આણંદ (Anand)ખાતે પોલીસ (Police)ની ફિટનેશ ચકાસવા માટે મોકડ્રિલનું આયોજન કર્યું હતુ. જેમાં આણંદ પોલીસે મોકડ્રિલ યોજી હતી. મહત્વનું છે કે, આ પહેલા પણ અનેક વખત આતંકીઓ ઘટનાને અંજામ આપી ચુક્યા છે જેના પગલે આજે મોકડ્રિલ યોજવામાં આવી હતી.
આણંદ ખાતે આણંદ પોલીસ (Anand Police)દ્વારા એક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં આતંકીઓને ઠાર મારવાની ભૂમિકા મોખરે રહી હતી. આતંકીઓએ મુસાફરો ભરેલી બસનું અપહરણ કર્યુ હોવાની જાણ થતા સ્થાનિક પોલીસ કામે લાગી હતી. જેમાં આણંદ પોલીસે એક આતંકવાદી (Terrorist)ઓને ઠાર માર્યો હતો જ્યારે બે આતંકીને ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર ઘટના મોકડ્રિલ (Mockdrill)હોવાનું ખુલતા હાસકારો અનુભવાયો હતો. રેન્જ આઇજીએ પોલીસની ફિટનેસ ચકાસવા માટે આ મોકડ્રિલ યોજી હતી.
ચોરીનો પોલીસે મુંબઈ જઈ ભેદ ઉકેલ્યો જુઓ વીડિયો:
આ પણ વાંચો: ડીસાના ભોંયણ નજીક ચાર વાહન વચ્ચે અકસ્માત, આગ લાગતા 2ના મોત
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4