Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝદેશના જવાનો માટે સુરતથી મોકલાયા રક્ષા કવચ

દેશના જવાનો માટે સુરતથી મોકલાયા રક્ષા કવચ

Rakhadi
Share Now

સુરતના વરાછા વિસ્તારમાં આવેલ યુવા જાગૃતિ સંગઠન દ્વારા દેશની રક્ષા કરતાં સૈનિકો (soldiers) માટે આવનાર રક્ષા બંધનના તહેવારને લઈ વિશેષ આયોજન કરાયું છે. દેશની સરહદો ઉપર રહી દેશની રક્ષા કરતા સૈનિકો(soldiers) માટે રક્ષા કવચ તૈયાર કરાયું છે.યુવા જાગૃતિ ટ્રસ્ટ દ્વારા સરહદના સૈનિકોને રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને રક્ષા  કવચ રૂપી રાખડીઓ મોકલવાનું શરૂ કર્યું છે. આ ગ્રુપ દ્વારા અંદાજે 100થી 150 લોકો પોસ્ટ મારફતે રાખડીઓ મોકલશે અને તેમના દ્વારા સહરદના સૈનિકો(soldiers) માટે 16 હજાર રાખડીઓ તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો – સેના મેડલ પ્રાપ્ત ગુજરાતના વીર શહીદ “શૈલેષ નિનામા”

soldier Rakhadi

દેશના જવાનો માટે તૈયાર કરાયું રક્ષાસૂત્ર 

સુરતના વરાછા શક્તિ વિજય વાડીમાં યુવા જાગૃતિ ટ્રસ્ટના કાર્યકર્તાઓ એકત્રિત થઈને દેશના સૈનિકો(soldiers) પ્રત્યેની પોતાની લાગણી દર્શાવવા વિશેષ કાર્ય કરી રહ્યા છે.દેશના વીર જવાનો(soldiers) માટે રાખડીઓ તૈયાર કરી રહ્યા છે.આ રાખડીઓ દેશની રક્ષા કરતાં જવાનોની દીર્ઘાયુની પ્રાથના સાથે દેશની સરહદે મોકલી રહ્યા છે. રક્ષાબંધનનો તહેવાર ઉજવણી પાછળની માન્યતા આપણી એવી છે કે જે પણ વ્યક્તિ આપણી રક્ષા કરે છે તેને આપણે રક્ષાસૂત્ર મોકલીને તેની પોતાની દીર્ઘ આયુષ્યની કામના કરીએ છે. જે જવાનો દેશની ચારે ફરતે સરહદો ઉપર રાત-દિવસ એક કરીને આપણા દુશ્મનો સામે સામી છાતીએ ઊભા રહીને આપણી રક્ષા કરે છે તેવા દેશના સપૂતોને તેમની દીર્ઘાયુ માટે રક્ષાસૂત્ર મોકલવાનું આયોજન કરાયું છે.

MAKE RAKHADI

સુરતની બહેનોએ દેશના જવાનોને રાખડી મોકલી દીર્ઘાયુની કરી પ્રાથના

સુરતથી લદાખ, સિયાચીન, કચ્છ બોર્ડર, વાઘા બોર્ડર સહિતની તમામ સરહદો ઉપરના સૈનિકોને(soldiers) રાખડી મોકલવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે.સૈનિકો(soldiers) દરેક તહેવારને પોતાના પરિવાર સાથે ઉજવી શકતા નથી. તેઓ પોતાના ઘરથી અને પોતાની બહેનોથી પણ ખૂબ જ દૂર રહે છે. ત્યારે તેમની સાથે સમગ્ર દેશ જોડાયેલો છે. તેવી ભાવના સાથે રક્ષાસૂત્ર મોકલવામાં આવી રહી છે. તેમના દીર્ઘાયુની ચિંતા માત્ર તેમના પરિવાર નહીં પરંતુ સમગ્ર દેશ કરી રહ્યો છે તેવી લાગણી આ રાખડી પાઠવીને તે વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો – નાના ગામનો મોટો સૈનિક

સુરતના યુવા જાગૃતિ ટ્રસ્ટ દ્વારા 16 હજાર જવાનો માટે મોકલવામાં આવ્યું રક્ષાસૂત્ર 

યુવા જાગૃતિ ટ્રસ્ટના કાર્યકર દિપ્તી પટેલે  જણાવ્યું હતું કે આપણાં સૌની ખરી રક્ષા કરનાર દેશના સૈનિકો(soldiers) માટે રાખડીઓ મોકલવાનું આયોજન કર્યું છે.દેશના જવાન માટે ટ્રસ્ટ દ્વારા ડોનેશન એકત્ર કરી રક્ષાસૂત્ર સ્વરૂપે રાખડીઓ બનાવી રહયા છે.અને તે દેશની સરહદે જવાનોની માહિતી મેળવી મોકલી રહ્યા છે.આ કાર્યમાં નાના બાળકો પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે. શરૂઆતમાં જેટલા પણ જવાનોની માહિતી મળી હતી તે મુજબ અમે 12 હજાર જેટલી રાખડીઓ તૈયાર કરવાનું આયોજન કર્યું હતું, પરંતુ ત્યારબાદ તે સંખ્યામાં વધારો થતાં અંતે 16000 રાખડી બનાવવાનું નક્કી કર્યું છે.આ તમામ રાખડીઓ તૈયાર થઈ ગયા બાદ તેને પોસ્ટ કરી દેવામાં આવશે. જેથી કરીને આપણા વીર જવાનો આપણા ભાઈઓને સમયે રાખડી મળી રહે અને તેમને એક સંદેશો મળે કે સમગ્ર દેશની બહેનો અને તમામ લોકો તેમના દીર્ઘ આયુષ્યની કામના કરી રહ્યા છે. દેશ તેમની આ સેવા બદલ ઋણી છે એવો એક ભાવ પણ વ્યક્ત કરી રહ્યા છે.

આવી જ ખબરો મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment