આજે રાખી સાવંતનો(rakhi sawant) જન્મદિવસ છે.તો દુનિયા સામે ડ્રામા કરતી ડ્રામા ક્વીનની સંઘર્ષ નાનપણથી જ હતો.બોલિવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત આજે પોતાનો જન્મ દિવસ ઉજવી રહી છે. તેમનો જન્મ 25 નવેમ્બર 1978ના રોજ થયો હતો. રાખીનું અસલી નામ નીરૂ છે. પરંતુ તે રાખી સાંવતના નામે જાણીતી છે.રાખી મોટા ભાગે પોતાના વિવાદીત નિવેદનોના કારણે ચર્ચામાં રહેતી હોય છે.
તેમની અમુક વાતની વાત કરીએ તો રાહુલ ગાંધીની સાથે લગ્ન કરવાની ઈચ્છા, મીકા સિંહ દ્વારા જબરદસ્તી કિસથી લઈને દિપક કલાક સાથેના રિલેશનના કારણે ચર્ચામાં રહી છે. આપને જણાવી દઈએ કે, રાખી સાવંત લક્ઝૂરી લાઈફ જીવે છે. તેની પાસે પૈસાની કોઈ કમી નથી.આજે તેમની પાસે જે કંઇ પણ છે તે તેમની મહેનતના આધારે જ છે.
10 વર્ષની ઉંમરે તેણે ટીના અંબાણીના લગ્નમાં લોકોને ભોજન પીરસ્યું હતું
બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંત(rakhi sawant) દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપે છે. તેને કોઇ જાતનો ડર નથી કે પછી કોઇ બાબતમાં નિવેદન આપતા પહેલા પાછી પાની નથી કરતા.દરેક બાબતમાં અલગ દૃષ્ટિકોણ ધરાવતી રાખી હાલમાં બોલિવૂડથી દૂર છે. તે પોતાનો 43મો જન્મદિવસ ઉજવી રહી છે. ફિલ્મ ‘અગ્નિચક્ર’ થી પોતાના કરિયરની શરૂઆત કરનાર રાખીએ(rakhi sawant) બોલિવૂડમાં ઘણા હિટ આઈટમ સોંગ આપ્યા છે .પરંતુ આ સ્થાન હાંસલ કરવા માટે રાખીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.એક બાજુ તેમના ઘરની પરિસ્થિતી ખરાબ હતી તો બીજી તરફ તેમને ફિલ્મ જગતમાં કામ કરવાની પણ ખૂબ તમન્ના હતી.તો તેની પરિવાર સામે લડીને પણ પોતાના સપના પુરાઓ કરવા આગળ વધી હતી.
રાખીએ તેનું બાળપણ ઘણી મુશ્કેલીઓ અને ડરમાં વિતાવ્યું છે. 10 વર્ષની ઉંમરે તેણે ટીના અંબાણીના લગ્નમાં લોકોને ભોજન પીરસ્યું હતું અને આજે રાખી સાવંત મુંબઈના પોશ વિસ્તારમાં એક આલીશાન બંગલામાં રહે છે.
આ પણ વાંચો: ડેન્ગ્યુનો ઉપચાર પપૈયાના પાનનો રસ? જાણો શું કહે છે વિજ્ઞાન
રાખીનો (rakhi sawant)પરિવાર ખુબ ગરીબ હતો
રાખીએ એક મિડિયા સામે કહ્યું હતું કે તેનો પરિવાર ઘણો ગરીબ હતો. તેની માતા એક હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી અને પિતા મુંબઈ પોલીસમાં કોન્સ્ટેબલ હતા. તેમના પરિવાર માટે જીવવું ખૂબ મુશ્કેલ હતું.તો ધણીવખત એવું બન્યું કે તેમની પાસે ખાવા માટે ખોરાક પણ ન હતો. પડોશીઓ તેમને બચેલો ખોરાક આપતા હતા. અને રાખીની માતા અને મામાએ મળીને રાખીના(rakhi sawant) લાંબા વાળ કાપી નાખ્યા જ્યારે તેણીએ 11 વર્ષની ઉંમરે દાંડિયા નૃત્ય કરવાની જીદ કરી હતી. વાળ એવી રીતે કાપવામાં આવ્યા હતા કે તેમને જોતા જ લાગતું હતું કે વાળ બળી ગયા છે.
આ બધી વાતો રાખીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહી હતી. તેઓ પોતાની ગરીબીની વાતો દુનિયા સામે સીધી રીતે કહી તે છે તેમને કોઇ જાતની લાજ કે શરમ નથી તેમની ગરબી હતી તેના માટે.એક ગરીબ પરિવાર સાથે સંબંધ ધરાવતી રાખી આજે જ્યાં પણ ઊભી છે ત્યાં પોતાના દમ પર ઊભી છે.
રાખીએ (rakhi sawant)ઘરમાં પૈસા ચોર્યા અને ભાગી ગઈ હતી
રાખીએ કહ્યું હતું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવા માટે તેણે ઘરમાંથી પૈસાની ચોરી કરી હતી. અને ભાગી ગઈ કારણ કે તેના માતા-પિતા ઈચ્છતા હતા કે તે લગ્ન કરી લે . તે અભિનય વિશે કંઈ જાણતી ન હતી. પંરતુ રાખીએ (rakhi sawant)કહ્યું- જ્યારે હું મુંબઈ પહોંચી તો મેં ડાન્સ કરવાનું શરૂ કર્યું અને ઘણા પ્રોડ્યુસર્સ સામે મારુ ટેલેન્ટ બતાવવાનું શરૂ કર્યું, જેઓ પણ મારી સામે ખરાબ નજરથી જોતા હતા.રાખીએ કહ્યું હતું કે, ‘મેં વિચાર્યું હતું કે આવા લોકોની સામે ડાન્સ કરવો વધુ સારું છે, હું ડાન્સ બારમાં ડાન્સ કરીશ. મેં ઘણી વખત અસ્વીકારનો સામનો કર્યો અને મારા દેખાવને સુધારવા માટે સર્જરી કરાવી હતી.જ્યારે હું નીરુ ભેદા તરીકે સર્જરી રૂમમાં ગઈ હતી.મારુ નવું રુપ બધાને પસંદ આવી રહ્યું હતું. લોકો વચ્ચે જઇને મે મારી શરૂઆત કરી છે. ત્યાં મારા વધુ સારા રંગરૂપ સાથે રાખી સાવંત તરીકે બહાર નીકળી હતી.
પરદેશિયા ગીતથી ઓળખ મળી
આ પછી રાખીને ‘જોરુ કા ગુલામ’, ‘જીસ દેસ મેં ગંગા રહેતા હૈ’, ‘યે રાસ્તે મેં’ જેવી કેટલીક ફિલ્મોમાં નાની ભૂમિકાઓ ઓફર કરવામાં આવી હતી પરંતુ તેને વર્ષ 2005માં ‘પરદેશિયા’ ગીતથી ઓળખ મળી હતી. આ ગીતે રાખીને આઈટમ ગર્લ તરીકે ફેમસ કરી હતી.રાખી સાવંતે રિયાલિટી શોની દુનિયામાં ‘રાખી કા સ્વયંવર’ નામનો રિયાલિટી શો પણ કર્યો છે. 2009 માં શરૂ થયેલા આ શોમાં, રાખીએ (rakhi sawant)ટોરોન્ટોમાં એક પ્રતિભાગી સાથે લગ્ન પણ કર્યા હતા .અને થોડા મહિનાઓ પછી તેમના અલગ થવાની જાહેરાત કરી હતી. રાખીએ બોલિવૂડને ઘણા હિટ ગીતો આપ્યા છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4