ટોક્યો ઓલમ્પિક: ટોક્યો ઓલમ્પિકનો 13 મો દિવસ છે, ત્યારે ભારતીય રેસલર રવિ કુમારે ઇતિહાસ રચી દીધો છે, ભારતીય પહેલવાન રવિ દહિયાએ ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics) માં સ્થાન બનાવતા ફાઇનલમાં સ્થાન બનાવી લીધુ છે. જે સાથે ભારતનું એક મેડલ પાક્કુ થઇ ગયુ છે. હવે આ મેડલ કયુ હશે તે ફાઇનલ નથી. પણ દેશને 4થું મેડલ પાક્કુ છે.
રવિ દહિયાએ સેમિફાઇનલ મુકાબલામાં કજાકિસ્તાનના નુરિસ્લામ સનાયેવને હરાવીને ભારત માટે રજત પદક પ્રાપ્ત કર્યા છે. જેથી સુશિલ કુમાર બાદ રેસલિંગમાં ફાઇનલમાં પહોંચનારા બીજા ભારતીય બની ગયા છે.
Image Courtesy: AFP
મંગળવારે ભારતના રેસલર રવિ કુમારે પુરૂષ ફ્રી સ્ટાઇલ 57 કિલોવર્ગમાં કોલંબિયાના ઓસ્કર ટિગરેરોસ ઉરબાનો વિરુદ્ધ 13-2 થી શાનદાર જીત હાસિલ કરી છે. આ સાથે તેણે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
One of the finest and most dramatic comeback by Ravi Kumar Dahiya!
India is confirmed of another Olympic medal as Ravi is through to the 57kg FINAL in men's #Wrestling
at #Tokyo2020 #Cheer4India 🇮🇳 pic.twitter.com/8dn6VdFKhk— Kiren Rijiju (@KirenRijiju) August 4, 2021
જે બાદ 57 કિલોગ્રામ કેટેગરીના ક્વાર્ટર ફાઇનલમાં ભારતના રેસલર રવિ કુમારે બુલ્ગરિયાના જોર્જી લાલેન્ટિનો વાંગેલોવને ટેક્નિકલ સુપિરિયોરિટીથી હરાવી સેમિફાઇનલમાં સ્થાન બનાવ્યુ છે. રવિ કુમારે 14-4થી જીત મેળવી હતી. 5 ફિટ અને 7 ઇંચની લંબાઇ ધરાવનાર પોતાની કેટેગરીમાં સૌથી લાંબા પહેલવાનોમાંથી એક છે.
2015 માં જુનિયર વર્લ્ડ રેશલિંગ ચેમ્પિયનશીપમાં રવિ કુમારની પ્રતિભા સામે આવી હતી. તેમણે 55 કિલો કેટેગરીમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું હતુ. જે બાદ ઇજાના કારણે 1 વર્ષના ગેપ બાદ રવિ દુબઇ 2018 માં વર્લ્ડ અંડર 23 રેસલિંગ ચેમ્પિયશશીપમાં 57 કિલો કેટેગરીમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો. 2019 અને 2020 પણ રવિ દોહિયા માટે સારુ રહ્યું હતુ.
ટોક્યો ઓલમ્પિક
ટોક્યો ઓલમ્પિકની વાત કરીએ તો ભારતીય મહિલા બોક્સર ( Indian boxer )લવલીના બોરગોહેન ટોક્યો ઓલ્મિપકમાં (Tokyo Olympics) હવે બ્રોન્ઝ (bronze medal) થી હવે સંતોષ કરવો પડ્યો હતો. ત્યારે મહિલા હોકી ટીમ જીતની સાથે અરર્ઝેન્ટીનાને હરાવવા મેદાને ઉતરી ગઇ છે. અત્યાર સુધી ભારતના ખાતામાં કુલ 4 મેડલ આવી ગયા છે.
આ પણ વાંચો: ગુજરાતનું ગૌરવ, 16 વર્ષનો શૂટર કઝાકિસ્તાન અને પેરૂમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4