Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝસ્પેનના સંસદમાં ઉંદર ????

સ્પેનના સંસદમાં ઉંદર ????

SPAIN PARLIMENT
Share Now

ઉંદર જોઈને કોને ડર ના લાગે !!!! કોઈ પણ બાળકોથી લઇ વૃધો દરેક ઉંદર જોઈ આમ તેમ ભાગવા લાગે છે કારણકે ઉંદરથી બધા ડરતા હોઈ છે અને એવો જ કંઈક કિસ્સો બન્યો સ્પેનના સંસદમાં …જી હા સ્પેનની સંસદમાં બુધવારે કામકાજ ચાલી રહ્યું હતું. કામકાજ કરવામાં બધા જ વ્યસ્ત હતા અને એવામાં થોડી વાર સંસદમાં થઇ ગઈ અફરાતફરી …. સાંસદ એક મહત્ત્વના મુદ્દે વોટિંગ કરવાના હતા. આ દરમિયાન ત્યાં એક ઉંદર ઘૂસી આવ્યો. પછી શું, બધું જ કામકાજ ઠપ થઈ ગયું અને ગૃહમાં ભારે અફરાતફરી જોવા મળી. કેટલાક લોકો ઉંદરને શોધવામાં લાગી ગયા તો કેટલાક પોતાને બચાવવાના પ્રયાસોમાં જોતરાઈ ગયા.

વીડિયોમાં જોવા મળે છે કે સંસદના સ્પીકરની જેવી જ નજર ઉંદર પર પડી કે તેમની ચીસ નીકળી ગઈ. હોલમાં બેઠેલા બધાં જ સાંસદ પણ પોતાની ખુરસી છોડીને ઊભી થઈ ગયા અને ઉંદરને જોવા લાગ્યા. સાંસદ ગભરાય ગયા. શાંત રહેવાની અપીલ છતાં અનેક સભ્યો બૂમો પાડી રહ્યા હતા અને આમતેમ ભાગતા જોવા મળ્યા.

રોઈટર્સે શેર કર્યો વીડિયો

ન્યૂઝ એજન્સી રોઈટર્સે આ વાતનો વીડિયો શેર કર્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ લોકો તેના પર મજાક બનાવતા રહ્યાં. જેમ કે એક યુઝરે લખ્યું કે, તેઓને એક બિલાડીની જરૂરિયાત છે. બીજા યુઝરે લખ્યું કે, સંસદમાં લોકો ઉંદરથી એટલા ડરી ગયા, વિચારો આ લોકોની સામે સિંહ આવી જાય તો શું હાલત થાય.

આ પણ વાંચો : દીકરીઓ માટે સ્મૃતિ ઈરાનીનો વિડીયો મેસેજ !!

ઉંદર મોટો હતો, અનેક સાંસદ ગભરાય ગયા

રિપોટ્સમાં જણાવવામાં આવ્યું કે ઉંદર ઘણો જ મોટો હતો. અનેક મેમ્બર્સ તો કેટલાંક સમય સુધી ડરી પણ ગયા હતા. ઉંદરને સંસદ દ્વારા કરારબદ્ધ એક કંપનીના કર્મચારીએ પક્ડયો અને તેને બહાર લઈને ગયા. આ રીતે બુમ-બરાડા પૂરી થયા પછી સંસદનું કામકાજ ફરી શરૂ થયું.

એન્ડાલુસિયાની સંસદમાં 109 સભ્ય છે

સેવિલમાં સ્થિત એન્ડાલુસિયાની સંસદમાં 1982માં પહેલી ચૂંટણી થઈ હતી. જેમાં ડી’ હોંડ સિસ્ટમ દ્વારા પસંદ કરવામાં આવેલા 109 સભ્ય સામેલ છે. હાલ પીપલ્સ પાર્ટી ઓફ એન્ડાલુસિયા અને સ્યૂદાદાનોસ વચ્ચે ગઠબંધનની સરકાર છે.

કહી શકાય કે એક નાનકડા ઉંદર પણ ન માત્ર ઘરે કે બહાર પરંતુ નાના બાળકોથી લઇ વૃધો અને નેતાઓને પણ ડરાવે છે અને ઉંદર આમતેમ ભાગતા નેતાઓ પણ દોડતા થયા હતા. પરંતુ પછી ટ્વિટરમાં સૌથી વધુ ટ્રોલ થયો આ વિડીયો અને લોકોએ કમેન્ટ પણ એવા કર્યા.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment