રાજકોટ(Rajkot) જિલ્લાના ઉપલેટા(Upleta) તાલુકાના કટલેરી માર્કેટમાં બ્લાસ્ટ થતાં બે વ્યક્તિઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા છે. મળતી માહિતી અનુસાર બ્લાસ્ટમાં મૃત્યુ પામનાર બંને વ્યક્તિઓ ઉપલેટા કટલેરી માર્કેટમાં આવેલ ભંગારની દુકાનમાં કામ કરતાં હતા. બ્લાસ્ટને કારણે મૃત્યુ પામેલ વ્યક્તિઓમાં એકનું નામ રજાક અજીત કાણા( ઉ.વ. 60) અને બીજા વ્યક્તિનું નામ રહીશ રજાક કાણા ( ઉ.વ. 27) હતી. બ્લાસ્ટ થવાની ઘટના અંગેની જાણકારી મળતા જ ૧૦૮ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
બ્લાસ્ટનો અવાજ સંભલાતજ લોકોના ટોળાં એકઠા થયા
રાજકોટ(Rajkot) જિલ્લાના ઉપલેટા તાલુકાના કટલેરી માર્કેટમાં બ્લાસ્ટ થતાં બે લોકો મૃત્ય પામ્યા છે. ત્યારે આ ઘટના બનતા લોકોના ઘટનાસ્થળે ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા. અને ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી.જો કે, બ્લાસ્ટ કી રીતે થયો તે અંગે હજુ સુધી કઈ કારણ બહાર આવ્યું નથી. હાલ આ ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તેમજ પોલીસે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો:PM Modi US Visit: 7 સમુદ્ર પાર 7 વખત જતા પીએમ મોદી
અગાઉ ભિલોડામાં બ્લાસ્ટ થતાં 2નાં મોત નિપજ્યાં હતાં
ઉલ્લેખનીય છે કે, અગાઉ શામળાજી નજીક આવેલ ભિલોડા તાલુકાના ગોઢકુલ્લા ગામમાં એક રહસ્યમય બ્લાસ્ટ થયો હતો. જેમાં મોટો ખુલાસો થયો હતો કે, આ બ્લાસ્ટ હેન્ડ ગ્રેનેડના કારણે થયો હતો. ત્યારે બ્લાસ્ટ મામલે ગુજરાત ATSએ પણ હવે તપાસ ચાલુ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જે ગ્રેનેડથી બ્લાસ્ટ થયો હતો તે ભારતનું નથી. પરંતુ તે ચાઈના કે પાકિસ્તાનનું હોવાની શંકા છે. ત્યારે બોર્ડર પરથી ગ્રેનેડ દેશની અંદર કેવી રીતે પહોંચ્યો તે દિશામાં તપાસ હાલ ચાલી રહી છે. જોકે ગ્રેનેડ કયો હતો તેના ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ(Rajkot) જિલ્લાના ઉપલેટા તાલુકાના કટલેરી માર્કેટમાં બ્લાસ્ટ થતાં બે વ્યક્તિઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા છે. મળતી માહિતી અનુસાર બ્લાસ્ટમાં મૃત્યુ પામનાર બંને વ્યક્તિઓ ઉપલેટા કટલેરી માર્કેટમાં આવેલ ભંગારની દુકાનમાં કામ કરતાં હતા. બ્લાસ્ટને કારણે મૃત્યુ પામેલ વ્યક્તિઓમાં એકનું નામ રજાક અજીત કાણા( ઉ.વ. 60) અને બીજા વ્યક્તિનું નામ રહીશ રજાક કાણા ( ઉ.વ. 27) હતી. બ્લાસ્ટ થવાની ઘટના અંગેની જાણકારી મળતા જ ૧૦૮ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4