Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeભક્તિરામ રક્ષા સ્તોત્ર

રામ રક્ષા સ્તોત્ર

Ram Raksha Stotra
Share Now

હિંદુ ધર્મમાં ચૈત્રી નવરાત્રીનું ધાર્મિક મહત્વ ઘણું વધારે છે. નવ દિવસ સુધી લોકો માતાજીના અનુષ્ઠાન, પૂજા પાઠ કરતા હોય છે અને આ નવરાત્રીના નવમાં દિવસે રામ નવમી ઉજવાય છે. નવરાત્રી દરમિયાન અને રામ નવમીના દિવસે રામ રક્ષા સ્ત્રોતના પાઠ કરવાનું ધાર્મિક મહત્વ ઘણું વધારે છે. રામ રક્ષા સ્તોત્ર રક્ષા કવચ જેવું કામ કરે છે. એવી માન્યતા છે કે સ્વયં મહાદેવ શંકરે બુધકૌશિક ઋષિને સ્વપ્નમાં આવીને આ સ્તોત્ર સંભળાવ્યું હતું અને ત્યારબાદ પ્રાત કાળે ઋષિએ આ સ્તોત્રને ભોજપત્ર પર લખ્યું હતું. આ સ્તોત્ર સંસ્કૃત ભાષામાં રચાયેલુ છે.

Lord Ram

રોજ આ સ્તોત્રનો પાઠ કરવાથી આધિ,વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મળે છે. એવી પણ માન્યતા છે કે આ સ્તોત્રનો પાઠ કરનારને લાંબુ આયુષ્ય, સંતતિ તેમજ વિજય પ્રાપ્ત થાય છે. આ સ્તોત્રમાં ભગવાન રામચંદ્રનું  વર્ણન, રામાયણની રૂપરેખા, ભગવાન રામની સ્તુતિ, તેમના પૂર્વજોની સ્તુતિ અને રામનામ ના મહિમાની વાત છે.

આ સ્તોત્રના પઠન વખતે કઈ બાબતોનું ધ્યાન રાખીશું ?

  • રામરક્ષા સ્તોત્રનો પાઠ કરતી વખતે રામ રક્ષા યંત્ર કે ભગવાન શ્રી રામની છબિ તમારી સમક્ષ રાખો 
  • મંત્રોનું ઉચ્ચારણ એકદમ સ્પષ્ટ રાખો
  • શ્લોકમાં જે સ્થિતિનું વર્ણન હોય તેનું મનમાં ધ્યાન કરો
  • શાંત વાતાવરણમાં બેસીને પઠન કરો

કોરોના મહામારીમાં રામ રક્ષા સ્તોત્રનું પઠન કરવાથી તમારી ચારે તરફ સુરક્ષા કવચ બની જશે અને તમામ પ્રકારની મુસિબતોમાંથી તમને રક્ષા મળશે.

રામ રક્ષા સ્તોત્રના શ્લોકો, તેનું પઠન કેવીરીતે કરવું તેના માટે જુઓ આ વિડિયો: ॥ श्री राम रक्षा स्तोत्र॥

વધારે માહિતી માટે ડાઉનલોડ કરો:  OTT India App 

Android: http://bit.ly/3ajxBk4

iOS:http://apple.co/2ZeQjTt

No comments

leave a comment