Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeનેચર & વાઈલ્ડ લાઈફવૃક્ષોનું કતલ નહીં વાવેતર જરૂરી

વૃક્ષોનું કતલ નહીં વાવેતર જરૂરી

plantation rajkot
Share Now

 

શહેરો સ્માર્ટ બનવાના કારણે વૃક્ષોની સંખ્યામાં ધરખમ ઘટાડો થઇ રહ્યો છે. વૃક્ષો કાપી નાખવામાં આવે છે અને શહેરનો વિસ્તાર વધારવામાં આવી રહ્યો છે. ઓવર બ્રિજ – અંડર બ્રિજ બનવાના કારણે વૃક્ષો કાપી રસ્તાની પહોળાઈમાં વધારો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે વુર્ક્ષોની સંખ્યા ઘટી રહી છે અને પ્રાણવાયુ લોકોને જરૂરી મળી ના શકે તેવું પણ બની રહ્યું છે. કોરોના મહામારીમાં સ્વચ્છ અને શુદ્ધ હવાની જયારે કોરોના સંક્રમિત દર્દીને જરુરુ હોઈ ત્યારે તેને પણ જરૂરી પ્રાણવાયુ ના મળી શક્યો અને જેથી અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી બાજુ ગામડાઓ શહેરો તરફ વળી રહ્યા છે જેથી ગામડામાં પણ શહેરની માફક વિકાસ કરવા વૃક્ષોનું બલિદાન આપવામાં આવે છે. જેથી વર્ષમાં એક વખત આવતો દિવસ ૫ જૂન – વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે કે જે એક દિવસે પણ જો વૃક્ષના ફાયદાઓ સમજાવવમાં આવે અને લોકોમાં જાગૃતિ લાવવામાં આવે તો દેશમાં હરિયાળી છવાય શકે છે. જેથી દેશભરમાં અનેક સરકારી, ખાનગી કચેરીઓ કે ઓફિસો અને શાળામાં વૃક્ષરોપણ જેવા કાર્યક્રમો કરવામાં આવે છે.

enviornment day

હાલના ગ્રીનહાઉસ ઇફેકટ અને ગ્લોબલ વોર્મીંગના સમયમાં કલાયમેટ ચેન્જને નિયંત્રણમાં રાખવા વિશ્વમાં પર્યાવરણીય જતન માટે વૃક્ષારોપણ અને વૃક્ષોના જતન અને સંવર્ધનનું મહત્વ અગ્રેસર રહયું છે. પર્યાવરણીય અસંતુલનને નિયંત્રણમાં લાવવા સમગ્ર વિશ્વ જયારે ભારત તરફ મીટ માંડી રહયું હોય ત્યારે વૃક્ષોને દેવતુલ્ય માનતા ભારતીય સંસ્કૃતિના વાહક નાગરિકો વૃક્ષારોપણ સાથે તેના જતન અને સંવર્ધન માટે ઉત્સાહભેર સહભાગી બને તે માટે વિશ્વ પર્યાવરણ દિનની પ્રતિવર્ષ ઉજવણી રાજય સરકાર દ્વારા થઇ રહી છે.

રાજકોટ ખાતે વૃક્ષરોપણ કાર્યક્રમ ઉજવાયો :

રાજકોટ ખાતે વિશ્વ પર્યાવરણ દિનની જીલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે રાજકોટ શહેર સ્થિત મહર્ષી અરવિંદ કોમ્પલેક્ષ સામેના મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડનમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાજયના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે વૃક્ષારોપણ, અને રોપા વિતરણ દ્વારા કરાયો હતો.

આ પ્રસંગે મંત્રીશ્રી રાદડિયાએ વૃક્ષોનું જીવનમાં મહત્વ દર્શાવતા જણાવ્યું હતું કે સાંપ્રત કોરાના મહામારીના સમયે પર્યાવરણીય શુધ્ધીકરણ અને વૃક્ષોના જતન અને સંવર્ધનની કિંમત લોકોને સમજાઇ છે. શુધ્ધ ઓકસીજન માટે, વાતાવરણની શુધ્ધી માટે વધારેમાં વધારો વૃક્ષો ઉછેરાય તે જરૂરી છે. રાજય સરકાર પણ આ માટે સતત પ્રયત્નશિલ છે. ત્યારે આપણા ભવ્ય સાંસ્કૃતિ વારસા મુજબ વૃક્ષોનું વાવેતર અને જતન સંવર્ધન માટે સૌ નાગરીકો સંકલ્પબધ્ધ બને તે આવશ્યક છે. હાલમાં જ વાવાઝેાડાને કારણે અનેક વૃક્ષોનો નાશ થયેલો છે. ત્યારે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આ તમામ વિસ્તારોમાં વધુમાં વધુ વૃક્ષોને ઉછેરવા કટ્ટીબધ્ધ બનવા અનુરોધ કર્યો છે. જેથી ગ્રીન ગુજરાતની સંકલ્પના પરિપૂર્ણ કરી શકાય.

આ પણ જુઓ : નવજાત બાળપુષ્પએ આપી મોતને મ્હાત

કાર્યક્રમમાં રાજકોટ મેયર રહ્યા હાજર :

rajkot mayor રાજકોટના મેયર ડો. પ્રદિપ ડવએ રાજકોટમાં વૃક્ષારોપણની માહિતી આપતાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં જ કુલ ૧૫૨ નાના મોટા બગીચાઓનું નિર્માણ કરાયું છે અને વધુ ૬ બગીચાઓ તૈયાર કરાયેલ છે. ગયા વર્ષે જ મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ રાજકોટને સાંસ્કૃતિક રામવનનું નવલું નઝરાણું ભેટ ધર્યું છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટના આજી ડેમ પાસેના વિસ્તારમાં ૪૭ એકરમાં નિર્માણ થઇ રહેલ રામવનમાં તીર્થકર વન, નક્ષત્ર વન અને રાશિ વન માનવ જીવનના બહુ ઉપયોગી અને સંસ્કૃતિના ભાગરૂપ ઔષધીય વનના ભાગો વનવિભાગના માર્ગદર્શન હેઠળ વિકસિત કરાઇ રહેલ છે. જે રાજકોટવાસીઓને ફરવાલાયક એક નવું સ્થળ બની રહેશે.

કાર્યક્રમના પ્રારંભે કમિશ્નરશ્રી ઉદીત અગ્રવાલે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દીક સ્વાગત કર્યું હતું. જયારે ફોરેસ્ટ વિભાગના અધિકારીશ્રી અશ્વીનભાઇ પરમારે આભાર વ્યકત કર્યો હતો.

કાર્યક્રમના અંતે મંત્રીશ્રી રાદડીયા અને મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઇ ભંડેરી સહિતના મહાનુભાવોના હાસ્તે વૃક્ષારોપણ અને નગરજનોને તુલસી સહિતના વિવિધ રોપાઓનું વિતરણ કરાયું હતું.

કાર્યક્રમમાં અનેક મહાનુભાવો રહ્યા હાજર :

આ કાર્યક્રમમાં ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષશ્રી ઉદય કાનગડ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનશ્રી પુષ્કરભાઇ પટેલ, દંડકશ્રી સુરેન્દ્રસિંહ વાળા, ડી.સી.એફ. શ્રી રવીકુમાર, નાયબ મ્યુનિસીપલ કમીશ્નરો સર્વશ્રી બી.જી. પ્રજાપતિ, ચેતન નદાણી, બાગબગીતચા સમિતિના ચેરમેનશ્રી અનીતાબેન ગોસ્વામી, કોર્પારેટરો સર્વશ્રી અલ્પનાબેન દવે, કુસુમબેન ટેકવાણી, બાબુભાઇ ઉધેરેજા અને નરેન્દ્રસિંહ જાડેજા સહિત કોર્પોરેશન અને વનવિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહયા હતા.

જંગલો બચાવવા જરૂરી :

શહેરોના વિકાસ અર્થે જંગલોના કતલ કરવામાં આવે છે. જંગલોનો વિનાશ થવાના કારણે વૃક્ષોની અછત થવા લાગી છે અને જેથી અનેક રોગોને આમંત્રણ મળી રહ્યા છે. વધતી બીમારીઓ સામે લડવા અને શારીરિક તથા માનસિક સ્વસ્થ રહેવા વૃક્ષોનો સહારો ખુબ જ જરૂરી છે. જેથી શહેરને ગ્રીન બનાવવા માટે દરેક લોકોએ પ્રતિજ્ઞા લેવાની જરૂર છે અને વાર – તહેવાર કે કોઈ તિથિ પર એક વ્યક્તિએ એક વૃક્ષ વાવી દેશનું જતન કરવું જોઈએ.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment