Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝરાકેશ ટીકૈતે AIMIMના વડા ઓવૈશી પર કર્યો કટાક્ષ, કહ્યું ભાજપના ચાચાજાન આવી ગયા છે

રાકેશ ટીકૈતે AIMIMના વડા ઓવૈશી પર કર્યો કટાક્ષ, કહ્યું ભાજપના ચાચાજાન આવી ગયા છે

rakesh tickait on owaisi
Share Now

ભારતીય કિસાન યુનિયનના(BKU) રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટીકૈતે(Rakesh Tickait) AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસી(Asaduddin Owaisi) પર કટાક્ષ કરતાં કહ્યું કે, ઓવૈસી ભારતીય જનતા પાર્ટીના ચાચાજાન  છે. બાગપતમાં તેમણે કહ્યું કે હવે ઉત્તર પ્રદેશમાં ભાજપના ચાચાજાન ઓવૈસી આવ્યા છે, હવે તેમને કોઈ સમસ્યા નહીં થાય. કારણ કે તે ધર્મના નામે ભાગલા પાડવાનો પ્રયત્ન કરશે જે ભાજપ ઇચ્છે છે. પરંતુ ખેડૂતોએ પણ માંગણીઓ પૂરી ન કરવા બદલ ભાજપને સત્તામાંથી કાઢી મૂકવાનો નિર્ણય કર્યો છે.

26 સપ્ટેમ્બરની મહાપંચાયતને કહ્યું સરકારી 

રાકેશ ટીકૈતે(Rakesh Tickait) કહ્યું કે સરકાર મુઝફ્ફરનગરમાં(Muzaffarnagar) 26 સપ્ટેમ્બરે યોજાનારી મહાપંચાયતનું આયોજન કરી રહી છે. જેમાં સરકારી રોડવેઝ બસોનો પણ ઉપયોગ કરવામાં આવશે. ટીકૈત મંગળવારે અગ્રવાલ મંડી, ટાટિરી અને હિસાવાડા ગામ પહોંચ્યા હતા. જ્યાં તેમણે અગ્રવાલ મંડી ટાટિરીમાં બીકેયુના યુવા જિલ્લા પ્રમુખ ચૌધરી હિંમત સિંહના નિવાસસ્થાને પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે 5 સપ્ટેમ્બરે મુઝફ્ફરનગરમાં ખેડૂતોની મહાપંચાયત હતી અને 26 મી સપ્ટેમ્બરે સરકારી મહાપંચાયત થશે. આ મહાપંચાયતમાં માત્ર સરકારી લોકો જ પહોંચશે. રાકેશ ટીકૈતે(Rakesh Tickait) કહ્યું કે MSP ના નામે મોટું કૌભાંડ કરવામાં આવી રહ્યું છે. અને રામપુરમાં 11000 નકલી ખેડૂતો બનાવીને ખરીદી કરવામાં આવી હતી. 27 સપ્ટેમ્બરના ભારત બંધના આહવાન અંગે તેમણે કહ્યું કે આંદોલનને સંપૂર્ણ રીતે સફળ બનાવવામાં આવશે. આંદોલનને સફળ બનાવવા માટે લોકોને અપીલ પણ કરવામાં આવશે.

rakesh tickait on owaisi

આ પણ વાંચો:આજે પીએમ મોદી Sansad TVને કરશે લોન્ચ, લોકસભા અને રાજ્યસભા ટીવી થશે બંધ

પીએમ નરેન્દ્ર મોદીએ વચનો પૂરા કરવા જોઈએ

રાકેશ ટીકૈતે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ(PM Narendra Modi) ખેડૂતોની આવક બમણી કરવાનો દાવો કર્યો છે. આ રીતે, સરકાર પાસેથી શેરડીનો ભાવ 650 રૂપિયા, ડાંગર 3700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને ઘઉંની કિંમત 4100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહેવાની અપેક્ષા ખેડૂતો રાખે છે. તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ તેમના વચનો પૂરા કરવા જોઈએ.

જો સરકાર વાતચીત શરૂ નહીં કરે તો ખેડૂતો દિલ્હીના દરવાજા તોડી નાખશે

મેઘાલયના(meghalaya) રાજ્યપાલ સત્યપાલ સિંહના હિસાવાડા ગામમાં જનમેદનીને સંબોધતા રાકેશ ટીકૈતે જણાવ્યું હતું કે, ખેડૂતોને દિલ્હીની સરહદ પર બેસ્યા હતા તેના દસ મહિના થઈ ગયા છે. પરંતુ સરકારે દિલ્હીના દરવાજા બંધ કરી દીધા છે અને વાત કરી રહ્યા નથી. રાકેશ ટીકૈતે ચેતવણી આપી હતી કે જો સરકાર વાટાઘાટો માટે દિલ્હીના દરવાજા ન ખોલે તો ખેડૂત જાણે છે કે તે દરવાજા કેવી રીતે તોડવા.

કૃષિ કાયદા રદ્દ થયા બાદ જ આંદોલન સમાપ્ત થશે 

રાકેશ ટીકૈતે(Rakesh Tickait) કહ્યું કે ત્રણ કૃષિ કાયદાઓ રદ થયા બાદ જ આંદોલન સમાપ્ત થશે અને ત્યારબાદ જ ખેડૂતો તેમના ઘરે જશે. આરએલડી નેતા અહેમદ હમીદ, આપ નેતા સોમેન્દ્ર ઢાકા, આરએલડી જિલ્લા પ્રમુખ જગપાલ તેઓટિયાએ ત્યાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન પંડિત શ્રી કિશન શર્મા, ગૌરવ મલિક વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં(Uttarpradesh) આગામી વર્ષ 2022 માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. અને આ વખતની યુપી વિધાનસભાની ચૂંટણીમાં(UP Assembly Election) ઓવૈસીની પાર્ટી AIMIM પણ પોતાના ઉમેદવાર ઊભા રાખવાની છે. ત્યારે રાકેશ ટીકૈતે(Rakesh Tickait) ઓવૈશી પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, ઓવૈસી ભારતીય જનતા પાર્ટીના ચાચાજાન  છે. તેમણે કહ્યું કે હવે ઉત્તર પ્રદેશમાં ભાજપના ચાચાજાન ઓવૈસી આવ્યા છે, હવે તેમને કોઈ સમસ્યા નહીં થાય. કારણ કે તે ધર્મના નામે ભાગલા પાડવાનો પ્રયત્ન કરશે જે ભાજપ ઇચ્છે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment