કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મંગળવારે કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વિચારક વીડી સાવરકરે ભારતને “મજબૂત સંરક્ષણ અને રાજદ્વારી સિદ્ધાંત” સાથે રજૂ કર્યું હતું. તેમણે સાવરકરને 20 મી સદીના ભારતના મહાન સંરક્ષણ અને વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાતો તરીકે વર્ણન કર્યું હતું. દિલ્હીમાં સાવરકર પર એક પુસ્તકના વિમોચન સમયે સંરક્ષણ મંત્રીએ એમ પણ કહ્યું હતું કે માર્ક્સવાદી અને લેનિનવાદી વિચારધારાને અનુસરતા લોકોએ સાવરકર પર ફાશીવાદી અને હિન્દુત્વના સમર્થક હોવાનો આરોપ લગાવ્યો છે.
સાવરકરને બદનામ કરવાનું કાવતરું
રાજનાથ સિંહે કહ્યું કે, તેઓ ખૂબ જ સ્પષ્ટપણે માનતા હતા કે અન્ય દેશો સાથે ભારતના સંબંધો આપણી સુરક્ષા અને રાષ્ટ્રીય હિતો માટે કેટલા અનુકૂળ છે તેના પર નિર્ભર હોવા જોઈએ. તેઓ સ્પષ્ટ હતા કે બીજા દેશની સરકાર કેવા પ્રકારની છે તેનાથી કોઈ ફરક પડતો નથી. કોઈપણ દેશ જ્યાં સુધી આપણા હિતમાં હોય ત્યાં સુધી મિત્ર રહેશે. રાજનાથ સિંહે કહ્યું કે તેમને બદનામ કરવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું, “તેઓ એક સ્વાતંત્ર્ય સેનાની હતા અને તેમાં કોઈ શંકા નથી.
આ પણ વાંચો:NHRC Foundation Day: પીએમ મોદીએ કહ્યું, Selective Approach લોકશાહી માટે ખતરો
ગાંધીજીના કહેવાથી દયા અરજી કરી
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભારપૂર્વક કહ્યું કે, જેલમાં બંધ સાવરકરે મહાત્મા ગાંધીના કહેવાથી અંગ્રેજોને દયા અરજી લખી હતી. તેમણે કહ્યું કે, સાવરકર વિશે ઘણા જુઠ્ઠાણા ફેલાવવામાં આવ્યા છે. એવું કહેવામાં આવ્યું હતું કે સાવરકરે અંગ્રેજો સમક્ષ ઘણી વખત દયા અરજી કરી હતી. પરંતુ સત્ય એ છે કે સાવરકરે ગાંધીજીના કહેવાથી આ બધું કર્યું હતું. ગાંધીજીના કહેવાથી જ તેમણે જેલમાં દયા અરજી કરી હતી.
સાવરકરને સિંહ હતા: રાજનાથ સિંહ
કાર્યક્રમના અધ્યક્ષ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સાવરકરને સિંહ ગણાવ્યા અને કહ્યું કે જ્યાં સુધી સિંહ પોતાની વાત પોતે ન કહે ત્યાં સુધી શિકારી મહાન રહે છે. તેમણે કહ્યું કે દેશ લાંબા સમય સુધી સાવરકરના મહાન વ્યક્તિત્વ અને દેશભક્તિથી અજાણ રહ્યો છે. તેમને હિન નજરે જોવું વાજબી નથી. કોઈપણ વિચારધારાના ચશ્મા દ્વારા સાવરકરને જોઈને તેમનું અપમાન કરનારાઓને માફ કરી શકાતા નથી. સાવરકર એક મહાન નાયક હતા, છે અને રહેશે. અટલ બિહારી વાજપેયીનો ઉલ્લેખ કરતા રાજનાથ સિંહે કહ્યું કે વાજપેયીએ સાવરકરનું યોગ્ય અર્થઘટન કર્યું હતું.
સાવરકર હિન્દુવાદી નહીં પણ રાષ્ટ્રવાદી હતા
સાવરકરને બદનામ કરનારાઓ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે કેટલાક લોકો તેમના પર નાઝી અને ફાસીવાદી હોવાનો આરોપ લગાવે છે. આ એવા લોકો છે જેઓ માર્ક્સવાદી અને લેનિનવાદી છે. સાવરકર હિન્દુત્વમાં માનતા હતા, પરંતુ તેઓ હિન્દુવાદી નહીં પણ રાષ્ટ્રવાદી હતા. વીર સાવરકર 20 મી સદીના મહાન સૈનિક અને રાજદ્વારી હતા. સાવરકર વ્યક્તિ નહોતા પણ એક વિચાર હતો જે હંમેશા રહેશે. દિલ્હીમાં ઉદય મહુરકર અને ચિરાયુ પંડિત દ્વારા લખાયેલા વીર સાવરકર – ધ મેન હુ કેન પ્રિવેન્ટેડ પાર્ટીશનના વિમોચન પ્રસંગે રાજનાથ સિંહે આ વટ કરી હતી.
સાવરકર મુસ્લિમોના દુશ્મન નહતા: ભાગવત
આ જ કાર્યક્રમમાં આરએસએસના વડા મોહન ભાગવત પણ હાજર રહ્યા હતા. ત્યારે તેમણે પણ સાવરકરના ટીકાકારોને યોગ્ય જવાબ આપ્યો. તેમણે કહ્યું કે સાવરકર મુસ્લિમોના દુશ્મન નથી. તેમણે ઉર્દૂ ભાષામાં ઘણી ગઝલો લખી હતી. સાથે જ મોહન ભાગવતે ભાગલા વખતે પાકિસ્તાન જતા મુસ્લિમો અંગે સાવરકરના વિચારો વિશે પણ વાત કરી હતી. તેમની નજરમાં પાકિસ્તાન ગયેલા મુસ્લિમોની પ્રતિષ્ઠા ક્યારેય પાકિસ્તાન માટે નહોતી. જે ભારતનો છે તે માત્ર ભારતનો રહેવાસી છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4