Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeન્યૂઝરાકેશ ટીકૈતે સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું પ્રાઇવેટ કંપનીઓના ઇશારે ચાલે છે સરકાર

રાકેશ ટીકૈતે સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું પ્રાઇવેટ કંપનીઓના ઇશારે ચાલે છે સરકાર

rakesh tickait,news in gujarati,political news
Share Now

ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે(Rakesh Tickait) કૃષિ કાયદા પરત કરવાની માંગ પર અડગ રહેતા ફરી એક વખત મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. રાકેશ ટિકૈતે કહ્યું કે ભારતમાં કોઈ રાજકીય પક્ષની નહીં પરંતુ પ્રાઇવેટ કંપનીઓની સરકાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે ભાજપે ચૂંટણીનું સૂત્ર આપ્યું હતું કે ‘અબ કી બાર મોદી સરકાર’. પરંતુ મોદી સરકારને કંપનીઓ ચલાવી રહી છે. આ સરકાર પ્રાઇવેટ કંપનીઓની સરકાર છે. 

15 ઓગસ્ટે ત્રિરંગો ફરકાવવાના કાર્યક્રમમાં ફેરફાર 

BKU ના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત(Rakesh Tickait) બુધવારે ઉત્તરાખંડમાં વિકાસનગર હર્બર્ટપુર હાઇવે પર કિસાન યુનિયનની ઓફિસનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા. ત્યારે પોતાના સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે 15 ઓગસ્ટના રોજ દિલ્હીમાં ત્રિરંગો લહેરાવવાનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે 15 ઓગસ્ટના રોજ દિલ્હીની જગ્યાએ ઉત્તરાખંડની ધરતી પર ત્રિરંગો ફરકવવામાં આવશે.તેમણે જણાવ્યું કે, ઉત્તરખંડમાં બાજપુર ચોકડી પર તિરંગો ફરકાવવામાં આવશે. જેના માટે 14 ઓગસ્ટના રોજ દૌલત કુંવરના નેતૃત્વમાં વિકાસનગરથી તિરંગા યાત્રા નીકાળવામાં આવશે. અને બાજપુર ચાર રસ્તા પર તિરંગો ફરકાવવામાં આવશે.

rakesh tickait,news in gujarati,lattest news

આ પણ વાંચો:પરબત પટેલનો અશ્લીલ વિડીયો અંગે ભૂપેન્દ્રસિંહે કરી સપષ્ટતા, કહ્યું પરબતભાઇ શુદ્ધ ચરિત્ર ધરાવતા આગેવાન

સરકાર ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે  

ખેડૂતોના આંદોલન અંગે રાકેશ ટિકૈતે(Rakesh Tickait) કહ્યું કે કેન્દ્ર સરકાર ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમજ ખેડૂતોના આંદોલનને તોડવાનું ષડયંત્ર કરી રહી છે. રાકેશ ટીકૈતે કેન્દ્ર સરકાર આરોપ લગાવતા કહ્યું કે કેન્દ્ર સરકાર ખેડૂત આંદોલનને તોડવા માટેના તમામ પ્રયાસો કરી રહી છે. પરંતુ આ આંદોલન કૃષિ કાયદાઓ રદ્દ થશે ત્યારે જ પૂર્ણ કરવામાં આવશે. 

સરકાર ખેડૂતોની નહીં પણ કંપનીઓના માલિકો માટે કરે છે કામ 

રાકેશ ટીકૈતે આક્ષેપ કર્યો હતો કે આંદોલનને બદનામ કરવા માટે તમામ પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પરંતુ ખેડૂતો પોતાની માંગ પર અડગ છે. તેમણે કહ્યું કે જો કંપનીઓના ઈશારે ચાલતી સરકાર ત્રણેય કૃષિ કાયદા રદ કરે અને ખેડૂતોના કલ્યાણ માટે યોજનાઓ બનાવે તો સારું હોત. પરંતુ સરકાર ખેડૂતોના નહીં પણ કંપનીના માલિકોના હિતની ચિંતા કરે છે. તમને જણાવી દઈએ કે, ગત વર્ષે કેન્દ્રની મોદી સરકાર દ્વારા ત્રણ નવા કૃષિ કાયદાઓ દેશમાં લાગુ કરવામાં આવ્યા હતા. જેને રદ્દ કરવાની માંગણીને લઈને છેલ્લા ઘણા મહિનાઓથી ખેડૂતો કેન્દ્ર સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. આ આંદોલન દરમ્યાન 26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનના રોજ દિલ્હીમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ખૂબ ઘર્ષણ પણ થયું હતું. 

ઉલ્લેખનીય છે કે,  ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કૃષિ કાયદા પરત કરવાની માંગ પર અડગ રહેતા ફરી એક વખત મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. રાકેશ ટિકૈતે કહ્યું કે ભારતમાં કોઈ રાજકીય પક્ષની નહીં પરંતુ પ્રાઇવેટ કંપનીઓની સરકાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે ભાજપે ચૂંટણીનું સૂત્ર આપ્યું હતું કે ‘અબ કી બાર મોદી સરકાર’. પરંતુ મોદી સરકારને કંપનીઓ ચલાવી રહી છે. આ સરકાર પ્રાઇવેટ કંપનીઓની સરકાર છે. 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment