Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / July 2.
Homeઑટો & ગેજેટ્સપ્રાઈવેટ સેક્ટરની સૌથી મોટી ડિફેન્સ ડીલ: ટાટા-Airbus વચ્ચે 22,000 કરોડનો સોદો

પ્રાઈવેટ સેક્ટરની સૌથી મોટી ડિફેન્સ ડીલ: ટાટા-Airbus વચ્ચે 22,000 કરોડનો સોદો

Tata's Airbus Plant: Tata Airbus to set up plant in Gujarat-UP, Rs 22,000 crore deal with Centeral Govt
Share Now

નવી દિલ્હી : ભારતીય સંરક્ષણ ક્ષેત્રમાં હવે ખાનગી પ્લેયર્સની પણ એન્ટ્રી થઈ રહી છે. મોદી સરકારે દેશની ડિફેન્સ સિસ્ટમને મજબૂત કરવા માટે અને ઝડપથી સુધારો લાવવા માટે પ્રાઈવેટ કંપનીઓને પણ ડિફેન્સ ઓર્ડર આપવાની કવાયત શરૂ કરી હતી. આ નવી સિસ્ટમની શરૂઆત જ ટાટા(Ratan Tata Airbus Defense Deal) સાથે થઈ છે.

ratan-tata-airbus-defense-deal-indias-first-ever-and-biggest-private-defense-deal-won-by-tata

Ratan Tata Airbus Defense Deal

ભારતના સૌથી મોટા ખાનગી સંરક્ષણ સોદામાં ટાટાની કંપનીએ બાજી મારી છે. ટાટા અને યુરોપની મલ્ટીનેશનલ એરોસ્પેસ ડિફેન્સ કંપની એરબસ(Airbus)ના સંયુક્ત સાહસને સરકાર તરફથી આ 22,000 કરોડનો રક્ષા મંત્રાલય માટે 56 સી-295 ટ્રાન્સપોર્ટ વિમાનો બનાવવા(Ratan Tata Airbus Defense Deal)નો ઓર્ડર મળ્યો છે. આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ હશે જેમાં દેશમાં જ બનશે તમામ સાધન-સંસાધનો.

Ratan Tata Airbus Defense Deal

આ પણ વાંચો  : Uric Acid નું પ્રમાણ વધે ત્યારે ઘર-ઘથ્થુ ઉપચાર કરીને નિયંત્રણમાં લાવો

ગુજરાત UPમાં સ્થપાશે પ્લાન્ટ 

Ratan Tataના નેજા હેઠળનું ટાટા ગ્રુપ દેશની પહેલી એવી ખાનગી કંપની હશે જે મેક ઈન ઈન્ડિયા હેઠળ લશ્કરી વિમાનોનું નિર્માણ કરશે. ટાટા ગ્રુપ અત્યાર સુધી આ આર્મી પ્લેનને હૈદરાબાદ અથવા બેંગાલુરૂમાં તૈયાર કરવાની યોજના બનાવી રહી હતી પણ હવે ચર્ચા એ છે કે ટાટા ગ્રુપ પોતાના આ મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ(Ratan Tata Airbus Defense Deal) માટે ઉત્તર પ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યો તરફ પણ મીટ માંડી રહી છે જેથી ઔદ્યોગિક શાંતિવાળા આ રાજ્યોમાં ગ્રુપ પોતાના પ્રોજેક્ટને સરળતાથી કોઈ વિક્ષેપ વગર શરૂ કરી શકે.

Tata Aerospace Plant Gujarat

ટાટા C295 તેમજ એરબસ વિમાનોનું કરશે નિર્માણ

ટાટા ગ્રુપ(Ratan Tata Airbus Defense Deal) મેક ઈન ઈન્ડિયા પ્રોજક્ટ હેઠળ સી 295 એરબસ વિમાનોનું નિર્માણ કરશે. સૈન્ય ટ્રાન્સપોર્ટેશનમાં ઉપયોગમાં આવનાર આ એરબસને કેન્દ્ર સરકારે પોતાની મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ હેઠળ ઈન્ડિયન એરફોર્સને 56 એરબસ મળશે. જેની ભારતીય વાયુસેના (Indian Air Force) લાંબા સમયથી રાહ જોઈ રહી હતી. ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન એરફોર્સના ફ્લિટમાં એવરો 848 માલવાહક વિમાન છે જેણે પોતાની પહેલી ઉડાન વર્ષ 1991માં એટલે કે 60 વર્ષ પહેલા ભરી હતી. એવામાં સરકાર પોતાના જુના સૈન્ય માલવાહક વિમાનોના સ્થાને સી 295 લઈને આવી રહી છે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સિક્યોરિટી કેબિનેટ કમિટિએ તેને પોતાની મંજૂરી આપી છે.

ratan-tata-airbus-defense-deal-indias-first-ever-and-biggest-private-defense-deal-won-by-tata

ટાટા કંસોર્ટિયમ કરશે આર્મી પ્લેનનું નિર્માણ

કેન્દ્ર સરકાર અને ટાટા ગ્રુપ સાથે થયેલ કરાર હેઠળ સ્પેનથી 48 મહિનામાં 16 ટ્રાન્સપોર્ટેશન પ્લેન ભારત આવશે. 60 દાયકા પછી કેન્દ્ર સરકારે પ્રથમ યુરોપિયન ફર્મ સાથે ડિફેન્સ કોન્ટ્રાક્ટ અંગે સમજૂતી કરી છે. ત્યાર બાદ આગામી 10 વર્ષોમાં વધારાના 48 વિમાનોનું નિર્માણ ટાટા કંસોર્ટિયમ કંપની મેક ઈન ઈન્ડિયા હેઠળ સૈન્ય વિમાનો બનાવશે. જો કે, કેન્દ્ર સરકાર અને ટાટા ગ્રુપ વચ્ચે 6 વર્ષ પહેલા જ આ પ્રોજક્ટ અંગે સહમતિ સધાઈ હતી. પરંતુ નાણાકીય બાબતો અને રાફેલ સોદાને કારણે પ્રોજેક્ટ અટકી પડ્યો હતો. કદાચ ચાલુ વર્ષના અંત સુધીમાં કેન્દ્ર સરકાર અને ટાટા ગ્રુપ વચ્ચે સમજૂતી પર હસ્તાક્ષર થવાની શક્યતાઓ છે.

ratan-tata-airbus-defense-deal-indias-first-ever-and-biggest-private-defense-deal-won-by-tata

આ પણ વાંચો  : ખોટી રીતે વાળ કાપવા મોંઘું પડ્યું, ITC સલૂનની એક ભૂલ 2 કરોડમાં પડી!

ટાટા દ્વારા તૈયાર કરવામાં આવેલ સી-295 એક મલ્ટી ટાસ્કીંગ ટ્રાન્સપોર્ટેશનવાળા વિમાન હશે. જેની મહત્તમ પે લોડ ક્ષમતા 9.25 ટન છે. આ વિમાનની ખાસીયત હશે કે આ નાના રનવેવાળા એરપોર્ટ પર પણ સરળતાથી ઉતરી કે ઉડી શકે છે.

Indian air force

ભારતમાં એરસ્પેસ ઉદ્યોગને મળશે પ્રોત્સાહન

ડિફેન્સ મિનિસ્ટ્રીએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તમામ 56 વિમાનો સ્વદેશી ઇલેક્ટ્રોનિક વોરફેર સ્યુટ સાથે સ્થાપિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ ભારતમાં એરોસ્પેસ ઇકોસિસ્ટમને વેગ આપશે. જેમાં દેશભરમાં ફેલાયેલા ઘણા MSMEs વિમાનના સાધનોના ઉત્પાદનમાં કામ કરી શકશે. C-295MW વિમાન માટે ‘D’ લેવલ સર્વિસિંગ ફેસિલિટી (MRO) સ્પેનથી 16 વિમાનોની ડિલિવરી પૂર્ણ થાય તે પહેલા ભારતમાં સ્થાપિત કરવામાં આવશે. અપેક્ષા છે કે આ સુવિધા પ્રાદેશિક MRO (જાળવણી, સમારકામ અને ઓવરઓલ મેન્ટેનન્સ) કેન્દ્ર તરીકે કાર્ય કરે તેવી અપેક્ષા છે. મંત્રાલયનું કહેવું છે કે એરબસ ભારતીય ઓફસેટ ભાગીદારો પાસેથી લાયક ઉત્પાદનો અને સેવાઓની સીધી ખરીદી દ્વારા તેની ઓફસેટ જવાબદારીઓ પૂર્ણ કરશે.

ratan-tata-airbus-defense-deal-indias-first-ever-and-biggest-private-defense-deal-won-by-tata

ઈન્ડિયન એરફોર્સ પાસે છે નાના પરિવહન વિમાન

હાલમાં ઈન્ડિયન એરફોર્સ પાસે સી-130જેએસ, સી-17એસ અને આઈએલ-76એસ જેવા કેટલાક નાના માલવાહક ટ્રાન્સપોર્ટેશન પ્લેન છે જે નાના એરપોર્ટ પર પણ ઉતરી શકે છે પણ સી-295એસ નાના એરપોર્ટ પર નહિં ઉતરી શકે.

આ પ્રોજેક્ટથી દેશની સ્વદેશી કંપનીઓને પણ થશે ફાયદો

સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે, ટાટાને મળેલા આ પ્રોજેક્ટ(Ratan Tata Airbus Defense Deal)નો લાભ સ્વદેશી કંપનીઓને પણ મળશે. કારણ કે ટાટા સ્વદેશી કંપનીઓ પાસેથી વિમાનના પાર્ટ્સ, સાધનો અને અન્ય જરૂરી વસ્તુઓ ખરીદશે. સબ એસેમ્બલી લાઇન અને એરો સ્ટ્રક્ચર્સ માટે મુખ્ય ઘટક એસેમ્બલીઓ પણ ભારતમાં ઉત્પાદિત થવાની છે.

ratan-tata-airbus-defense-deal

રોજગાર વધશે

આ પ્રોજેક્ટ એરોસ્પેસ ઇકોસિસ્ટમમાં રોજગારીની નવી તકો ખોલશે. આવનાર સમયમાં 6000થી વધુ રોજગારનું સર્જન થવાની શક્યતા છે. સીધા 600 અત્યંત કુશળ અને 3000 પરોક્ષ રોજગારીનું સર્જન થશે. ડિફેન્સ મિનિસ્ટ્રીનું કહેવું છે કે, આ પ્રોજેક્ટથી દેશમાં સી-295 એસ માટે હેન્ગર, એપ્રન, ટેક્સી-વે સહિત વિશેષ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થશે. અમને આશા છે કે ટાટા કંસોર્ટિયમ પોતાના સપ્લાય દરમિયાન નેશનલ એરો સ્પેસ અને એનએડીસીએપી પાસેથી માન્યતા મેળવશે. આ સાથે જ દેશમાં એવિએશનની અત્યાધુનિક ટેક્નોલોજી આવશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment