Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / October 16.
Homeન્યૂઝRajkot શહેરમાં દિવ્યાંગો માટે ખાસ વેક્સિનેશન પ્રોગ્રામનું આયોજન

Rajkot શહેરમાં દિવ્યાંગો માટે ખાસ વેક્સિનેશન પ્રોગ્રામનું આયોજન

Rajkot
Share Now

રાજકોટ (Rajkot) શહેરમાં ચાલી રહેલી વેક્સિનેશન કામગીરી અંતર્ગત શહેરને ૧૦૦% વેક્સિનેશન કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવો જ અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. હાલ શહેરમાં નિયત કરેલ કોરોના વેકસીન સેન્ટર ખાતે લોકો રસી મુકાવવા માટે આવે છે. પરંતુ હજુ એવા પણ લોકો છે જે વેકસીન સેન્ટર સુધી આવી નથી શકતા. તેવા નાગરિકો માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘરે બેઠા કોરોના વેક્સિન લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

શહેરના દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત અને પથારીવશ લોકો રાજકોટ (Rajkot) મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. હેલ્પલાઇન નંબર ૦૨૮૧-૨૨૨૦૬૦૦ પર ફોન કરવાથી ઘરે આવીને કોરોના વેકસીન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ- World Tourism Day નિમિતે ગુજરાત ટુરિઝમની એક અનોખી પહેલ

Rajkot માં દિવ્યાંગો માટે વેક્સિનેશનનું આયોજન

  •  દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત અને પથારીવશ લાભાર્થીઓને આ વ્યવસ્થાનો લાભ મળશે.
    લાભાર્થીએ હેલ્પલાઇન નંબર પર સવારના ૦૯:૦૦ થી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધી જ ફોનમાં વેકસીન લેનારની વિગત નોંધાવવાની રહેશે.
  • હેલ્પલાઇન કંટ્રોલ રૂમમાંથી જે-તે નજીકના આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં આવતા લાભાર્થીઓને જે-તે આરોગ્ય કેન્દ્ર દ્વારા વેકસીનની સેવા લાભાર્થીને ઘરે પુરી પાડવામાં આવશે.
  • વેકસીનના સ્ટોકની ઉપલબ્ધી, વેકસીન સેસનના સમય, જે-તે આરોગ્ય કેન્દ્રના લાભાર્થીની સંખ્યા વિગેરે બાબતો તથા વેકસીન ગાઈડલાઈનને અનુસરીને હેલ્પલાઇનમાં મળેલ માહિતી બાદ ૨૪ થી ૪૮ કલાકમાં લાભાર્થીને ઘરે વેકસીન આપવાની વ્યવસ્થા ગોઠવેલ છે.
  • હેલ્પલાઇનમાં લાભાર્થીએ મોબાઈલ નંબર, રહેણાંકનું પૂરું સરનામું, વેકસીનના પ્રથમ કે બીજા ડોઝની માહિતી અચૂક લખાવવાની રહેશે.
  • જ્યારે પણ કોર્પોરેશનની વેકસીનેશન ટીમ ઘરે રસી આપવા માટે આવે ત્યારે લાભાર્થીએ પોતાનું આધાર કાર્ડ, મોબાઈલ નંબર તથા લીધેલ વેકસીનની વિગત સ્થળ પર અચૂકપણે રાખવાની રહેશે.
  • રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ અભિગમમાં શહેરના દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત અને પથારીવશ લોકો નિઃશુલ્ક વેકસીનેશન સેવાનો લાભ લેવા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોર અપીલ કરે છે.

18 વર્ષથી મોટી ઉંમરના લોકો કે, જેઓ દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત કે પથારીવશ છે  જેમને કોવિશિલ્ડ રસીનો પ્રથમ ડોઝ લેવાનો હોય અથવા પ્રથમ ડોઝ લીધા બાદ ૮૪ દિવસ પછી બીજો ડોઝ લેવાનો થતો હોય અથવા કોવેક્સિન રસીનો બીજો ડોઝ લેવાનો હોય તેઓએ હેલ્પલાઈન નંબર ૦૨૮૧-૨૨૨૦૬૦૦ પર ફોન કરવાનો રહેશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment