Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / October 16.
Homeએન્ટરટેઈન્મેન્ટપૃથ્વી થિયેટરને સંકટથી બહાર લાવવા આગળ આવ્યા રાકેશ ઝુનઝુનવાલા

પૃથ્વી થિયેટરને સંકટથી બહાર લાવવા આગળ આવ્યા રાકેશ ઝુનઝુનવાલા

Rakesh Jhunjhunwala Investment: Big Bull came forward to bring Prithvi Theater out of crisis
Share Now

નવી દિલ્હી: શેરબજારના દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) પોતાના મલ્ટીબેગર શેરને પસંદ કરવાના કારણે ચર્ચામાં રહે છે. જો તમે રાકેશ ઝુનઝુનવાલાની રોકાણ ટીપ્સ અંગે જાણવા ઈચ્છો છો અમે તમને એક જાણકારી આપી રહ્યા છીએ. બિગબુલ નામથી પ્રસિદ્ધ રાકેશ ઝુનઝુનવાલાએ (Rakesh Jhunjhunwala Investment)  તાજેતરમાં જ રોકાણ સબંધિત એક નિર્ણય કર્યો છે. શું તમે અંદાજ લગાવી શકો કે બિગબુલ રાકેશ ઝુનઝુનવાલા હવે પોતાના પોર્ટફોલિયોમાં કયા શેર સામેલ કરવા ઈચ્છે છે.

Rakesh Jhunjhunwala Investment

બિગબુલે ક્યાં કર્યું રોકાણ?

રાકેશ ઝુનઝુનવાલા હવે કોઈ મીડિયા સ્ટોક, એરલાઈન્સમાં રોકાણ નથી કરી રહ્યા તેમજ  તેઓ ઇન્ટરનેટ સ્ટાર્ટઅપના કારોબારમાં પણ રોકાણ કરવા નથી ઇચ્છતા. રાકેશ ઝુનઝુનવાલાએ આ વખતે રોકાણ માટે પૃથ્વી થિયેટરને પસંદ કર્યું છે. તેઓ રોકાણ કરીને પૃથ્વી થિયેટર (Prithvi Theatre)ને સંકટમાંથી ઉગારવા માંગે છે.

આ પણ વાંચો :  Pandora Papers Leak: ઘણા ભારતીયોના નામો પર કેન્દ્રની નજર, CBDTના ચેરમેનના નેતૃત્વમાં થશે તપાસ

એક સારા હેતુથી રાકેશ ઝુનઝુનવાલાએ અમુક લોકો સાથે મળીને પૃથ્વી થિયેટરને સંકટમાંથી બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે. મુંબઈના પૃથ્વી થિયેટર ઘણા સમયથી સંશાધનની અછતનો સામનો કરી રહ્યું છે. રાકેશ ઝુનઝુનવાલાના આ નિર્ણય(Rakesh Jhunjhunwala Investment)થી પૃથ્વી થિયેટરને ઘણી મોટી મદદ મળવાની આશા છે. આ અંગે પ્રારંભિક વાતચીત થઇ ચુકી છે અને દેશના દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા મોટું મન રાખીને તેમાં રોકાણ કરી રહ્યા છે.

Rakesh Jhunjhunwala Investment: Big Bull came forward to bring Prithvi Theater out of crisis

પૃથ્વી થિયેટર

પૃથ્વી થિયેટરની સ્થાપના પ્રસિદ્ધ અભિનેતા પૃથ્વીરાજ કપૂરે વર્ષ ૧૯૪૪માં કરી હતી. ત્યારે એક પ્રવાસન કંપનીની જેમ પૃથ્વી થિયેટરનું યુનિટ પઠાન, દીવાર, પૈસા જેવા નાટકો ફરી ફરીને દર્શાવતા હતા. આ નાટકોના તે યુગમાં પૃથ્વીરાજ કપૂરે (Prithviraj Kapoor) સાંપ્રદાયિક સદભાવ, હિંદુ મુસ્લિમ એકતા અને સામાજિક નૈતિક મુલ્યોનો સંદેશ આપ્યો હતો જે મોટી વાત છે. પૃથ્વી થિયેટરનું પ્રથમ નાટક શકુંતલા હતું.Prithvi theatre

પૃથ્વી થિયેટરને ફંડની જરૂર

આ પ્રમાણેના થિયેટરને વિશ્વમાં તમામ જગ્યાએ સરકારી મદદ મળે છે પરંતુ અહિયાં તો ના તો રાજ્ય સરકાર મદદ કરે છે ના તો કેન્દ્ર સરકાર. પૃથ્વી થિયેટર દર વર્ષે અંદાજે ૫૫0 શોનું આયોજન કરતુ હતું અને જે પૈકી ૧૦૦ શો બાળકોના હોતા હતા. શશી કપૂર અને જેનીફર કપૂરની ૪૩ વર્ષની પુત્રી સંજનાએ થોડા વર્ષ પહેલા કહ્યું હતું કે પૃથ્વી થિયેટર મુખ્યરૂપે કોર્પોરેટ મદદ પર નિર્ભર છે.

આ પણ વાંચો : Sarva Pitru Amas નિમિતે આ રીતે કરો શ્રાદ્ધ તર્પણ અને દાન-પુણ્ય

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment