રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે અસંખ્ય મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. ખાસ કરીને દિવાળી તથા જન્માષ્ટમીના તહેવારો દરમિયાન મુલાકાતીઓની વિશષ ભીડ રહે છે. હાલ દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે. ઝૂ ખાતે દિવાળીથી ત્રિજ સુધીના (તા.૦૪/૧૧/૨૦૨૧ થી તા.૦૭/૧૧/૨૦૨૧ સુધી) ચાર દિવસમાં કુલ ૫૨,૨૭૫ સહેલાણીઓ પધારતા રાજકોટ મહાનગરપાલિકાને રૂા.૧૩,૦૭,૨૦૫/-ની આવક થયેલ છે. તહેવારોને ધ્યાને રાખી ગત શુક્રવાર નૂતન વર્ષના દિવસે પણ ઝૂ મુલાકાતીઓ માટે શરૂ રાખવામાં આવેલ હતુ. નિયમીત રીતે ઝૂ દર શુક્રવારે વિકલી મેઇન્ટેનન્સ માટે મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે નુતન વર્ષના દિવસે શુક્રવાર આવતો હોવાથી મુલાકાતીઓની સગવડતા માટે અને મુલાકાતીઓ નુતન વર્ષના દિવસે પાર્કની મુલાકાત લઇ શકે તે હેતુથી શુક્રવારના દિવસે ઝૂ શરૂ રખાતા આ દિવસે ૧૪,૮૪૯ મુલાકાતીઓ ઝૂ ખાતે પધારેલ.
એક પણ મુશ્કેલીની ફરિયાદ ન મળી તહેવારના દિવસોમાં
તહેવારનાં દિવસોમાં મુલાકાતીઓની વિશેષ ભીડ રહેતી હોવાથી તંત્ર દ્વારા અગાઉથી જ મુલાકાતીઓને કોઇપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવેલ. જેમાં ટીકીટબુકીંગ માટે લાંબી કતારો ન લાગે તે માટે ૦૬ ટીકીટબુકીંગ કાઉન્ટર શરૂ કરવામાં આવેલ, મુલાકાતીઓ માટે હેન્ડ સેનીટાઇઝર, થર્મલ ગન તથા ફર્સ્ટ એઇડ સુવીધા, વાહન પાર્કીગમાં મુશ્કેલી ન પડે તે માટે વધારાના સીક્યુરીટી ગાર્ડની વ્યવસ્થા, બેટરીકાર માટેનું અલગ સ્ટેન્ડ, માઇકીંગ સીસ્ટમ, સમગ્ર ઝૂ પરીસરમાં વહેલી સવારથી જ દૈનીક સફાઇ વ્યવસ્થા વિગેરે કરવામાં આવેલ. તંત્ર દ્વારા અગાઉથી જ તમામ તૈયારીઓ કરાતા મુલાકાતીઓને કોઇપણ પ્રકારની મુશ્કેલીઓ પડેલ નથી અને મુલાકાતીઓ તરફથી એકપણ ફરીયાદ મળેલ નથી.
આ પણ વાંચો : પવિત્ર યમુના નદી બની ઘાતક, ઝેરી ફીણ વચ્ચે શ્રધાળુઓએ કર્યું સ્નાન
ઝૂ ઇન્ટરપ્રીટેશન સેન્ટર મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર
હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી ૫૭ પ્રજાતિઓનાં કુલ ૪૫૬ વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. જેમાં ખાસ આકર્ષણ ધરાવતા એશિયાઇ સિંહ, સફેદ વાઘ, રોયલ બેંગાલ ટાઇગર, દિપડા, હિમાલયનાં રીંછ, સ્લોથ રીંછ, જળ બિલાડી, ચાર પ્રકારનાં શ્વાનકુળનાં પ્રાણીઓ, ચાર પ્રકારનાં વાંદરાઓ, વિવિધ પ્રજાતીઓનાં સાપ, બે પ્રકારની મગર, જુદી જુદી પ્રજાતીઓનાં હરણો તથા વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ વિગેરેઓને આધુનીક પાંજરાઓ બનાવી મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરી વન્યપ્રાણીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે. આ ઉપરાંત ચાલુ વર્ષે ઝૂ ઇન્ટરપ્રીટેશન સેન્ટર મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેલ છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4