ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને(Ravichandran Ashwin) ખુલાસો કર્યો છે કે તેણે એક સમયે ક્રિકેટ છોડવાનું મન પણ બનાવી લીધું હતું. અશ્વિનને ન્યુઝીલેન્ડ શ્રેણી અને દક્ષિણ આફ્રિકા પ્રવાસ વચ્ચે થોડો સમય મળ્યો હોવાથી, ભારતના મુખ્ય ઑફ-સ્પિનરે ESPNcricinfo સાથેની વાતચીત દરમિયાન ઘણી આશ્ચર્યજનક વાત કરી હતી.
'I thought maybe I should try to find something else and be excellent at that'
R Ashwin on how injuries and "not feeling backed" made him consider retiring from the game ⤵️ #TalkingCricket
— ESPNcricinfo (@ESPNcricinfo) December 21, 2021
આ પણ વાંચો:ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન Virat Kohli આપી શકે છે રાજીનામું
વાતચીત દરમિયાન અશ્વિને(Ravichandran Ashwin) કહ્યું કે, ‘2018 અને 2020 વચ્ચે ઘણી વખત મેં એવુ વિચાર્યું છે કે હવે મારે આ ક્રિકેટ છોડી દેવી જોઈએ. મને લાગતું હતું કે હું મારા શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છું પરંતુ મને પરિણામ નથી મળતું. ખાસ કરીને એથ્લેટિક પબલ્જિયા અને પેટેલર ટેન્ડોનાઇટિસ સાથે- હું છ બોલ ફેંકતો હતો અને પછી હું હાંફતો હતો. એ પછી મારું આખું શરીર દર્દથી કાંપી ઉઠતુ હતુ. જ્યારે ઘૂંટણનો દુખાવો થતો, ત્યારે આગલા બોલ પર મારો કૂદકો પણ ઓછો થઈ જતો હતો. જ્યારે હું ઓછો કૂદકો મારતો ત્યારે મારે મારા ખભા અને પીઠ દ્વારા વધુ સખત ઝોર કરવું પડતુ હતુ. આ કરીને હું મારી જાતને વધુ મુશ્કેલીમાં મૂકતો હતો. આ તે સમય હતો જ્યારે એવું લાગતું હતું કે મારે આ રમતમાંથી બ્રેક લઈ લેવો જોઈએ.
પિતાએ આપી પ્રેરણા
તેણે આગળ કહ્યું, ‘તમે મને કઈ પણ કહી શકો છો, તમે મને ટીમમાંથી બહાર કરી શકો છો. ઠીક છે, પણ મારા ઈરાદા પર કે મારા પ્રયાસ પર શંકા કરવી એ મને સૌથી વધુ દુઃખી કરે છે. 2018માં ઈંગ્લેન્ડ સીરીઝ પછી અને તે જ વર્ષે ઓસ્ટ્રેલિયામાં સિડની ટેસ્ટ પહેલા અને એડિલેડ ટેસ્ટ પછી ફરીથી નિવૃત્તિનો વિચાર મારા મગજમાં આવ્યો. તેણે આગળ કહ્યુ કે આ વાત હું માત્ર મારી પત્ની સાથે જ કરતો હતો. પરંતુ મારા પિતાને મારા પર ઘણો વિશ્વાસ હતો, તેઓ કહેતા હતા કે તું મર્યાદિત ઓવરની ક્રિકેટમાં વાપસી કરીશ. તેમના આ શબ્દોએ મને પ્રેરણા આપી અને મેં મારો વિચાર બદલી નાખ્યો.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4