દારુની હેરાફેરી કરવા માટે નીતનવા નુસ્ખાઓ અપનાવી રહ્યાં છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક આરોપીની ધરપકડ થઈ છે જે પ્લાસ્ટિકના કેરબાના નીચેના ભાગને તોડીને વિદેશી દારુની હેરાફેરી કરતો હતો. ક્રાઈમ બ્રાન્ચને અલગ બ્રાન્ડની 48 વિદેશી બોટલ મળી આવી છે. જેમાં કુલ 24 હજારનો માલ જપ્ત કર્યો છે. હાલ આ વિશે ક્રાઈમ બ્રાન્ચે વધારે તપાસ શરૂ કરી છે.

Rajkot માં બુટલેગરના ઘરે પડ્યા દરોડા

ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ વિરલ ગઢવીના જણાવ્યા અનુસાર, ગઈકાલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલા ચોક્કસ સમાચારના આધારે સંતકબીર રોડ પર ભગીરથ સોસાયટી શેરી નંબર 10 માં પહોંચીને બુટલેઘરના ઘરે દરોડા કર્યા હતા. જ્યાંથી પોલીસને જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારુની 48 બોટલો મળી હતી. પોલીસે આરોપી વિનય ઉર્ફે ભુરો ડાભીના રહેઠાણથી 48 દારુની બોટલ જપ્ત કરી અને કુલ 24 હજારનો માલ પણ જપ્ત કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથે ધરી છે.

આ પણ વાંચોઃ- સરકારી તિજોરી ભરાઈ : સતત ત્રીજા મહિને GST કલેક્શન 1 લાખ કરોડને પાર

કેરબામાં સંતાડતો હતો દારુ

પોલીસ તપાસમાં આરોપી વિનય ઉર્ફે ભુરો દારુની હેરાફેરી કરવા માટે લિક્વિડ ભરવામાં વપરાતા પ્લાસ્ટિકના કેરબાનો ઉપયોગ કરતો હતો. પોલીસથી બચવા માટે ગુનેગાર કેરબાની નીચેના ભાગેથી બોટલ કાઢી અને મૂકી શકાય તેટલો ભાગ તોડીને તેમાં બોટલો ભરીને દારુની હેરાફેરી કરતો હતો. નોંધનિય છે કે, ગુનેગાર વિનય ઉર્ફે ભુરો તે પહેલા પર રાજકોટ, ચોટીલા, સાયલા ખાતે પ્રોહીબિશનના ગુનામાં પોલીસના ચોપડે નામ નોંધાવી ચૂક્યો છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment