ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને સોમવારે એક હત્યા કેસમાં સીબીઆઈની વિશેષ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. તેમની સાથે અન્ય ચાર લોકોને પણ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 2002માં ડેરાના પૂર્વ મેનેજર રણજીત સિંહની હત્યામાં રામ રહીમ અને અન્યને 8 ઓક્ટોબરે દોષિત ઠેરવવામાં આવ્યા છે. સજાના એલાન પહેલા હરિયાણાના પંચકુલા જિલ્લામાં કલમ -144 લાગુ કરવામાં આવી હતી. તેમજ સુરક્ષા વ્યવસ્થા સજ્જડ બનાવી હતી.
સજાની જાહેરાત પહેલા સુરક્ષા વ્યવસ્થામાં વધારો
ઓગસ્ટ 2017 ની હિંસાને જોતા સુનાવણી પહેલા અથવા રામ રહીમને લગતા કોઈપણ કેસમાં સજાની જાહેરાત પહેલા સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવે છે. 2017 માં રામ રહીમને બળાત્કારના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ 36 લોકોની હત્યા થઈ હતી. છેલ્લી સુનાવણી દરમિયાન સીબીઆઈએ કોર્ટ પાસેથી ડેરા વડાને ફાંસીની સજાની માંગણી કરી હતી. ત્યારે ખુદ રામ રહીમે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોહતક જેલમાંથી દયાની અરજી કરી હતી. બે અનુયાયીઓ પર બળાત્કાર કરવા બદલ રામ રહીમ 20 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે. રામ રહીમે કોર્ટ સમક્ષ દયાની અરજી કરતી વખતે બ્લડ પ્રેશર, આંખો અને કિડનીને લગતા તેમના રોગોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ પણ વાંચો:આતંકવાદી બન્યા બેખૌફ, આતંકવાદી સંગઠન ULFએ બિહારી મજૂરોને આપી ધમકી
પીડિતાએ તેને ભગવાનની જેમ માન્યો
CBI એ ડેરા ચીફની અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે પીડિતાએ તેને ભગવાનની જેમ માન્યો હતો અને આરોપીએ તેની વિરુદ્ધ અપરાધ કર્યો હતો. એજન્સીએ એમ પણ કહ્યું કે તેનો ગુનાહિત ઇતિહાસ રહેલો છે. આવી સ્થિતિમાં એજન્સીએ રામ રહીમ સામે IPC ની કલમ 302 હેઠળ મહત્તમ સજાની માંગણી કરી હતી.
જુલાઈ 2002 માં રણજિતની હત્યા કરવામાં આવી હતી
વર્ષ 2002 માં 10 જુલાઈના રોજ રણજિત સિંહની હત્યા કરવામાં આવી હતી. આ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા કરવામાં આવી હતી અને સમગ્ર મામલો વિશેષ સીબીઆઈ કોર્ટમાં જ ચાલ્યો હતો. આ ઘટનાને 19 વર્ષ વીતી ગયા બાદ આ મહિનાની શરૂઆતમાં રામ રહીમ સહિત પાંચ લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ મામલે સમગ્ર ચર્ચા 12 ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ હતી.
રોહતકની સુનારિયા જેલમાં બંધ
CBI એ 3 ડિસેમ્બર, 2003 ના રોજ આ કેસમાં FIR કરી હતી. પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા માટે રામ રહીમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સજા પછી તે રોહતકની સુનારિયા જેલમાં બંધ છે.
ઉલ્લેખનીય છે કે, ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને સોમવારે એક હત્યા કેસમાં સીબીઆઈની વિશેષ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. તેમની સાથે અન્ય ચાર લોકોને પણ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 2002માં ડેરાના પૂર્વ મેનેજર રણજીત સિંહની હત્યામાં રામ રહીમ અને અન્યને 8 ઓક્ટોબરે દોષિત ઠેરવવામાં આવ્યા છે. સજાના એલાન પહેલા હરિયાણાના પંચકુલા જિલ્લામાં કલમ -144 લાગુ કરવામાં આવી હતી. તેમજ સુરક્ષા વ્યવસ્થા સજ્જડ બનાવી હતી.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4