Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝરાજકોટના રમકડાંની દેશ વિદેશમાં માંગ

રાજકોટના રમકડાંની દેશ વિદેશમાં માંગ

Toy Factory
Share Now

રાજકોટ ખાતે ટોય પાર્કના નિર્માણ માટે ડિમાન્ડ સર્વે તેમજ જમીન ગ્રહણ સહિતની પ્રક્રિયા હાથ ધરાઈ

‘‘મેક ઈન ઈન્ડીયા’’ના અભિગમ સાથે ટોયઝ ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર બનતી રાજકોટની ટોય ઇન્ડસ્ટ્રી

બાળકના જન્મ સાથે પરિવારજનો, સ્નેહીઓ ગિફ્ટ આપે ત્યારે સૌથી પહેલો ઓપ્સન શું હોઈ શકે? કલરફુલ કપડાં અને જેને જોઈ પ્રત્યેક બાળક આનંદિત થઈ જાય તેવા રમકડાંઓ. બાળકોની સપ્તરંગી દુનિયામાં રમકડાંનું અનેરું આકર્ષણ રહેલું છે. એવું એકપણ બાળક નહીં હોઈ જેનું બાળપણ રમકડાં સાથે રમતા રમતા પસાર થયું ન હોય. બાળકને ગમ્મત સાથે જ્ઞાન, શિક્ષણ પૂરું પાડતા રમકડાંઓ જેટલા અદ્દભૂત હોઈ છે, તેટલી જ રોચક છે તેના નિર્માણની પ્રક્રિયા.બાળકોને નાસ્તાના પેકેટમાંથી મળતા રમકડાંની ગિફ્ટનું ખુબ જ મોટું બજાર છે. કાર્ટૂન કેરેકટર્સ હોઈ કે ફન આપતા પ્રમોશનલ ટોયઝ, કે પછી રમકડાંની દુકાનમાંથી મળતા જ્ઞાન સાથે ગમ્મત પુરી પાડતા અનેકવિધ રમકડાંઓ. બાળકોને કોઈપણ રમકડા હોય તેનું ગજબનું આકર્ષણ હોઈ છે. આવા રમકડાના ઉત્પાદનમાં અત્યાર સુધી પુરી દુનિયામાં ચાઈનીઝ ઇન્ડસ્ટ્રીઝની નામના હતી. પરંતુ હવે ચાઈનીઝ ઈન્ડટ્રીઝને મ્હાત આપવા આત્મનિર્ભર ભારત અભિગમ અંતર્ગત ભારતની ટોયઝ ઈન્ડસ્ટ્રીઝ આગળ આવી રહી છે. રમકડાં બનાવવાની અને તેના માર્કેટિંગની કપરી કામગીરીને ભારતીય સ્કિલ અને મેન પાવરના માધ્યમથી સમગ્ર વિશ્વને નવો વિકલ્પ પૂરો પાડી રહી છે, ભારતીય મેક ઈન ઇન્ડિયા ટોયઝ ઇન્ડસ્ટ્રીઝ.

Toy Factory

સરકાર દ્વારા એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગોને આગળ લાવવા પુરી પડાતી વિવિધ યોજનાકીય સહાયના કારણે આજે અનેક ઇન્ડસ્ટ્રીઝ આગળ આવી છે. જેમાંની એક ઈન્ડસ્ટ્રીઝ એટલે રાજકોટની અદિતિ ટોયઝ પ્રાઈવેટ લિમિટેડ કંપની. આ કંપનીના ડીરેકટરોએ સરકારની વિવિધ યોજના-સહાયની સાથે તેમના સાહસ થકી ટોયઝ ઇન્ડસ્ટ્રીમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કંપનીના ડિરેક્ટર ડો. સુભાષભાઈ ઝાલા જણાવે છે કે, ભારતમાં ૧૨ હજાર કરોડના રમકડાના માર્કેટને ધ્યાને લઈ અમે વર્ષ ૨૦૧૪ માં રમકડાં બનવવાના શ્રી ગણેશ કરેલા. ટાંચા સાધનો સાથે ફેક્ટરી શરુ કરેલી. અનુભવે અને માર્કેટની વિશાળતા જોતા ફાયનાન્સિયલ સપોર્ટ તેમજ રાજ્ય સરકારની યોજનાના લાભ સાથે ધીરે ધીરે અમે કંપની અને ઉત્પાદનનો વ્યાપ વિસ્તારતા ગયા. આજે અમે રોજના ૧૦ લાખ જેટલા પ્રમોશનલ ટોયઝનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવીએ છીએ. સાથો-સાથ કંપનીના ૨૦૦ કર્મચારીઓ ઉપરાંત ૭૦૦ જેટલી મહિલાઓને પરોક્ષ રીતે પણ રોજગારી પુરી પાડી રહ્યા છીએ.

આ પણ જુઓ : તબીબોનો શાંતિપૂર્ણ વિરોધ

  •  અદિતી ટોયઝ ઈન્ડસ્ટ્રીઝમાં ૨૦૦ કર્મચારીઓ ઉપરાંત ૭૦૦ જેટલી મહિલાઓને પરોક્ષ રીતે મળી રહી છે રોજગારી
  •  સરકારના આત્મનિર્ભર પેકેજ અન્વયે લોન – સહાય અન્વયે અત્યાર સુધીમાં પચાસેક લાખની કેપીટલ સબસીડી અને ત્રીસેક લાખ જેટલી ઈન્ટરેસ્ટ સબસીડીનો લાભ મળ્યો છે
  •  ઇનહાઉસ ડિઝાઈનિંગ, મોલ્ડિંગ, એસેમ્બલિંગ, પેકેજીંગ યુનિટ સાથે રોજના ૧૦ લાખ જેટલા પ્રમોશનલ ટોઈઝનું નિર્માણની ક્ષમતા
  •  કેન્દ્ર સરકાર દ્વારા ઈમ્પોર્ટ ડ્યુટી તેમજ બી.આઈ.એસ. માર્ક ફરજીયાત કરતા ભારતીય ટોય ઇન્ડસ્ટ્રીઝને ચાઈના સામે રાહત
  •  ભારતના ૧૨ હજાર કરોડના રમકડાંના માર્કેટમાં ગુજરાતની ટોય ઇન્ડસ્ટ્રીઝ લાવશે ક્રાંતિ

Toy Factory owner

કોરોનાના કારણે પ્રધાનમંત્રીશ્રી દ્વારા ‘‘મેક ઈન ઇન્ડિયા’’ તેમજ ‘‘આત્મ નિર્ભર ભારત’’ અભિયાનની જે ઝૂંબેશ હાથ ધરાઈ હતી તેના કારણે લોકોના સ્વદેશી ચીજ વસ્તુ તરફ વધેલા વલણની સાથો-સાથ ચાઈનીઝ રમકડાં પર ૬૦ ટકા જેટલી ઈમ્પોર્ટ ડ્યુટી તેમજ બી.આઈ.એસ. સ્ટાન્ડર્ડ ફરજીયાત કરાતા ચાઈનીઝ રમકડાં સામે ભારતીય રમકડાંનું બજાર ઉંચકાયું છે. અમે ભારત ઉપરાંત આફ્રિકા, બાંગ્લાદેશ અને નેપાળ સહિતના અનેક દેશમાં રમકડાં એક્સપોર્ટ કરી રહ્યા છીએ. એટલું જ નહીં આપણે ત્યાં જરૂરી મેન પાવર સરળતાથી મળી રહેતો હોઈ રમકડાં બનાવવા માટે ડિઝાઈનિંગ, મોલ્ડિંગ પ્રોડક્સન, પેકેજીંગ સારી રીતે થઈ શકવાથી મોટા પાયે વ્યાજબી દરે રમકડાંનું ઉત્પાદન કરી શકાય છે. આ જ કંપનીના અન્ય ડિરેકટરશ્રી અરવીંદભાઈ ઝાલા કહે છે કે, અમે પ્રમોશનલ ટોયઝમાં ૨૦૦ જેટલી વેરાયટી બનાવીએ છીએ. અમને સરકારના આત્મ નિર્ભર પેકેજ અન્વયે લોન – સહાયના લાભ મળ્યા છે. અત્યાર સુધીમાં અમને પચાસેક લાખની કેપીટલ સબસીડી અને ત્રીસેક લાખ જેટલી ઈન્ટરેસ્ટ સબસીડીનો લાભ મળ્યો છે. આ નાણાંકિય લોન – સહાયના કારણે અમને મેન્યુફેકચરીંગ સેકટરમાં ઘણો ફાયદો થયો છે.

Toy Factory Employ

કોરોનાના સમયમાં દેશમાં આત્મનિર્ભર ભારતની જે મુવમેન્ટ ચાલી છે, તેનાથી અમને ખૂબ જ મોટા પ્રમાણમાં ઈન્કવાયરી આવવા લાગી છે. મેડ ઈન ઈન્ડીયા ટોયઝની માગ પણ વધી છે, તેમ જણાવી શ્રી ઝાલા વધુમાં કહે છે કે, હાલમાં અમે મોટા રમકડાં બનાવવાની દિશામાં આગળ વધી રહયાં છીએ. આત્મ નિર્ભર ભારત અભિયાનને ધ્યાને લઈ લોકોની મેડ ઈન ઈન્ડીયા ટોયઝની માંગને પૂરી કરવા આગામી ૬ માસમાં ૧૦૦ જેટલી નવી પ્રોડકટ માર્કેટમાં લોન્ચ કરવાનું અમારૂં લક્ષ્ય છે.રાજકોટના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી કિશોર મોરી જણાવે છે કે, એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગનું હબ બની રહેલા રાજકોટના ઔદ્યોગિક વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે જાહેર કરાયેલી એમ.એસ.એમ.ઈ. ઈન્ડસ્ટ્રીયલ પોલીસી અન્વયે અનેકવિધ ઉદ્યોગોને લોન – સહાય આપવામાં આવી છે. જેના કારણે આ ક્ષેત્રના વિકાસને વેગ મળ્યો છે. કેન્દ્ર – રાજ્ય સરકાર દ્વારા આત્મ નિર્ભર ભારત અભિયાન અંતર્ગત દેશમાં બનતા ઉત્પાદનો પ્રત્યે લોકોનો જોક વધે અને વિવિધ ઉત્પાદનો બનાવતા નાના – મોટા ઉદ્યોગગૃહોને પણ પ્રોત્સાહન મળી રહે તે માટે હાથ ધરાયેલા પ્રયાસોના પરિણામે આજે ‘‘મેડ ઈન ઈન્ડીયા’’ એ માત્ર સુત્ર જ નહી પરંતુ એક બ્રાન્ડ બની વિશ્વના દેશોને હંફાવી રહી છે.

ટોય પાર્કના નિર્માણ માટે ડિમાન્ડ સર્વે તેમજ જમીન ગ્રહણ સહિતની પ્રક્રિયા હાથ ધરાઈ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા થોડા સમય પૂર્વે રાજકોટ ખાતે ટોયઝ પાર્ક બને તે માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. જેના ભાગરૂપે રાજકોટ, અમદાવાદ અને વડોદરા ખાતે એક ડિમાન્ડ સર્વે જી.આઈ.ડી.સી., ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યો છે. જે અન્વયે રાજકોટ ખાતે 30 થી વધુ લોકોએ રમકડા તેમજ તેના ઉત્પાદનો આધારિત ઉદ્યોગ શરુ કરવા તૈયારી દર્શાવી હોવાનું રાજકોટ જી.આઈ.ડી.સી. ના રીજીયોનલ મેનેજરશ્રી દર્શન ઠક્કરે જણાવ્યું છે. રાજકોટ ખાતે ટોય ઇન્ડસ્ટ્રીઝ માટે નાગલપર તેમજ ખીરસરા ખાતે જમીન ખરીદીની પ્રક્રિયા ચાલુ હોવાનું તેમજ ઉચ્ચસ્તરે લીલી ઝંડી મળતા કાર્યવાહી આગળ વધારવામાં આવશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment