Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝરાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખશ્રીની ત્રીજા વેવ સામે પહેલ

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખશ્રીની ત્રીજા વેવ સામે પહેલ

Jilla panchayat
Share Now

રાજકોટ જિલ્લા પંચાયતના ડાયનેમિક અને ઇનોવેટિવ પ્રમુખ શ્રી ભુપતભાઇ બોદરની કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે પહેલ – વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ તથા શાખાધિકારીશ્રીઓ સાથે સંયુક્ત મિટિગ

  1. ગ્રામ્ય કક્ષા એ ઘટતા ઓક્સિ જન સિલિન્ડર, સેલ કાઉન્ટર મશીન, થર્મલ ગન વગેરેની તાકીદે ખરીદી કરવા સૂચના
  2. રાજકોટ જિલ્લા પંચાયત હેઠળના ૫૪ પ્રાથમિ ક આરોગ્ય કેન્દ્રો અપગ્રેડ કરવા તેમજ ઘટતી જરૂરી સાધન સામગ્રી ખરીદવા તાકીદ
  3. આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેના પ્લાનની અને કરેલી કાર્યવાહીની સમીક્ષા કરી
  4. જિલ્લા પંચાયતની તમામ ખરીદીની પ્રક્રિયા પારદર્શક અને ઝડપી બનાવવા બધી જ શાખાઓ વતી એક શાખા માંથીસરકારશ્રીની સૂચના મુજબ ખરીદી કરવા સૂચન
  5. ગ્રામ્ય કક્ષાએ તાકીદે જરૂરી રોડ રસ્તાને પેચ વર્ક કરવા તેમજ વૃક્ષા રોપણનો વ્યાપ વધારવા સૂચનાઓ

Bhupatbhai Bodar

તા . ૧પ/૦૬/ર૦ર૧ ના રોજ રાજકોટ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ તથા શાખાધિકારી શ્રીઓની સંયુકત બેઠક પ્રમુખશ્રી ભુપતભાઇ બોદરની અધ્યક્ષતામા બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયારી કરવા માટે જરૂરી સાધન સામગ્રી તેમજ ગ્રામ્ય કક્ષાએ ઘટતા ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન પલ્સમીટર, સેલકાઉન્ટર મશીન વગેરેની તાકીદે ખરીદી કરવા સૂચના આપવામાં આવી અને લેબોરેટરી માટે 3 પાર્ટના બદલે 5 પાર્ટ સેલ કાઉન્ટર ખરીદવા અંગે વિચારણા કરવામાં આવી (કેજે ગ્રામ્ય કક્ષાએ જરૂરી રિપોર્ટ કરવા માટે ખુબજ ઉપયોગી છે અને મોટા શહેર સુધી ગામડાના લોકોને ધક્કો નહિ ખાવો પડે જેથી સમય અને નાણાંની અમૂલ્ય બચત થશે).

આ ઉપરાંત જિલ્લા પંચાયત હેઠળના 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અપગ્રેડ કરવા અંગેગત તારીખ ૨૭/૦૫/૨૦૨૧ની સામાન્ય સભામાં કરેલ ઠરાવની અમલવારી અંગે આરોગ્ય શાખાના વહીવટી આધિકારી શ્રી ડી.પી.ગોંડલીયા તથા ડીક્યુ એમઓશ્રી પપ્પુકુમાર સીંઘને જરૂરી કાર્યવાહી કરવા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર જિલ્લા પંચાયત સ્વભંડોળની જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ તરફથી ફાળવેલ ગ્રાન્ટમાંથી ઘટતી સાધન સામગ્રીની ખરીદીની સમયસર પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી .ગત સામાન્ય સભામાં ઠરાવ કર્યા મુજબ મોટી પાનેલી તથા દેરડી કુંભાજી પ્રાથમિ ક આરોગ્ય કેન્દ્રને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં રૂપાંતરિત કરી અપગ્રેડ કરવા માટે તાકીદે સરકારશ્રીમાં દરખાસ્ત કરવા માટે સૂચના આપવામાં આવી હતી .

આ પણ જુઓ : સુરેન્દ્રનગરમાં ગરીબના ઘરનું ઘર

આ ઉપરાંત આગામી વર્ષા રૂતુ અંગે સાવચેતીના પગલે આગોતરા આયોજનના ભાગરૂપે તમામ વિભાગો તરફથી કરવામાં આવેલ એકશન પ્લાનની સમીક્ષા કરવામાં આવી અને જરૂરી તકેદારી સાથે સંપૂર્ણ તૈયારી કરવા ડિઝાસ્ટર ડેપ્યુટી ડી ડી ઓ શ્રી ગોંડલીયા સાહેબને તેમજ રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકની શાળા ઓમાં ચોમાસા પૂર્વે જર્જરિત ઓરડાઓનો સર્વે કરી સલામતીના ભાગરૂપે જરૂરી મરામતની કામગીરી તાકીદે હાથ ધરવા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડી આર સરાડવા ને સૂચનાઓ આપવામાં આવી . હાલમાં જે રીતે જિલ્લા પંચાયતની વિવિધ શાખામાં ખરીદીની પ્રક્રિયા અલગ અલગ જગ્યાએથી કરવામાં આવે છે તેને બદલે સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ GeM પોર્ટલ પરથી એક જ જગ્યાએથી બધી જ શાખાઓ વતી ખરીદી કરવામાં આવે તો જરૂરી પ્રક્રિયાઓ પારદર્શક અને ઝડપથી થાય છે અને એક જ જગ્યાએથી ખરીદી થવાથી મોનીટરીંગ કરવામા સહજતા રહે, ઓછો મેનપાવર જોઈએ તેમજ આર્થિક રીતે પણ ઘણો જ ફા યદો થઇ શકે છે તો તેના અમલી કરણ અંગે જરૂરી કરવા અધિકારીઓ સાથે ચર્ચાકરવા માં આવી.

bhupatbhai bodar 123

આ ઉપરાંત આગામી ચોમાસાની સ્થિતિ ને ધ્યાનમાં લઇ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના રોડ-રસ્તાની હાલની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી તાકિદથી જરૂરી પેચવર્ક / રીપેરીંગ કરવા તેમજ નડતરરૂપ જરૂરી રોડ સાઈડનું જંગલ કટિંગ આગામી ચોમાસા પહેલા પૂર્ણ કરવા તેમજ ગ્રામ્ય કક્ષાએ “મનરેગા” તેમજ “માદરે વતન” યોજનાઓ અંતર્ગત વૃક્ષા રોપણ કરવા અને તેનો વ્યાપ વધારવા કોરોનામાં અવસાન પામેલા લોકોને શ્રદ્ધાંજલિ રૂપે તેમના નામે લોકભાગીદારી થી વધુને વધુ વૃક્ષારોપણ અને તેની જાળવણી થાય તે માટે ડેપ્યુટી ડીડીઓ શ્રી ગોંડલીયા સાહેબને સૂચનાઓ આપવામાં આવી હતી .

જિલ્લા પંચાયતની ગત સામાન્ય સભામાં થયેલ ઠરાવ મુજબ

  1. ગ્રામ્ય વિસ્તારના ચેકડેમોની મરામતની કામગીરી ઝડપી કરવા સર્વે તાકીદે પૂર્ણ કરી જરૂરી કાર્યવાહી કરવા સિંચાઈ વિભાગના ઈજનેર શ્રી ગોહિલને સૂચના આપવામાં આવી તેમજ
  2.  રાજકોટ જિલ્લા પંચાયતની માલિકીના હદ વિસ્તારમાં જાહેરાતના હોર્ડિંગ્સ મુકવા અંગેના લોકેશન ગોતી તેના દર નક્કી કરી ઝડપથી યોગ્ય કાર્યવાહી કરવા બાંધકામ ઈજનેરને સૂચના આપવામાં આવી. આ પ્રકારે હોર્ડિંગ્સ મુકવાથી જિલ્લા પંચાયતને સ્વભંડોળની વધારાની આવક થશે જે લોકઉપયોગી કાર્યો માટે ખર્ચવામાં આવશે.

સંયુક્ત બેઠકમાં કારોબારી અધ્યક્ષશ્રી સહદેવસિંહ જાડેજા, સામાજિક ન્યાય સમિ તિ ચેરમેનશ્રી મો હનભાઇ દાફડા , મહિલા બાલ વિકાસ ચેરમેન શ્રીમતી સુમીતા બેનરા જેશભાઈ ચાવડા, દંડક શ્રી મતીએ એમ તોગડીયા, શાશક પક્ષના નેતા શ્રી વિરલભાઈ પનારા,અધિકારી શ્રી ડેપ્યુટી ડીડીઓ એન એમ ગોંડલીયા, હિસાબી અધિકારી આર ડી ભુવા, પ્રાથમિક શિક્ષણ અધિકારી ડી આર સરાડવા, પ્રોગ્રામ ઓફિસર મનીષા બેન, વહીવટી અધિકારી ડી પી ગોંડલીયા, ડીક્યુ એમ ઓ શ્રી પપ્પુકુમાર સીંઘ,સિંચાઈના કા ઈ શ્રી ગોહિલ, અન્વેષણ અધિકારી શ્રી બી પી ભટ્ટ,ખેતીવાડી અધિકારી આર આર ટીલવા, પશુપાલન અધિકારી શ્રી ડો.કેયુ ખાનપરા,સમાજ કલ્યાણ અધિકારી શ્રી સાંવરિયા વગેરે હાજર રહેલ હતા.અંતમાં પ્રમુખ શ્રીબોદર તેમજ તમામ સમિતિઓના અધ્યક્ષશ્રીઓએ વહીવટી તંત્રને કોઈ પણ કામગીરીમાં જરૂર પડે તો તમામ પ્રકારના સહકારની ખાતરી આપેલ હતી.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment