સંજૂ, રોકસ્ટાર, એ દિલ હે મુશ્કિલ અને યે જવાની હૈ દીવાની જેવી હિટ ફિલ્મોમાં પોતાની સરસ એક્ટિંગથી ફેન્સના દિલ જીતી ચૂકેલા રણબીર કપૂર (Ranbir Kapoor) આજે 39 વર્ષનો થઈ ચૂક્યો છે. ઋષિ કપૂર અને નીતૂ સિંહનો દીકરો રણબીર કપૂર બાળપણથી જ ખૂબ તોફાની હતો અને અભ્યાસમાં જરાય રૂચી હતી નહીં. રણબીર ક્યારેય પણ એક્ટર બનવા માંગતો નહોતો, પણ અભ્યાસથી દૂર ભાગવા માટે તેણે પિતાની જેમ એક્ટિંગમાં કરિયર બનાવવાનું વિચાર્યુ. આજે રણબીરના જન્મદિવસ નિમિતે આવો જાણીએ તેની જિંદગી સાથે સંકળાયેલી કેટલીક રસપ્રદ વાતો.
Ranbir Kapoor અભ્યાસથી બચવા માટે બન્યો હતો એક્ટર
28 સપ્ટેમ્બર 1982માં જન્મેલો રણબીર કપૂર બાળપણમાં ઘણો તોફાની હતો. રણબીરને અભ્યાસ કરતા સ્પોર્ટ્સમાં વધારે રસ હતો. જેના કારણે તેને માતા પિતા ઘણું વઢતા હતા. ધ કપિલ શર્મા શો દરમિયાન એક્ટરે જણાવ્યું છે કે, મારા પરિવારમાં સૌથી વધારે મેં અભ્યાસ કર્યો છે, 12માં ધોરણ સુધી. રણબીર જણાવે છે કે, મારા પિતા ઋષિ કપૂર પણ 10માં ધોરણમાં ફેલ થઈ ગયા હતા. અમારા પરિવારમાં બધાએ ઓછો અભ્યાસ કર્યો છે.
આથી બધાએ એક્ટિંગમાં કરિયર બનાવ્યું છે. રણબીર કહે છે કે, મેં પણ અભ્યાસમાંથી છુટકારો મેળવવા જ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. સ્કૂલ પૂર્ણ થયા બાદ રણબીર ફિલ્મ સ્ટડિઝ માટે ન્યૂયોર્ક ગયો હતો. ત્યારબાદ તેણે 1999ની ફિલ્મ ‘આ અબ લૌટ ચલે’થી ઈન્ડસ્ટ્રીમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પગ મૂક્યો.આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય લીડ એક્ટ્રેસ હતી.
ઐશ્વર્યાને ઈમ્રેસ કરવા જૂઠ્ઠુ બોલતો હતો
IMAGE CREDIT: GOOGLE
દેશના લાખો લોકોની જેમ રણબીર કપૂર પણ ઐશવર્યાનો દીવાનો હતો પણ તે ઐશ્વર્યા કરતા ઘણો નાનો હતો. રણબીરે લંડનમાં ફિલ્મના શૂટિંગ દરમિયાન ઐશ્વર્યાને ઈમ્પ્રેસ કરવા માટે જૂઠ્ઠુ બોલ્યો હતો કે તેના 65% માર્કસ આવ્યા છે, જ્યારે તેના ફક્ત 54.3 % જ આવ્યા હતા. વર્ષો બાદ રણબીર અને ઐશ્વર્યા 2016ની ફિલ્મ એ દિલ હે મુશ્કિલમાં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં બંનેના બોલ્ડ સીન જોઈને સૌ કોઈ હેરાન હતા.
IMAGE CREDIT: GOOGLE
8માં ધોરણમાં પહેલી ગર્લફ્રેન્ડ બની હતી
અત્યારે આલિયા ભટ્ટની સાથે રિલેશનને લઈને ચર્ચામાં છે. રણબીર બાળપણથી જ ગર્લફ્રેન્ડની બાબતમાં ઘણો આગળ રહ્યો છે. એક્ટરે એક શો દરમિયાન જણાવ્યું હતુ કે, તેણે લગભગ 8માં ધોરણમાં પ્રથમ ગર્લફ્રેન્ડ બનાવી હતી. બંને ધાબા પર મળવા ગયા હતા જ્યાં તેની ગર્લફ્રેન્ડ સંતાઈને બેઠી હતી, જેવું રણબીર હાથ મિલાવવા આગળ વધ્યો તે ભાગી ગઈ.
આ પણ વાંચોઃ- Lata Mangeshkar ના જન્મદિવસ નિમિતે પીએમ મોદીએ કરી આ ખાસ ટ્વિટ
તોફાની Ranbir Kapoor એ ફાયરબ્રિગેડ બોલાવી લીધી હતી
એક રિયાલિટી શો દરમિયાન નીતૂ સિંહે ખુલાસો કર્યો હતો કે, રણબીર બાળપણમાં તેના પરિવારની સાથે ન્યૂયોર્કમાં હતો. અહીં તોફાન કરતા ફાયરબ્રિગેડ અલાર્મ વગાડી દીધુ હતુ અને પછી સંતાઈ ગયો. થોડા સમયમાં આગ લાગવાના સમાચાર સાંભળતા ફાયરબ્રિગેડની ગાડીઓ બિલ્ડિંગના નીચે આવી ગઈ હતી. આ બધુ જોઈને રણબીર દાદી પાસે જઈને સંતાઈ ગયો અને દાદીને આખી વાત વિસ્તારમાં જણાવી દીધી અને કોઈને ના કહેવા પર ભાર મૂક્યો.
સાંવરિયા રણબીરની પ્રથમ ફિલ્મ નહોતી
IMAGE CREDIT: GOOGLE
ઘણા લોકોનું માનવુ છે કે, રણબીરે 2007માં આવેલી સંજય લીલા ભણસાળીની ફિલ્મ સાંવરિયાથી એક્ટિંગની કરિયર શરૂઆત કરી હતી. જોકે, એ ખોટુ છે. રણબીરે 2004માં બીઆર ચોપરાના ગ્રેન્ડસન અભય ચોપરાની શોર્ટ ફિલ્મ કર્માથી એક્ટિંગની શરૂઆત કરી હતી. આ ફિલ્મ સ્ટૂડન્ડ ઓસ્કાર માટે પણ નોમિનેટ થઈ હતી.
ઉલ્લેખનિય છે કે, એક્ટરની પ્રથમ બોલિવૂડ ફિલ્મ સાંવરિયા બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. તેની એક્ટિંગે દર્શકોના દિલમાં સારી છાપ છોડી હતી. સાંવરિયા બાદ રણબીરે બચના એ હસીને, વેક અપ સિડ, અજબ પ્રેમ કી ગજબ કહાની, રાજનીતિ, અનજાના અનજાની, રોકસ્ટાર, બર્ફી જેવી સરસ ફિલ્મોમાં જોવા મળી ચૂક્યો છે. જલદી જ એક્ટર આયાન મુખર્જીની ફિલ્મમાં આલિયા ભટ્ટની સાથે જોવા મળશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4