Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeન્યૂઝગુજરાત ભાજપની સફળતાનું કારણ પોલિટીક્સ ઓફ પરફોર્મન્સ: રાજનાથ સિંહ

ગુજરાત ભાજપની સફળતાનું કારણ પોલિટીક્સ ઓફ પરફોર્મન્સ: રાજનાથ સિંહ

bjp executive meeting,rajnath sing,news in gujarati
Share Now

કેવડિયા ખાતે ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી બેઠક ચાલી રહી છે. ત્યારે આ બેઠકમાં આજે સરંક્ષણ મંત્રી હાજર રહ્યા હતા. રાજનાથ સિંહે ભાજપના પદાધિકારીઓને સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપને સતત સફળતા મળી રહી છે તેનું કારણ પોલિટીક્સ ઓફ પરફોર્મન્સ છે. ગુજરાત ભાજપની જે છબી સમગ્ર દુનિયામાં બની છે તેનો શ્રેય હું માત્ર સી આર પાટિલ કે વિજય રૂપાણી નહિ પરંતુ સૌ કાર્યકર્તાઓને આપું છું. 

રાજનાથ સિંહે પોતાના ગુજરાત સાથેનો સબંધ જણાવ્યો 

રાજનાથ સિંહે કહ્યું કે, ઘણા લોકો વિચારી રહ્યા છે કે, પુરુષોતમ રૂપાલા તો ગુજરાતનાં છે. અને ભૂપેન્દ્ર યાદવ ગુજરાત ભાજપના પ્રભારી છે. પરંતુ રાજનાથ સિંહ તો ઉત્તરપ્રદેશના છે તો પછી તે ગુજરાત પ્રદેશ કારોબારી બેઠકમાં કેમ આવ્યા છે. તેમણે આગળ કહ્યું કે હું આ બેઠકમાં એટલે આવ્યો છું કેમ કે, જે માં એ મને જન્મ આપ્યો તે માં નું નામ ગુજરાતી દેવી હતું. માટે હું ગુજરાત આવ્યો છું.

bjp executive meeting,rajnath sing,news in gujarati

આ પણ વાંચો:ગુજરાત BJP કારોબારી બેઠકનો આજે બીજો દિવસ, જાણો આજના દિવસનો કાર્યક્રમ

કોંગ્રેસ મહાત્મા ગાંધીના કામોને ભૂલી ગઈ 

રાજનાથ સિંહે પોતાના સંબોધન દરમ્યાન કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસ મહાત્મા ગાંધીના નામનો ખૂબ ઉપયોગ કર્યો છે. અને તેમના નામે એમને વોટ પણ માંગ્યા છે. પરંતુ કોંગ્રેસે મહાત્મા ગાંધીના કામને છોડી દીધું અને એટલેજ કોંગ્રેસની આજે પડતી આવી છે. ભાજપ હમેશા સમાજના વંચિત સમુદાયના લોકો માટે કામ કર્યું છે. અને આજ કામને ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ અંત્યજો માટે યોજના લાગુ કરીને આગળ વધાર્યું હતું. અને આજે વડાપ્રધાન મોદી દેશના 80 કરોડ જેટલા વંચિત લોકોને અનાજ પૂરું પાડીને કરી રહ્યા છે.  

રાજનાથસિંહની ઉપસ્થિતિમાં ડિજિટલ એપ્લિકેશન લોન્ચ કરાઇ

કેવડિયા ખાતે ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી બેઠક ચાલી રહી છે. આ બેઠક સંપૂર્ણપણે પેપરલેસ છે. ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલન હસ્તે રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહજીની ઉપસ્થિતિમાં તમામ પ્રદેશ કારોબારી સભ્યોને ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ડિજિટલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. 

સી આર પાટિલ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પહેલી પ્રત્યક્ષ કારોબારી બેઠક

તમને જણાવી દઈએ કે સી આર પાટિલ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પહેલી પ્રત્યક્ષ કારોબારી બેઠક કેવડીયા ખાતે યોજાઇ છે. આજે આ બેઠકનો બીજો દિવસ છે. આ બેઠકમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા કામ માટેનો આભાર મત પણ રજૂ કરવામાં આવશે. આ સાથે અન્ય રાજકીય પ્રસ્તાવો પણ રજૂ કરવામાં આવશે. આ સમગ્ર મામલે મંત્રી રાજનાથ સિંહ, પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની સંયુક્ત પત્રકાર પરિષદ યોજશે. ભાજપની આ બેઠક સંપૂર્ણપણે પેપરલેસ છે. બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપના ઘણા દિગ્ગજ નેતાઓ બેઠકમાં હાજર રહ્યા છે.

ત્રીજા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભ્રમણ કરશે

મહત્વનું છે કે આવતીકાલે શુક્રવારે ત્રીજા દિવસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તમામ કારોબારી સભ્યો અને આમંત્રિતોને મુલાકાત કરાવશે. બેઠકમાં રાજ્યના હોદ્દેદારો, સેલના પ્રમુખ, જિલ્લા મહાનગરમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના કન્વીનર, પ્રમુખ અને મહામંત્રી, જિલ્લા અને કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખના પ્રમુખ, મેયર, ધારાસભ્ય, સંસદ સભ્ય અને રાજ્ય કારોબારીના સભ્યોને આમંત્રિત કર્યા છે.

283 સભ્યોની કારોબારી સમિતિ

જણાવી દઈએ કે ગુજરાત ભાજપે એપ્રિલમાં મહત્તમ 283 સભ્યો સાથે મોટી કારોબારીની જાહેરાત કરી હતી, જેમાં 79 પ્રાદેશિક કારોબારી સભ્યો, 151 વિસ્તારના આમંત્રિતો અને 53 વિશેષ આમંત્રિતો સામેલ હતા. જેમાં ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, પૂર્વ મેયર અને જિલ્લા કક્ષાના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment