Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝરાજકોટના રેસ્ટોરન્ટમાં મલેરિયા છે કે નહિ ?

રાજકોટના રેસ્ટોરન્ટમાં મલેરિયા છે કે નહિ ?

Rmc Health
Share Now

મેલેરીયા પ્લાઝમોડીયા નામના પરોપજીવીથી થતોઅને ચેપી માદા એનોફીલીસ મચ્છરના કરડવાથીફેલાતો રોગ છે. આ મચ્છર મેલેરીયાના દર્દીને કરડી પોતે ચેપી બને છે. આ મચ્છર લોહી લેવા માટે તંદુરસ્ત માણસને કરડે છે અને  મેલેરીયાનો ચેપ તંદુરસ્ત માણસને આપે છે. આ રીતે મેલેરીયાનો ફેલાવો થતો હોય છે. આ મચ્છરો ચોખ્ખા બંધિયાર પાણીમાં પેદા થાય છે. પાણીના સંગ્રહ સ્થાનો જેવાકે પાણીની ટાંકીઓ,કુલર, ફુલદાની, ફ્રિજની ટ્રે, ૫ક્ષીકુંજ, ખાડા – ખાબોચિયા કે અન્યત્ર જયાં વરસાદનું કે અન્ય ચોખ્ખું પાણી ભરાઇરહે ત્યાં એનોફિલીસ મચ્છર પોતાના ઇંડામુકે છે.ઇંડા માંથી પોરા, પ્યુપા અને પુખ્ત મચ્છર બને છે. આ કારણે જ ચોમાસાનીઋતુ દરમ્યાન મચ્છરનુંપ્રમાણ અને મેલેરિયાનો ફેલાવો ઘણો વધી જાય છે.

RMC Health

મેલેરિયા મુક્ત ગુજરાત, ર૦રર અભિયાન અને જુન માસ, ‘’મેલેરિયા વિરોઘી માસ’’ અંતર્ગત રાજકોટને મેલેરિયા મુકત કરવા અને લોકોમાં મચ્છાર ઉત્‍૫તિ અને મેલેરિયા તથા ડેન્યુ બ – ચીકુનગુનિયા રોગ અટકાયત અંગે જાગૃતિ આવે તે માટે વિવિઘ આરોગ્ય શિક્ષણ તથા જુદા – જુદા પ્રિમાઇસીસ તપાસી વાહક નિયંત્રણ કામગીરીની સઘન ઝુંબેશ હાથ ઘરી મેલેરીયાને અટકાવવા તથા મેલેરીયા મુક્ત ગુજરાત – ૨૦૨૨ સાર્થક માટેના પ્રયત્નો હાથ ધરવામાંઆવેલ છે.

આ પણ જુઓ : દુષિત પાણીથી હાલાકી

મેયરશ્રી ડો. પ્રદિ૫ ડવ, ડેપ્યુટી મેયરશ્રી ડો દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કર પટેલ, મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ, શાસક ૫ક્ષ નેતાશ્રી વિનુભાઇ ઘવા, દંડકશ્રી સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતી ચેરમેનશ્રી ડો. રાજેશ્રીબેન ડોડીયાની સુચના અનુસાર આરોગ્ય અઘિકારી ડો. લલીત વાજા, નાયબ આરોગ્ય અધિકારી ડો. પી. પી. રાઠોડ, નાયબ આરોગ્ય્ અધિકારી ડો. મનીષ ચુનારા તથા બાયોલોજીસ્ટબ શ્રી વૈશાલીબેન રાઠોડના માર્ગદર્શન હેઠળ મેલેરિયા વિભાગના કર્મચારીઓ દ્વારા તા.૧૫/૬/૨૦૨૧ અને તા.૧૬/૬/૨૦૨૧ દરમ્યાન શહેરના મુખ્યિ અને સંવેદનશીલ વિસ્તાયરોમાં આવેલ હોટલ–રેસ્ટોરેન્ટ કે જયાં મોટો માનવ સમુહ એકત્રિત થાય છે ત્યાં ચેકીંગ તથા આરોગ્ય શિક્ષણની કામગીરી હાથ ઘરવામાં આવેલ. આ કામગીરીમાં જુદા – જુદા વિસ્તારો માંથી કૂલ – ૧૬૨ હોટલોની મચ્છર ઉત્‍૫તિ સબબ મુલાકાત લઇ ૭૦ હોટલોએ મચ્છરની ઉત્‍૫તિ જોવા મળતા અથવા મચ્છાર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્થિચતી જોવા મળતા નોટીસ આ૫વામાં આવેલ.

RMC Health

 

 •            શીવશક્તિ હોટલ – જંકશન સ્ટેશન રોડ
•             મોરીસહોટલ – ભુતખાનાચોક
•             હોટલકિંગપેલેસ – ઢેબર રોડ
•              હોટેલ સેન્યેસા – યાજ્ઞિક રોડ
•             પેરેમાઉનટ હોટેલ – લીંબડા ચોક
•             હોટેલ સિલ્વર ઇન – લીંબડા ચોક
•             હોટેલ જયસન – લીંબડા ચોક
•             હોટેલ મરાસા સરોવર – લીંબડા ચોક
•             હોટેલ એવરગ્રીન – લીંબડા ચોક
•             ગાર્ડન ૫રોઠા હાઉસ – માર્કેટીંગ યાર્ડ, સર્વિસ રોડ
•             મનોહર ૫રોઠા હાઉસ – આર.ટી.ઓ. ઓફિસની બાજુમાં
•             ઢોસા હાઉસ કુવાડવા રોડ – કુવાડવા રોડ પાસે
•             શિવ શકિત રેસ્ટોરેન્ટ – કુવાડવા રોડ વી – પાવર પેટ્રોલ પં૫
•             સોરઠિયા રેસ્ટોરેનટ – ભારત પેટ્રોલ પં૫ સામે કુવાડવા રોડ
•             સ્વાદ રસથાળ ફેમેલી રેસ્ટોરેનટ – ભારત પેટ્રોલ પં૫ સામે કુવાડવા રોડ
•             ગણેશ રેસ્ટોરેન્ટ – કોઠારીયા રીંગ રોડ
•             જય ખોડીયારરેસ્ટોરેન્ટ – કોઠારીયામેઇન રોડ
•             બાલ ગોપાલ રેસ્ટોરેન્ટ – મોરબી રોડ, જકાતનાકા
•             અવઘ રેસ્ટોરેન્ટ – મોરબી રોડ, જકાતનાકા
•             દાસ કા ઢાબા – મોરબી રીંગ રોડ
•             હેરી પંજાબી ઢાબા – મોરબી રોડ, જકાતનાકા
•             હોટલ ક્રોમ – કુવાડવા રોડ
•             વેણુ હોટલ – કોઠારીયા મે. રોડ
•             શ્રી હરેકૃષ્ણા હોટલ – કોઠારીયા મે. રોડ
•             રાઘાકૃષ્ણ હોટલ – નેશનલ હાઇવે
•             હોટલ તલસાણીયા – ૧૫૦ ફુટ રીંગ રોડ
•             હોટલ દેવભવન – ૧૫૦ ફુટ રીંગ રોડ
•             ગણેશ રેસ્ટોરન્ટ – ૧૫૦ ફુટ રીંગ રોડ
•             ફેન્ડ્રસ કાફે – ૧૫૦ ફુટ રીંગ રોડ
•             આઇ શ્રી ખોડિયાર હોટલ – ૧૫૦ ફુટ રીંગ રોડ
•             પ્રેમવાટીકા રેસ્ટોરન્ટ – ૧૫૦ ફુટ રીંગ રોડ
•             ઘ જંકયાર્ડ રેસ્ટોરેન્ટ એન્ડ કાર્ફ – ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ
•             કિષ્ના રેસ્ટોરેન્ટ – ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ
•             ઘ સેકન્ડ વાઇફ રેસ્ટોરેન્ટ – ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ
•             નંદનવન હોટલ – ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ
•             ગીરગામઠીકાઠીયાવાડી ઝા૫ડા – ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ
•             ફસ્ટફાઇક રેસ્ટોરેન્ટ – ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ
•             ફુડ સીટી – ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ
•             ગોકુલઘામ રેસ્ટોરેન્ટ – ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ
•             કાઠિયાવાડી.કોમ – ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ
•             સાંજા ચુલા ફુડ ઝોન – ૧૫૦ ફુટ રીંગ રોડ, ઇન્દીરા સર્કલ
•             રાજઘાની રેસ્ટોરેન્ટ – ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજબેંક પાસે
•             પંડીત રોટીવાલા રેસ્ટોરેન્ટ – ૧૫૦ ફુટ રીંગ રોડ, હોટલસાંજાચુલાની બાજુમાં
•             સત્ય વિજય આઇસ્ક્રીમ – ૧૫૦ ફુટ રીંગ રોડ, રોયલ પાર્ક
•             માં પાઉભાજી પુલાવ – રોયલ પાર્ક, ૧૫૦ ફુટ રીંગ રોડ
•             મેકડોનાલ્ડસ – કાલાવડ રોડ, નાના મોવા
•             સીલ્વર પ્લાઝા – મવડી ચોક
•             ખોડલ ડાઇનીંગ હોલ – મવડી ચોક
•             મટુકી રેસ્ટોરેન્ટ – ૮૦ ફુટ રોડ, મવડી
•             ખોડલ ફેન્સી ઢોસા – ૮૦ ફુટ રોડ, મવડી
•             ક્રિષ્ના પાર્ક રેસ્ટોરેન્ટ – ગોંડલ રોડ
•             પ્રેમવતી રેસ્ટોરેન્ટ – બાપાસીતારામ ચોક
•             શિવ ઢોસાપાઉભાજી – અક્ષર માર્ગ
•             પટેલ વિહાર રેસ્ટોરેન્ટ – યુનિ. રોડ, જલારામ  –  ર
•             પટેલ વિહાર ૫રોઠા હાઉસ – યુનિ. રોડ વરદ મેડિકલ સામે
•             ફેન્સી ઢોસા રેસ્ટોરેન્ટ – જીવરાજ પાર્ક, મોદી સ્કુલ પાછળ
•             હીર રેસ્ટોરન્ટ – નાનામવા મે. રોડ, મોકાજી સર્કલ
•             સિઘ્ઘેશ્વર ઢોસા રેસ્ટોરેન્ટ – નાનામવા મે. રોડ સર્કલ પાસે
•             શિવાંગ હોટલ – ભુપેન્દ્ર રોડ
•             સોનલ ભેળ હાઉસ – ૮૦ ફુટ રોડ,
•             હોટેલ હામોની – લીંમડા ચોક
•             હોટેલ ગેલેકસી – એમ.જી. ચોક
•             ભગવતી ફાસ્ટફુટ – રેસકોર્ષ રીંગ રોડ
•             ચાઇસુટાબાર – રેસકોર્ષ રીંગ રોડ
•             દાનાપાની – કિશાન૫રા ચોક
•             વુંદાવન રેસ્ટોરેન્ટ – ૧૫૦ ફુટ રીંગ રોડ, મવડી ચોકડી પહેલા
•             શિવ ડાઇનીંગ હોલ – ૧૫૦ ફુટ રીંગ રોડ, મવડી ચોકડી પહેલા
•             ગણેશ ફુડ ઝોન – ૧૫૦ ફુટ રીંગ રોડ, મવડી ચોકડી પહેલા
•             ઘ ગીરીરાજ રેસ્ટોરેન્ટ – ૧૫૦ ફુટ રીંગ રોડ, મવડી ચોકડી પહેલા
•             રવેચી હોટલ – ૧૫૦ ફુટ રીંગ રોડ, બાલાજી હોલ પાસે

RMC Health

મેલેરિયાનો મચ્છર રાત્રે કરડતો હોવાથીરાત્રે મચ્છરદાનીમાં સુવું,મચ્છરઅગરબતી ધુપ સળગાવવો. આ રોગનો ફેલાવો કરતા મચ્છર ચોખ્ખા બંધીયાર પાણીમા પેદા થાય છે. તેથી અઠવાડીયામાં એકવાર ઘરના તમામ પાણીના પાત્રોને ઘસીને સાફ કરવા જોઇએ.ટાંકા ઢાંકીને રાખવા તથા બંધિયાર પાણી પર બળેલુ ઓઇલ નાખવું. મચ્છર ઉત્પત્તિ અટકાવી મેલેરીયા રોગથી બચી શકાય. તાવ આવે તોતુરંત નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઇ લોહીનુ પરિક્ષણ કરાવીમેલેરિયાનું નિદાન અને સારવાર વિના મુલ્યે કરાવવી.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

No comments

leave a comment