Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / August 11.
Homeન્યૂઝઅશ્વિને તોડ્યો આ દિગ્ગજનો રેકોર્ડ, હરભજનનો પણ રેકોર્ડ તોડવાની નજીક

અશ્વિને તોડ્યો આ દિગ્ગજનો રેકોર્ડ, હરભજનનો પણ રેકોર્ડ તોડવાની નજીક

Ravichandran Ashwin
Share Now

ભારતીય ટીમના સ્પિનર રવિચંદ્રન અશ્વિને (Ravichandran Ashwin) કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં (Green Park Stadium) ઈતિહાસ રચી દીધો છે. પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે તેણે 2 વિકેટ હાસિલ કરી અને પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ વસીમ અકરમને પાછળ છોડી દીધો છે.

Ravichandran Ashwin એ વસીમ અકરમને પાછળ છોડ્યો

ટેસ્ટ ક્રિકેટમાં રવિચંદ્રન અશ્વિનના નામે હવે 416 વિકેટ થઈ ગઈ છે અને આ રીતે તેણે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમ (Wasim Akram) ને પાછળ છોડી દીધો છે.

આ પણ વાંચો: IND vs NZ: ટીમ ઇન્ડિયાના આ બેટ્સમેને કીવી સામે ડેબ્યુ મેચમાં જ સદી ફટકારી

રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) હવે ટેસ્ટ ક્રિકેટમાં હવે હરભજન સિંહના રેકોર્ડથી માત્ર એક ડગલૂં દૂર છે. ભજ્જીએ આ ફોર્મેટમાં 417 વિકેટ લીધી છે. એટલે કે અશ્વિન બે વિકેટ ઝડપવાની સાથે ભજ્જીનો રેકોર્ડ તોડી દેશે.

કાનપુરમાં હરભજનનો રેકોર્ડ તૂટશે?

કાનપુર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા હજુ એક ઈનિંગ બોલિંગ કરવાના છે અને બે દિવસ બાકી છે. તેવામાં શક્ય છે કે, અશ્વિન સરળતાથી બે વિકેટ ઝડપીને ગ્રીન પાર્કમાં જ હરભજન સિંહનો રેકોર્ડ તોડી દેશે.

Ravichandran Ashwin એ માત્ર આટલી મેચમાં સિદ્ધિ મેળવી

રવિચંદ્રન અશ્વિન 80 ટેસ્ટ મેચોમાં 416 વિકેટ મેળવી છે. તો વસીમ અકરમે 104 ટેસ્ટમાં 416 વિકેટ ઝડપી હતી. અશ્વિન 30 વખત એક ઈનિંગમાં પાંચ વિકેટ મેળવી ચુક્યો છે. આ સિવાય 7 વખત એક ટેસ્ટમાં 10 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે.

અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment