Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝકોરોના સામે સુરક્ષાની જનજાગૃતિ ફેલાવતા અમદાવાદના ઇકબાલભાઇ, કોમી એકતાનું પ્રતિક

કોરોના સામે સુરક્ષાની જનજાગૃતિ ફેલાવતા અમદાવાદના ઇકબાલભાઇ, કોમી એકતાનું પ્રતિક

rakhi
Share Now

ભાઇ અને બહેનના સ્નેહનો પર્વ એટલે રક્ષાબંધન (Rakhshabandhan). રક્ષાબંધન એટલે સશક્ત બહેન પોતાના ભાઇ પાસેથી રક્ષણની ભેટ મેળવે છે. બહેન પણ ભાઇના કાંડા પર રાખડી બાંધીને ભાઇના જીવનના ડગલે અને પગલે દરેક પરિસ્થિતિ વચ્ચે પણ સલામતીની સાથે સફળતાની મનોકામનાની પ્રાર્થના કરે છે. ત્યારે આજે વાત કરીશું (Mohammad Iqbal) ઇકબાલભાઇએ ની જેમણે કોરોના થીમ પર રાખડી બનાવી છે.   

કોરોના સામેની સલામતી

Rakhi

Image Courtsey: ANI

દેશભરમાં કરોડો લોકો રક્ષાબંધનનું પર્વ ઉજવે છે ,ત્યારે આ તહેવારના માધ્યમથી પણ લોકોમાં કોરોના સામેની સલામતી પ્રત્યેની જનજાગૃતિ ફેલાય, સજાગતા કેળવાય તે માટે અમદાવાદના ઇકબાલભાઇ દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. ઇકબાલભાઇએ ( Mohammad Iqbal) કોરોનાકાળમાં કોરોના સામે સતર્કતા અને જાગૃકતા માટેના જનહિતના સંદેશા આપતી અવનવી રાખડીઓ તૈયાર કરી છે.

 

તેમના દ્વારા લોકોને કોરોના સામે સુરક્ષિત કરી લોકો સ્વરક્ષણ કાજે માસ્ક પહેરતા થાય, સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરતા થાય, સેનિટાઇઝરનો ઉપયોગ કરતા થાય તે હેતુથી આ આકર્ષિત રાખડીઓ બનાવવામાં આવી છે.

ઇકબાલભાઇ કહે છે કે “રાજ્યભર અને દેશભરમાં રક્ષાબંધનના પર્વની લાગણીસભર ઉજવણી થાય છે. આ વર્ષે કોરોનાકાળ વચ્ચે જ્યારે રક્ષા બંધનનો તહેવાર ઉજવવાનો હોય ત્યારે બજારમાં અન્ય રાખડીઓની સાથે કોરોનાના સંદેશા આપતી રાખડી ઉપલ્બધ કરાવીને એક જનજાગૃતિ લાવવાનો નાનો પ્રયાસ છે. બજારમાં ઉપલબ્ધ કરાવેલી આ રાખડીઓ લોકોને ખૂબ જ પસંદ પણ આવી રહી છે.

ઇકબાલભાઇ ની અનોખી રાખડી (rakhis to raise awareness)

બહેન દ્વારા ભાઇના કાંડા પર રાખડી બાંધતી વખતે તેના દ્વારા ભીડ-ભાડ વાળી જગ્યાઓએ બિનજરૂરી જવાનું ટાળવું, જાહેર સ્થળોએ માસ્ક પહેરીને સ્વ રક્ષણની સાથે અન્યોનું પણ રક્ષણ કરવું તેવું વચન લેવામાં આવે તેવા પવિત્ર આશય સાથે મેં લાગણીઓથી રાખડીઓ તૈયાર કરી છે એમ તેમણે ઉમેર્યુ હતુ.

કોરોના સામેની સતર્કતા રાખવા નાગરિકો વેક્સિનેસન પણ જરૂરથી કરાવે તે માટેના સંદેશાયુક્ત રાખડી પણ બનાવવામાં આવી છે.
કોરોના સામેની સુરક્ષાની સાથે સાથે અન્ય સલામતીના સંદેશ ભરી રાખડીઓ પણ ઇકબાલભાઇ દ્વારા બનાવવામાં આવી છે. જેમાં બેટી બચાવો, બેટી પઢાવો, તમાકુનુ વ્યસન છોડો,કેન્સર સામે રક્ષણ જેવા વિષય પર સંદેશા આપતી રાખડીઓનો પણ સમાવેશ થાય છે.

Archives for Raksha Bandhan | www.narendramodi.in |

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે,રાજ્ય અને દેશ ભરના બજારમાં જાત-ભાતની રાંખડીઓ બનતી જોવા મળે છે. જેમાં ગાયના છાણ માંથી બનતી ઓર્ગેનિક રાખડી, બાળકો માટે કાર્ટુન વાડી રાખડી, ભાઇ-બહેનની તસ્વીરો વાળી રાખડી, વાંસની રાખડી વેગેરે જેવી રાંખડીઓનો સમાવેશ થાય છે. કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને પારખીને લોકોને રાખડીના માધ્યમથી પણ કોરોનાથી સલામતી અને જાગૃત કરવાનો ભગીરથ પ્રયાસ ઇકબાલભાઇ દ્વારા કરવામાં આવ્યો છે.

અહીં એ પણ નોંધવુ રહ્યું કે, અમદાવાદ શહેરના રખીયાલમાં વસતા ઇકબાલભાઇની આ કળાથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સહિત હાલના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, ગૃહ મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના અનેક વરિષ્ઠ અને ખ્યાતનામ લોકો આકર્ષિત થયા છે. અને ઇકબાલભાઇની કળાની નોંધ પણ લીધી છે તેની સરાહના કરી છે.

જનજાગૃતિનો વિચાર બીજ કંઇ રીતે પાક્યો ?

ઇકબાલભાઇના પિતાશ્રી જ્યારે કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલની જી.સી.આર.આઇ. કેન્સર હોસ્પિટલમાં પિતાશ્રીની સારવાર ચાલી રહી હતી. એક દિવસ સારવાર વેળાએ કેન્સર હોસ્પિટલના તત્કાલીન ડાયરેક્ટર ડૉ.પંકજ શાહને પોતાના રાખડીઓના વ્યવસાયથી માહિતગાર કર્યા. ત્યારે ડૉ.પંકજ શાહે તેમનામાં રાખડીના માધ્યમથી સમાજઉપયોગી બનવા કેન્સરની જનજાગૃતિના સંદેશા ફેલાવવાનો વિચારબીજ રોપ્યો. બસ ત્યાર થી ઇકબાલભાઇએ સમાજોત્થાનનો નિર્ધાર કરીને કેન્સર સાથેના અન્ય લોકઉપયોગી વિષયક જનજાગૃતિ વાળી રાખડીઓ બનાવીને જનકલ્યાણના યજ્ઞનો આરંભ કર્યો.

 

આ પણ વાંચો: કેરળમાં ઓણમની અનોખી ઉજવણી

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment