Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 15.
Homeન્યૂઝઅસુરોનો સંહાર કરતી આદ્ય શક્તિ અને આજ આદ્ય શક્તિનું રુપ જોવા મળ્યુ ધ્રાંગ્રધ્રામાં…

અસુરોનો સંહાર કરતી આદ્ય શક્તિ અને આજ આદ્ય શક્તિનું રુપ જોવા મળ્યુ ધ્રાંગ્રધ્રામાં…

Share Now

હળવદ ધ્રાંગધ્રા રાજપૂત સમાજ દ્રારા માં રાજપૂત પોશાક સાથે તલવાર રાશ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, રાજપુતાનાં પહેરવેશ સાથે દિકરીબા ગરબે ઘૂમ્યા હતા.  હળવદ ધાંગધ્રા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી દરમિયાન રાજપુત દીકરીઓ દ્વારા રાજપુતી પોશાક સાથે તલવાર રાસ નું આયોજન કરવામાં આવ્યું હતું

હળવદ ધ્રાંગધ્રા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્રારા છેલા 12 વર્ષ થઈ રાજપૂત સમાજ ના દીકરીઓ દ્રારા નવરાત્રી  શેરી ગરબા નું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે અગાઉ  કોરોનાની મહામારી ને લઈને ગરબાનું આયોજન કરી શકાયું નહોતું. અને આ વર્ષે ગરબાની  મંજૂરી મળતા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • માતાજી ના ગરબા સાથે તલવાર રાશ
  • 12 વર્ષ થઈ રાજપુતાના પોષક માં ગરબા ગવાઈ રહ્યા છે…
  • રાજપૂત સમાજ ના દીકરીઓ દ્રારા, નવરાત્રી ગરબા નું આયોજન
  • કોરોના ગાઈન્ડ લાઈન નું પાલન સાથે નવરાત્રી ગરબા નું આયોજન
  • વેકસીન બંને ડોઝ લીધા હોય તેમને જ પ્રવેશ આપવામાં આવ્યો

Rajpoot

જેમાં સાતમા નોરતે ક્ષત્રિય રાજપૂત બાળાઓ દ્રારા  રાજપુતા પહેરવેશ પોશાકો પેહરી ને નવરાત્રી માતાજી ના ગરબા નું આયોજન કરાયું હતું. તેમજ દીકરીઓ દ્રારા તલવાર રાશ ગરબા રમી ને લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.હળવદ ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજ દ્રારા 10 વર્ષ થઈ ગરબાનું આયોજન કરવામાં આવે છે  ખૂબ જ આનંદ ઉત્સાહ જોવા મળી રહે છે

garba 01

તલવાર રાશ રમતા દીકરીઓ એ જણાવ્યું હતું,કે આ વર્ષે અમોને નવરાત્રિમાં ગરબા ગાવાનો ખૂબ જ આનંદ આવે છે અને કોરા નાં  ની ત્રીજી લહેરનોજે  ડર હતો તે પણ માતાજીએ દૂર કર્યો છે અને હંમેશા માટે આવી કોઈ મહામારી ન આવે અને દર વર્ષે આનાથી પણ વધારે હર્ષ અને ઉલ્લાસ સાથે  માતાજીના આનંદથી ગરબા ગાઈ શકીએ તેવી માતાજીને પ્રાર્થના કરી હતી.

 

આ પણ વાંચો:ગાંધીનગરમાં 1050 ની લૂંટ માટે ખૂન, જીવન આટલું સસ્તું ?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment