Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeન્યૂઝરાજકોટ મ્યુનિ. 47 લાખની 3 નવી કાર ખરીદશે

રાજકોટ મ્યુનિ. 47 લાખની 3 નવી કાર ખરીદશે

RMC
Share Now

રાજકોટ મ્યુનિ. 47 લાખની 3 નવી કાર ખરીદશે, વિપક્ષના નેતાએ કહ્યું, પ્રજાની સેવા હું તો બાઈક પર બેસીને કરવા તૈયાર, ખોટા ખર્ચની શી જરૂર?

  • મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 38 દરખાસ્ત મંજૂર
  • પ્રજાનાં પૈસે હવે કોર્પોરેશન 3 નવી કાર ખરીદશે

રાજકોટ મહાનગરપાલિકા ફરી એક વખત ચર્ચામાં આવી છે. આજે મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં કરોડોના કામોને મંજૂરી આપી છે. જેમાં પદાધિકારીઓ અને અધિકારીઓ માટે રૂ.47 લાખના ખર્ચે નવી 3 કાર લેવાનો નિર્ણય લેવાયો હતો. આ ખર્ચ બિનજરૂરી હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસનાં મહિલા વિપક્ષ નેતા ભાનુબેન સોરાણીએ જણાવ્યું હતું કે, હું તો બાઇકમાં પણ બેસીને પ્રજાના કામ કરી શકું, કામ કરવા કારની શું જરૂર છે.

પ્રજાના પૈસે કોર્પોરેશને 3 નવી કાર ખરીદવાની જરૂર શું છે?

આ મુદ્દે વિપક્ષ નેતાએ વધુમાં જણાવ્યું હતું કે, શાસક પક્ષના નેતાની કાર 1.98 લાખ કિલોમીટર ચાલી હોવા છતાં નવી કારની ખરીદી કરશે. જ્યારે મારી કાર 3.18 લાખ કિલોમીટર ચાલી હોવા છતાં મને નવી કાર અપાય નથી. હાલ કોરોના મહામારીમાં લોકોના રૂપિયા ખોટી રીતે વ્યય ન કરવા જોઈએ. મારે તો પ્રજાના કામ કરવા છે, હું તો બાઇકમાં પણ બેસીને લોકોના કામ કરી શકું છું. અહીંયા શાસકો ખોટા રૂપિયા બગાડી રહ્યું છે અને કામ નથી કરતું. શહેરના ઘણાં વિસ્તારોમાં માથાડૂબ ખાડા છે. તેના પર કોઈ ધ્યાન નથી આપી રહ્યું અને પ્રજાના પૈસે કોર્પોરેશને 3 નવી કાર ખરીદવાની જરૂર શું છે?

Standing

38 દરખાસ્ત મંજૂર કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે, આજની બેઠકમાં 39 દરખાસ્તોમાંથી સ્ટેન્ડિંગ કમિટીમાં કમિશનર વિભાગમાંથી કુલ 38 દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. જેમાં 1 દરખાસ્તને પરત કરવામાં આવી હતી. આજની સ્ટેન્ડિંગ કમિટીમાં નવી 3 કાર માટે રૂ.47 લાખની રકમને મંજૂરી આપવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. શાસક પક્ષના નેતા, ફાયર ચેરમેન અને ફાયર સુપ્રિટેન્ડન્ટ માટે નવી કાર ખરીદવામાં આવશે.

કામ સરળતાથી થઇ શકે એ માટે કારની ખરીદી

આ મુદ્દે મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, અધિકારીઓનું કામ સરળતાથી થઇ શકે એ માટે અમે કારની ખરીદી કરવાના છીએ. તેમાં શાસક પક્ષના નેતાની કાર માટે રૂ.21.12 લાખ, ફાયર ચેરમેનની કાર માટે રૂ.11.81 લાખ અને ફાયર સુપ્રિટેન્ડેન્ટની કાર માટે રૂ.14.64 લાખની રકમની મંજૂરી આપવામાં આવી છે.

આ પણ જુઓ : ચાલો શાળાએ જઈએ…

ત્યારે તંત્રમાં આરોગ્યકારીમાં ખુબ ધ્યાન દેવાની જરૂર છે :

રાજકોટમાં ડેંગ્યુ, મેલેરિયા, કોલેરા સહિત મચ્છરજન્ય રોગોએ માથુ ઉચક્યું, સિવિલમાં લોકોનો મેળાવડો, આરોગ્યધામમાં જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

  • ચોમાસાની ઋતુમાં મિશ્ર વાતાવરણને કારણે ઋતુજન્ય રોગચાળો વકર્યો
  • લોકોને પાણી ઉકાળીને પીવા અને વાસી ખોરાક ન ખાવા સિવિલની અપીલ

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. આથી મિશ્ર વાતાવરણને કારણે શહેરમાં ડેંગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ટાઈફોઈડ, કોલેરા, ઝાડા-ઉલ્ટી, વાયરલ તાવના કેસમાં વધારો થયો છે. રોગચાળાએ માથુ ઉંચકતા જ રાજકોટની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ છે. સિવાલમાં દર્દીઓ અને તેમના સગાઓનો મેળાવડો જામ્યો છે. આરોગ્યધામમાં જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા છે. લોકો ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો આજે સિવિલમાં જોવા મળી રહ્યાં છે.

People

પાણી ઉકાળીને પીવો અને વાસી ખોરાક ન ખાવઃ સિવિલ

ચોમાસાની ઋતુમાં મિશ્ર વાતાવરણને કારણે ઋતુજન્ય રોગચાળો વકર્યો છે. લોકોને પાણી ઉકાળીને પીવા અને વાસી ખોરાક ન ખાવા સિવિલ હોસ્પિટલ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. આજે સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવી રહેલા દર્દીઓ અને તેમના સગાઓમાં ઘણા માસ્ક વગર પણ જોવા મળ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં જ આ રીતે દ્રશ્યો જોવા મળી રહ્યાં છે ત્યારે કોરોનાની ત્રીજી લહેર આવતા વાર નહીં લાગે તેવી ચર્ચા લોકોમાં ઉઠી છે.

તાવના કેસ આવે તો RT-PCR ટેસ્ટ કરાવીએ છીએઃ સુપ્રિટેન્ડેન્ટ

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનું પ્રમાણ ઓછુ છે. ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો વધ્યા છે. કોલેરાના કેસ ગત મહિના નહોતા પણ આ મહિને નોંધાયા છે. તાવના કેસ આવે તો RT-PCR ટેસ્ટ કરાવીએ છીએ પણ ખુશીની વાત એ છે કે તે દર્દીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવે છે. વાતાવરણ ફરી રહ્યું છે એટલે ઋતુજન્ય રોગ વકરે છે. આથી ચિંતાની વાત નથી. લોકોએ પાણી ગરમ કરીને પીવું જોઇએ. વરસાદ વધુ હોય ત્યારે લોકો બહાર નીકળવાનું ટાળે. સિવિલ હોસ્પિટલ કોઇ પણ પરિસ્થિતિ માટે તૈયાર છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment