ભારતીય સંસ્કૃતિ વિશાળ છે. આ સાથે અનેક હિન્દુ તહેવાર (Festival)ની પણ ઉજવણી કરવામાં આવે છે. ત્યારે તેમાંથી એક તહેવાર રક્ષાબંધન (Raksha Bandhan) પણ છે. હિન્દુ ધર્મમાં રક્ષાબંધન (Raksha Bandhan) તહેવાર મોટો છે. રક્ષાબંધનએ ભાઇ (Brother) અને બહેન (Sister)વચ્ચેના પ્રેમનો તહેવાર છે.
રક્ષાબંધનના તહેવાર પર બહેન ભાઇના કાંડામાં રાખી સ્વરૂપે એક દોરો બાંધે છે અને ભાઇ તેની રક્ષાનું વચન આપે છે. રાખડી બાંધવા સાથે ભાઇ પોતાની બહેનને અણમોલ ગીફ્ટ (Gift)આપે છે. ત્યારે આ વચ્ચે આ વખતે રક્ષાબંધનનો તહેવાર ગઇકાલે રવિવારે (Sunday)આવી રહ્યો છે.
રક્ષાબંધન (Raksha Bandhan)ના દિવસે કેટલાક પ્રસંગ એવા પણ હોય છે કે બહેન તેના ભાઇને રાખડી (Rakhi) બાંધવા નથી જઇ શકતી. આ પ્રસંગે બહેન પોતાના ભાઇની રક્ષા માટેનો એ અહમ દોરો પોસ્ટ દ્વારા પહોંચાડી આપતી હોય છે. રક્ષાબંધનના એક અઠવાડીયા પહેલાથી જ માર્કેટમાં વિવિધ પ્રકારની રાખડીઓ આવી જતી હોય છે. જો તમે કોઇ ખાસ પ્રકારની રાખી બાંધવા માંગતા હોવ તો અહીંથી જાણો ડિઝાઇન અને આઇડીયા.
આ રહ્યો આઇડીયા
- રક્ષાબંધન પર તમે તમારા ભાઇને ચંદનની રાખડી (Rakhi)બાંધી શકો છો જેનો ઉપયોગ અનેક શુભ કાર્યમાં થતો હોય છે. ભાઇ લાંબા સમય સુધી કાંડા પર આ રાખડી બાંધી શકે છે.
- મોતી અને હાથ દ્વારા બનાવેલી રાખડી પણ તમે બાંધી શકો છો. જે અન્ય દિવસોમાં પણ પહેરી શકો છો જેનુ કારણ એ જ માત્ર છે કે તે વજનમાં હળવી હોય છે.
- હાલના સમયમાં માર્કેટ (Market)માં વિવિધ પ્રકારની રાખડીઓ વહેંચાઇ રહી છે. જેમાં અનેક પ્રકારની ડિઝાઇન (Design)જોવા મળે છે. તમારી પસંદગીની રાખડીને પસંદ કરવામાં પણ અનેક વખર વિટમણા અનુભવતા હશો. આ વચ્ચે કિંમત અને પસંદગીની ડિઝાઇન અનુરૂપ તમે રાખડી પસંદ કરી શકો છો.
- તમારા પરિવારમાં તમારાથી નાનો ભાઇ હોય તો તેના માટે પણ માર્કેટમાં આજે ખાસ રાખડીઓ વહેંચાતી જોવા મળી રહી છે. નાના બાળકો માટે ડાગલા વાળી સુપરમેન, સ્પાઇડર મેન અને છોટા ભીમ જેવી રાખડીઓ ઉપલબ્ધ હોય છે. આ તમામ રાખડીઓ નાના ભાઇને બાંધવાથી તેના પર જરૂરથી સ્મિત રેલાશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.
- તમે તમારા પરિવાર માટે દોરાની રાખડી લેવા ઇચ્છતા હોવ તો તે પણ આજે માર્કેટમાં વહેંચાઇ રહી છે. તેની ખાસ વાત એ છે કે તે વજનમાં પણ હળવી હશે અને હાથના કાંડાને નુકસાન પણ નહીં પહોંચાડે.
- રાખડી બાંધવામાં તમારૂ બજેટ પહોંચી શકાય તેવુ હોય તો તમે સોના અથવા ચાંદીની રાખડી પણ લઇ શકો છો. જે રાખડીમાં તમે કોઇ પણ ડીઝાઇન કરવી શકો છો.
આ પણ વાંચો: સુરતીઓની આયુર્વેદિક મીઠાઇ, તહેવારની મીઠાશ સાથે સુધારશે સ્વાસ્થ્ય
Android: http://bit.ly/3ajxBk4