Ranji Trophy 2021- 22- આજે ભારતીય ક્રિકેટના રણજી ટ્રોફી માટે ખૂબ જ ઐતિહાસિક દિવસ છે. આજે ચેન્નાઈ ખાતે શરૂ થયેલ રેલ્વે અને જમ્મુ-કાશ્મીર વચ્ચેની મેચ રણજી ટ્રોફીના ઇતિહાસની ૫૦૦૦મી મેચ બની રહી હતી. ચેન્નાઈના આઈ. આઈ. ટી, ચેમ્પલાસ્ટનાં ગ્રાઉંડ ખાતે શરૂ થયેલ આ મેચ એક ઐતિહાસિક ક્ષણનો ભાગ બની છે. ૨ વર્ષ પછી ફરી શરૂ થયેલા રણજી ટ્રોફીથી ભારતીય ક્રિકેટના ડોમેસ્ટિક સર્કિટમાં ખૂબ જ ઉત્સાહની લાગણી પ્રવર્તી રહી છે.
5⃣0⃣0⃣0⃣ reasons to celebrate! 🙌 🙌
A landmark moment in the history of #RanjiTrophy! 👏 👏@Paytm pic.twitter.com/GZZ3eelAMG
— BCCI Domestic (@BCCIdomestic) March 3, 2022
રણજી ટ્રોફી નામ પૂર્વ ક્રિકેટર રણજીત સિંહજી પર રાખ્યું છે. રણજીત સિંહજી એ આંતરરાષ્ટીય ક્રિકેટમાં પ્રતિનિધિત્વ કર્યું હતું. રણજી ટ્રોફી એ એક ઘરેલુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ચેમ્પિયનશીપ છે જે ભારતના ક્ષેત્રીય અને રાજ્ય એસોસિએશનની ટીમો આમને સામને રમતી હોય છે. આમ, ૮૭ વર્ષ પછી શરૂ થયેલ આ ટુર્નામેન્ટ આજે ૫૦૦૦ મેચ પર આવીને ઊભી રહી છે. આ આંકડા દેખાડે છે કે ભારતીય ક્રિકેટમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનું ખૂબ જ મહત્વ છે.
અહીંયા વાંચો: રુસ અને યુક્રેન વચ્ચેના યુદ્ધથી શું ભારતને અસર થશે?
રણજી ટ્રોફી ક્યારે શરૂ થઈ? (Ranji Trophy 2021- 22)
રણજી ટ્રોફીની શરૂઆત ૮૭ વરસ પહેલાં ૧૯૩૪-૩૫માં થઈ હતી. જેમાં બોમ્બે (અત્યારે મુંબઈ) ચેમ્પિયન બન્યું હતું. નૉર્થન ઇન્ડિયાને ફાઇનલમાં હરાવીને બોમ્બે રણજી ટ્રોફીના ઇતિહાસનું સૌપ્રથમ ચેમ્પિયન બન્યું હતું. હાલ રણજી ટ્રોફીમાં કુલ ૩૮ ટીમો રમી રહી છે. રણજી ટ્રોફીના ઇતિહાસમાં સૌપ્રથમ વાર એવું બન્યું કે ૨૦૨૦-૨૧ સિઝનની રમત શક્ય બની શકી નહિ. કોરોનાના કારણે તે ૨ વર્ષ સુધી આયોજન થયું નહોતું.
રણજી ટ્રોફીના ઇતિહાસના રેકોર્ડ: સૌથી વધુ વખત રણજી ટ્રોફી કોણે જીતી છે?
રણજી ટ્રોફીના ઇતિહાસમાં સૌથી વધુ વખત ટ્રોફી મુંબઈ ટીમે જીતી છે. કુલ ૪૧ વખત મુંબઈની ટીમ રણજી ચેમ્પિયન બની છે. મુંબઈની રણજી ટીમનો આ ટૂર્નામેન્ટમાં દબદબો રહ્યો છે. જોકે છેલ્લે ૨૦૧૫-૧૬નાં સિઝનમાં ચેમ્પિયન બન્યું હતું. છેલ્લે તેઓ ૨૦૧૬-૧૭ નાં ટૂર્નામેન્ટમાં ફાઇનલમાં આવ્યા હતા. આ પછી તેઓ ક્યારેય ફાઇનલમાં આવ્યા નથી.
સૌથી વધુ રન કોના નામે છે?
(Ranji Trophy 2021- 22) રણજી ટ્રોફીનાં ઇતિહાસમાં સૌથી વધુ રન વસીમ જાફરનાં નામે છે. તેમણે ૧૨,૦૦૦ થી પણ વધુ રનો ફટકારેલા છે. આ ઉપરાંત સૌથી વધુ મેચ (૧૫૫ મેચો) રમવાનો, સૌથી વધુ સદીઓ (૪૦ સદી) અને એક જ સિઝનમાં સૌથી વધુ સદી ( ૭ સદી) ફટકારવાનો રેકોર્ડ્સ વસીમ જાફરનાં નામે છે. વસીમ જાફર રણજી ટ્રોફીમાં મુંબઈ અને વિદર્ભ તરફથી રમી ચૂક્યા છે. અને તેઓ ભારતના પૂર્વ ઓપનર પણ રહી ચૂક્યા છે.
સૌથી વધુ વિકેટ કયા બોલરના નામે છે?
આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ રાજેન્દ્ર ગોયલનાં નામ પર છે. ગોયલ વર્ષ ૧૯૫૮-૧૯૮૫ સુધી આ ટુર્નામેંટ રમ્યા છે. જેમાં તેમણે કુલ ૬૪૦ વિકેટ્સ ઝડપી છે.
વધુ માહિતી માટે જોડાયેલા રહો OTT INDIA સાથે..