બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને ઋતિક રોશન રવિવારે જૈકી ભગનાની ની ઓફિસની બહાર જોવા મળ્યા હતા. રિપોર્ટ અનુસાર, ફિલ્મમેકર બંનેની સાથે મળીને એક ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે. ત્યારબાદ રણબીર અને ઋતિકને નમિત મલ્હોત્રા સાથે મીટિંગ કરતા જોવા મળ્યા છે જે ‘રામાયણ’ (Ramayana ) ફિલ્મને લઈને ઘણા ચર્ચામાં છે. આ મીટિંગનો ભાગ નિતેશ તિવારી અને મધુ માનતેના પણ રહ્યાં હતા.
Ramayana Film ની ખાસ ચર્ચા
એક રિપોર્ટ અનુસાર, ઋતિક રોશન અને રણબીર કપૂરને રાવણ અને રામના પાત્ર માટે ફાઈનલ કરવામાં આવી ચૂક્યા છે. બંનેની આ પ્રથમ જ મીટિંગ હતી, જેમાંથી પ્રોજેક્ટ વિશે વાતચીત થઈ હતી. અહીં સુધી કે ફિલ્મનું શૂટિંગ (Ramayana ) અને તૈયારીઓ પણ આવતા વર્ષ સુધીમાં શરૂ થઈ જશે. ઉલ્લેખનિય છે કે, બંનેને રાવણ અને રામની ભૂમિકા માટે ઘણી બાબતો પર કામ કરવાનું પણ કહી દીધું છે. જોકે, મેકર્સે હજુ સુધી સીતાના પાત્ર માટે કોઈ પણ એક્ટ્રેસને ઓનબોર્ડ કરી નથી. પહેલા કરીના કપૂર ખાન અને રિયા ચક્રવર્તીનું નામ સીતા માટે ચર્ચામાં હતુ.
આ પણ વાંચોઃ- 7 ઓક્ટોબર સુધી NCBના સકંજામાં રહેશે આર્યન ખાન, કોર્ટે જામીન અરજી નકારી
ટીમે હજુ સુધી કોઈ પણ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ આપી નથી. રિપોર્ટ અનુસાર, ટીમ મોટા પાયા પર રામ, રાવણ અને સીતા જેવા પાત્રોને ક્રિએટિવ્ઝની મદદથી દર્શકો સુધી પહોંચાડશે. ઋતિક અને રણબીર હાલ અન્ય કોઈ પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. ‘રામાયણ’ની ટીમ બંનેની મળીને સાધારણ વાતચીત કરવા માંગતી હતી. આ ફિલ્મમાં પહેલીવાર ઋતિક અને રણબીર સાથે જોવા મળશે.
Karina Kapoor Khan નું નામ છે ચર્ચામાં
ઉલ્લેખનિય છે કે, કરીના કપૂર ખાનનું નામ સીતા ના પાત્ર માટે ચર્ચામાં છે. પણ અભિનેત્રીએ મોટી રકમની ડિમાન્ડ કરી હતી. તે ઘટના ઘણી વાઈરલ થઈ હતી. જોકે, કરીનાના બચાવમાં ઘણી અભિનેત્રીઓ આવી હતી. જેમનું કહેવુ હતુ કે, પુરુષ અને મહિલા વચ્ચે સેલરી વિશે ઘણા ભેદભાવ કરવમાં આવે છે. જો કરીનાએ વધારે રકમની માંગણી કરી છે તો તે ડિઝર્વ કરે છે. તે ઉપરાંત કરીનાને સીતાના પાત્રમાં જોઈને ઘણાં યૂઝર્સે તેને ટ્રોલ કરી હતી.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4