Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / June 25.
Homeડિફેન્સCDS જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર દુર્ઘટના અંગે રક્ષામંત્રીએ ગૃહમાં આપી જાણકારી

CDS જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર દુર્ઘટના અંગે રક્ષામંત્રીએ ગૃહમાં આપી જાણકારી

Rajnath-Singh-In-Parliament
Share Now

દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત 13 લોકોનું બુધવારે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. આ દુર્ઘટના બાદ આખો દેશ શોકમાં છે, જનરલ બિપિન રાવતનું અવસાન દેશ માટે ન પુરી શકાય તેવી ખોટ છે. tત્યારે આજે રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભા અને રાજ્યસભામાં આ દુર્ઘટના સંબંધિત ઘણી માહિતી આપી હતી.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે જનરલ બિપિન રાવત ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજની નિર્ધારિત મુલાકાત પર હતા. એરફોર્સ હેલિકોપ્ટર MI17V5 એ ગઈ કાલે સવારે 11:48 વાગ્યે સુલુર એરબેઝ પરથી ઉડાન ભરી હતી અને 12.15 વાગ્યે તમિલનાડુના વેલિંગ્ટન ખાતે લેન્ડ કરવાનું હતું. પરંતુ સુલુર એરબેઝના એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો 12.08 વાગ્યે સંપર્ક તૂટી ગયો હતો.

સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા શરૂઆતમાં રાહત-બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી

દુર્ઘટના (Helicopter Crash) પછી કેટલાક સ્થાનિક લોકોએ કુન્નુર નજીકના જંગલમાં આગ જોઈને ત્યાં પહોંચ્યા હતા. તેમના ત્યાં પહોંચતા જ સૈન્ય હેલિકોપ્ટરના અવશેષો જોવા મળ્યા, ત્યારબાદ સ્થાનિક પ્રશાસનને માહિતી મળી હતી. સ્થાનિક વહીવટીતંત્રની એક રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતમાં ઘાયલ લોકોને બચાવવાના તમામ પ્રયાસો કર્યા હતા. ઘાયલોને તાત્કાલિક વેલિંગ્ટન મિલિટરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્નીના પાર્થિવ દેહને દિલ્હી લવાશે, આવતીકાલે થશે અંતિમ સંસ્કાર

જનરલ બિપિન રાવત સહિત 13 લોકો મૃત્યુ પામ્યા 

આ અકસ્માતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત, તેમના સંરક્ષણ સલાહકાર અને સશસ્ત્ર દળના 9 જવાનોએ જીવ ગુમાવ્યો હતો. ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા તમામ મૃતદેહોને દિલ્હી લાવવામાં આવશે. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની હાલત નાજુક છે, તેને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ એર ચીફ માર્શલ વીઆર ચૌધરી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

બ્લેક બોક્સમાંથી અકસ્માતના કારણની માહિતી મળશે

એર માર્શલ માનવેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અકસ્માતની તપાસ કરી રહેલી ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, સ્થળ પરથી એક બ્લેક બોક્સ મળી આવ્યું છે, બ્લેક બોક્સમાં છેલ્લી વાતચીત અને પાયલટના તમામ આદેશો રેકોર્ડ કરવામાં આવ્યા છે, જ્યારે પણ પ્લેન પાણી, જમીન કે જંગલમાં પડે છે ત્યારે બ્લેક બોક્સને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવે છે. તે અકસ્માતનું કારણ તેના દ્વારા જ જાણી શકાય છે.

શુક્રવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના અંતિમ સંસ્કાર શુક્રવારે સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે કરવામાં આવશે. દેશ વતી, હું તમામ દિવંગત લોકો પ્રત્યે મારી શ્રદ્ધાંજલિ અને સંવેદના વ્યક્ત કરું છું. જણાવી દઈએ કે તમિલનાડુના કુન્નુરમાં આ ઘટના બાદ તરત જ રક્ષા મંત્રી રાજનાથ સિંહે જનરલ બિપિન રાવતના સંબંધીઓ સાથે મુલાકાત કરી હતી, ત્યારબાદ ગત સાંજે કેબિનેટ સુરક્ષા સમિતિની બેઠક પણ બોલાવવામાં આવી હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment