Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝ૭૦૦ વર્ષ જૂની પરંપરા, ગામમાં રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને નથી બાંધતી રાખડી!

૭૦૦ વર્ષ જૂની પરંપરા, ગામમાં રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને નથી બાંધતી રાખડી!

Share Now

સમગ્ર ભારત ભરમાં ભાઈ બહેનનો પવિત્ર પર્વ એટલે રક્ષા બંધનનો (Rakshabandhan) પર્વ શ્રવણ સુદ પૂનમના દિવસે મનાવવામાં આવે છે. પણ આજે એક એવા ગામની વાત કરીશું જ્યા ૭૦૦ વર્ષથી ચાલતી જૂની પરંપરા મુજબ રક્ષાબંધન ઉજવવામાં આવે છે. અને આ પરંપરા શું છે ચાલો જાણીએ.

700 વર્ષથી શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધનનો (Rakshabandhan) પર્વ ઉજવાતો નથી

Rakshabandhan has not been celebrated in godhana village સમગ્ર ભારતમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે ભાઈ બહેનના પ્રેમનો પર્વ રક્ષાબંધન (Rakshabandhan) મનાવવામાં આવે છે. આ દિવસે ભાઈને બહેન રેશમના દોરાની રાખડી બાંધીને તેની રક્ષા કરવાનું વચન લે છે. જયારે ભાઈ પણ રેશમના તાંતણે બંધાયા બાદ જીવનભર તેની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. ભારત ભરમાં રક્ષાબંધનનો પર્વ શ્રાવણ સુદ પૂનમના દિવસે મનાવવામાં આવે છે. અને દરેક ધર્મના લોકો ખુબજ ધામધૂમથી આ પર્વને ઉજવે છે. પરંતુ પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોધાણા ગામમાં છેલ્લા 700 વર્ષથી રક્ષાબંધનનો પર્વ ઉજવાતો નથી. કદાચ સાંભળીને માન્યામાં ના આવે પરંતુ આ ગામમાં 700 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ બહેનો રક્ષાબંધનના દિવસે તેમના ભાઈઓને રાખડી નથી બાંધતી.

Rakshabandhan has not been celebrated in godhana village

ગોધાણા ગામમાં 700 વર્ષ પહેલા ગામના 4 વીરાઓએ ગામની સામાજિક પરંપરામાં ભાગ લીધો હતો. તે પ્રમાણે ભાગ લેનારને તે સમયે બળેવીયા તરીકે બોલાવવામાં આવતા હતા. ગામના તળાવમાંથી જે પુરુષ સૌથી પ્રથમ શ્રીફળ લઈને બહાર આવે તે વર્ષભર બળવાન રહે તેવી તે સમયની લોકવાયકા હતી. પરંતુ 700 વર્ષ પહેલા રક્ષાબંધનના પર્વ પર તળાવમાંથી શ્રીફળ નીકાળવા ગયેલા ગામના 4 વીરાઓમાંથી એકપણ વીરો બહાર આવ્યો નહીં.

ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ

Rakshabandhan has not been celebrated in godhana village

આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. તે દિવસે રક્ષાબંધનના પર્વને ગામમાં કોઈએ ઉજવ્યો નહોતો. પરંતુ ગામના આ જ તળાવમાંથી શ્રીફળ બહાર લાવવા તળાવમાં પડેલા 4 વીરાઓ 28 દિવસ બાદ જીવતા બહાર આવ્યા હતા. ત્યારે ભાદરવા સુદ તેરસનો દિવસ હતો. ભાઈઓ બહાર આવતા જ બહેનોએ એ દિવસે ભાઈઓને રાખડી બાંધી હતી. ત્યારથી આજ દિવસ સુધી ગામમાં 700 વર્ષથી ચાલતી પરંપરા મુજબ ભાદરવા સુદ તેરસના દિવસે ભાઈ બહેનના પવિત્ર પ્રેમના રક્ષાબંધનના તહેવારને મનાવવામાં આવે છે.

 

આ પણ વાંચો: સવા લાખ બીલીપત્રો શિવજીને ચડાવવા છતાં કેમ ખૂટતા નથી બીલીપત્ર?

ભાદરવા સુદ તેરસના દિવસે રક્ષાબંધન

Rakshabandhan has not been celebrated in godhana village

ભલે શ્રાવણ સુદ પૂનમના દિવસે દેશભરમાં રક્ષાબંધન (Rakshabandhan) મનાવામાં આવતી હોય છે, પરંતુ ગોધાણા ગામમાં ચાલી આવતી 700 વર્ષની પરંપરા મુજબ રક્ષાબંધનના પર્વથી 28 દિવસ બાદ એટલે કે ભાદરવા સુદ તેરસના દિવસે રક્ષાબંધનનો તહેવાર આખું ગામ ધૂમધામથી ઉજવે છે. તે દિવસે ગામમાં રહેતી બહેનો તેમજ બહાર રહેતી બહેનો ભાઈઓને રાખડી બાંધે છે. આખું ગામ, ગામની બહાર આવેલ મંદિરે એકઠું થાય છે અને સાથે સાથે મેળો પણ ભરાય છે.

 હાલ ભલે સમગ્ર દેશમાં રક્ષાબંધન શ્રાવણ સુદ પૂનમના દિવસે મનાવવામાં આવતી હોય, પણ આ ગામે આજે પણ 700 વર્ષ જૂની પરંપરા અપનાવી છે. અને આવનારા સમયમાં પણ લોકવાયકા પ્રમાણે 700 વર્ષ પહેલા બનેલા બનાવના માનમાં ગામના ભાઈઓ અને બહેનો આ પરંપરાને યથાવત રાખશે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment