Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 15.
Homeભક્તિRameshwar Temple માં મોટા શિવલિંગ ફરતે વર્તુળાકારમાં 12 જ્યોર્તિંલિંગ છે બિરાજમાન

Rameshwar Temple માં મોટા શિવલિંગ ફરતે વર્તુળાકારમાં 12 જ્યોર્તિંલિંગ છે બિરાજમાન

Rameshwar Temple
Share Now

ॐ त्र्यम्बकं यजामहे, सुगंधिं पुष्टिवर्धनम् ।
उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षिय मामृतात्

લોકોના મુખે જ્યારે પણ રામેશ્વર શબ્દ આવે ત્યારે પ્રથમ પસંદગી તમિલનાડુના રામેશ્વર મંદિર (Rameshwar Temple) પર જ થતી જોવા મળતી હોય છે. પરંતુ અહીં આપણે વાત કરી રહ્યાં છીએ એક એવા અનોખા રામેશ્વર મંદિરની જે અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં બિરાજમાન છે. આ મહાદેવનું મંદિર પણ અન્ય મંદિરોની જેમ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. તો આવો જાણીએ આ મંદિરની ખાસ વિશેષતા વિશે…

Rameshwar Temple ની સ્થાપના શિવરાત્રીના દિવસે થઈ 

Rameshwar Temple

Rameshwar Temple Nirnaynagar Ahmedabad

અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં આવેલુ રામેશ્વર મંદિર મહાદેવ (Rameshwar Temple) ના ભક્તો માટે ખાસ આસ્થાનું કેન્દ્ર છે. વર્ષો પહેલા નિર્ણાયનગર વિસ્તારમાં એક મંદિર બિરાજમાન હતું. ત્યારબાદ તેનો જીર્ણોદ્વાર કરી અને એક મોટા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ.  કહેવાય છે કે, મહાદેવના મંદિરની સ્થાપના શિવરાત્રીના દિવસે થઈ હતી.

મહાદેવના મંદિરની વાત આવે ત્યારે ત્યાં તેના બાંધકામની ચર્ચા તો જરૂર થતી હોય છે. ત્યારે રામેશ્વર મંદિરના બાંધકામની વિશેષ વાત કરીએ તો અહીં મહાદેવનું શિવલિંગ આશરે 20 ફૂટ જેટલું ઊંચુ અને 5 ફૂટ જેટલા વ્યાસનું મોટુ છે. શિવલીંગની ઉપર નાગની વિશાળ ફેણ છે તથા નાગ શિવલીંગ ફરતે વીંટળાયેલો છે.

આ પણ વાંચોઃ- Jalaram મંદિર પાલડી ખાતે જલારામ બાપ્પાની સાથે 12 જ્યોતિર્લિંગના કરો દર્શન

Rameshwar Temple ની ખાસ વિશેષતા

Rameshwar Temple

શિવલિંગ પર ‘ઓમ નમઃ શિવાય, શ્રી રામેશ્વરાય નમઃ’ લખેલું છે. લીંગની ફરતે વર્તુળાકારમાં બાર જ્યોતિર્લિંગ બિરાજમાન છે. મહાદેવના આ મંદિરની આજુબાજુમાં વિશાળ ખુલ્લી જગ્યા આવેલી છે. શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્તોનો ભારે માત્રામાં ધસારો જોવા મળે છે. શ્રાવણ મહિના દરમિયાન અહીં શિવલીંગનો ફૂલ દ્વારા શણગાર કરવામાં આવે છે. તે દરમિયાન ભક્તોની ભારે માત્રામાં ભીડ ઉમટે છે. શિવરાત્રીના દિવસે અહીં મેળા જેવી અનુભુતી જોવા મળતી હોય છે.

જીર્ણોદ્વાર દ્વારા નવા સ્થાપિત કરેલા મંદિરના વિશેષતાની જો વાત કરીએ તો અહીં અનેક દેવી દેવતાઓની મુર્તિ બિરાજમાન છે. મંદિરમાં ખોડિયાર મા, મા અંબે મા ઉપરાંત બહુચર માતા, બાબા રામદેવપીર, પંચમુખી ગણપતિ બાપા, રાધાકૃષ્ણ, જલારામ બાપા, પંચમુખી હનુમાન જી અને બાપા સિતારામની મૂર્તિઓ બિરાજમાન છે. વર્ષોથી આ મંદિરમાં પુજા કરી રહેલા પુજારીનું કહેવુ છે કે, શ્રદ્ધાથી લોકો મંદિરના દર્શને આવે છે. જે તમામ ભક્તોની મનોકામના પુર્ણ થાય છે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment