Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / October 16.
Homeભક્તિખોડિયાર મા છેલ્લા 35 વર્ષથી રાણીપમાં છે બિરાજમાન, ભક્તોને છે તેમના પર અપાર શ્રદ્ધા

ખોડિયાર મા છેલ્લા 35 વર્ષથી રાણીપમાં છે બિરાજમાન, ભક્તોને છે તેમના પર અપાર શ્રદ્ધા

ranip
Share Now

ભારતમાં મા ખોડિયારને પૂજનારો ઘણો મોટો વર્ગ છે. આઇ શ્રી ખોડીયાર માતાનું મંદિર ન્યુ રાણીપ (Ranip) માં આવેલુ છે. આ મંદિર 35 વર્ષ કરતાં પણ ઘણુ જૂનું છે. મા ખોડીયાર દરેકની મનોકામનાઓ પૂર્ણ કરે છે. ભક્તો પણ અતૂટ શ્રદ્ધા સાથે માતાના ચરણોમાં થાય છે નતમસ્થક.

ખોડિયાર માતા હિન્દૂ ધર્મના દેવી તરીકે પૂજાય છે. ખોડિયાર માતા જ્ઞાતિએ ચારણ હતા. રવિવારે મંદિરમાં મેળા જેવુ વાતાવરણ હોય છે. મા આધ્યા શક્તિ ખોડિયાર માતાજીના મંદિરમાં ભક્તો દુર દુરથી દર્શન કરવા અહીં આવતા રહે છે. જોવા જઈએ તો મા ખોડિયારના મંદિરો ગુજરાતમાં ઘણા છે.

ખોડિયાર માતાના મંદિરો ગુજરાતના સૌરાષ્ટ્રમાં ત્રણ, લેઉઆ સમાજમાં ખાસ કરીને કુળદેવી તરીકે માતા ખોડિયાર પૂજાય છે.

Ranip ના ખોડિયાર મા ની વિશેષતા

ખોડિયાર જયંતિના દિવસે અહીં ઉજવણી કરવામાં આવે છે. આસપાસના વિસ્તારના ભક્તોમાં માતા પ્રત્યેની શ્રદ્ધા જોવા મળે છે. બાળકોથી લઈને યુવાનો અને વૃદ્ધો માતાના ચરણોમાં આવે છે. અને ભક્તિમાં લીન થઈ જાય છે. હજારો લોકોની મનોકામનાઓ પૂરી કરનારા ખોડિયાર માતાજીના ભક્તોમાં એક અલગ પ્રકારની ભક્તિ જોવા મળે છે.

ઘણા ભક્તો તો વર્ષોથી માતાના દર્શને આવે છે. અહીં એવુ પણ કહેવાય છે કે,ભક્તો અહીં આવે છે રડતાં રડતાં અને જાય છે હસતાં હસતા. ખોડિયાર માતા ના પરચા વિશે રાણીપ (Ranip) વિસ્તાર સહિત આજુબાજુના વિસ્તારમાં પણ ચર્ચાઓ ઘણી થઈ રહી છે. ભક્તોની મા ખોડિયાર પ્રત્યેની અતૂટ શ્રદ્ધાના કારણે ઘણીવાર ભક્તોને મા દર્શન પણ આપે છે. તો તમે પણ આવો માતાના દર્શન કરવા અને થઈ જાઓ પાવન. વાંચતા રહો  OTT India Read…

આ પણ વાંચોઃ- Jalaram મંદિર પાલડી ખાતે જલારામ બાપ્પાની સાથે 12 જ્યોતિર્લિંગના કરો દર્શન

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment