Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / October 16.
Homeન્યૂઝસૌરાષ્ટ્રના લાખો લોકો માટે ગોંડલ ચોકડીનો રોડ બંધ, જાણો કારણ

સૌરાષ્ટ્રના લાખો લોકો માટે ગોંડલ ચોકડીનો રોડ બંધ, જાણો કારણ

Rajkot
Share Now

સૌરાષ્ટ્રના લાખો લોકો જે (Rajkot) રાજકોટની ગોંડલ રોડ ચોકડીના રસ્તા પર અવરજવર કરે છે તે રસ્તો એક વર્ષ માટે બંધ થયો . આ રોડ પર 1.5 કિલોમીટર લાંબા ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરવાના કારણે ગોંડલ રોડ ચોકડી એક વર્ષ માટે બંધ રખાયો.

આ રોડ બંધ થતાની સાથે જ સૌરાષ્ટ્રના લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ રોડ પર એક સિક્સ લેયર 1.5 કિલોમીટર લાંબા ઓવરબ્રિજનું નિર્માણનું કાર્ય ચાલુ કરવામાં આવ્યું છે. આ બ્રિજ બનાવવામાં કોઈ અડચણ ન આવે તે માટે આ રસ્તાને સંપૂર્ણ પણે બંધ કરી દેવામાં આવ્યો.

ટ્રાફિકને આ રૂટ પર અપાયુ ડાયવર્ઝન

(Rajkot) રાજકોટ શહેરની શરૂઆત ગણાતો એરીયો એટલે ગોંડલ ચોકડી. રાજકોટની ભાગોડે ગોંડલ રોડ પર આ લાંબા ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શનિવારથી જ શરૂ કરી દેવામાં આવી છે. 1.5 કિલોમીટર લાંબા ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શનિવારે 12 વાગ્યાથી જ શરૂ કરી દેવામાં આવી હતી અને આજ સમય દરમિયાન (Rajkot) રાજકોટનો પ્રવેશદ્વાર ગણાતી ગોંડલ ચોકડીને બંધ કરી દેવામાં આવી. આ સાથે જ કાર અને અન્ય ભારી વાહનોને અલગ-અલગ રસ્તા પરથી અવર-જવર કરવા માટે સુચના આપવામાં આવી છે. આ માટે રાજકોટ કલેક્ટરે જાહેરનામુ પણ બહાર પાડ્યું છે. સાથે જ ટ્રાકિકને અન્ય રૂટ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

આ જાહેરનામા મુજબ, ગોંડલ રોડ ચોકડી પર સિક્સ લેયર ઓવરબ્રિજના નિર્માણનું કાર્ય આગામી ટૂંક સમયમાં જ હાઈવે ઓથોરિટી દ્વારા શરૂ કરવામાં આવશે. ગોંડલ રોડ ચોકડી પર સતત વધી રહેલી ટ્રાફીકની સમસ્યાનું નિવારણ કરવા માટે હાઈવે ઓથોરીટી દ્વારા 95 કરોડના ખર્ચે સિક્સ લેયર 1.5 કિલોમીટર લાંબા ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવશે. તેથી બ્રિજનાં નિર્માણમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે ત્રણ ડાયવર્ઝન અપાશે. જેમાં કાલાવડ ચોકડી બાયપાસ, ખોડીયાર હોટેલ, પુનીતનગર પાસે અને કુવાડવા કોટડાસાંગાણી રોડ પરથી ડાયવર્ઝન અપાશે.

આ પણ વાંચો:જમ્મુ કાશ્મીરમાં 570 લોકોની અટાકાયત, આતંકીઓનો સામનો કરવા કેન્દ્ર સરકારે મોકલી નિષ્ણાતોની ટીમ

Rajkot

બ્રિજના નિર્માણથી એક વર્ષ વધુ ટ્રાફિક જામ સર્જાશે

નવા ઓવરબ્રિજથી ગોંડલ રોડ ચોકડી પર સર્જાતા ટ્રાફિકનું નિવારણ આવશે. આ રોડ પર સતત ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી.  જેની અસર વાહનો પર થતી હતી. પરંતુ હવે આ નવા બ્રિજનું નિર્માણ એક વર્ષ ચાલશે.  એક વર્ષ સુધી ચાલનારી કામગીરીમાં આ રુટ પરથી રેગ્યુલર અપડાઉન કરતા લોકોને સૌથી વધુ અસર પડશે. હાલમાં આ ડાયવર્ઝનથી લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. સાથે જ અલગ-અલગ ડાયવર્ઝન હોવાથી ટ્રાફિકની વિકટ સમસ્યા પણ સર્જાશે.

આ પણ વાંચો: ચીન પર ભારતની ચાંપતી નજર, આર્મી ચીફે કહ્યું અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment