Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝરવિન્દ્ર જાડેજા થયો આ દિગ્ગજોની યાદીમાં સામેલ

રવિન્દ્ર જાડેજા થયો આ દિગ્ગજોની યાદીમાં સામેલ

Share Now

ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે નોટિંઘમ ખાતે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ ભારતીય (India) ઓલ રાઉન્ડર રવિન્દ્ર (Ravindra Jadeja)  જાડેજાના નામે રહ્યો છે. રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ એક માઇલસ્ટોન હાંસિલ કર્યો છે. જાડેજાએ આ મેચની ઇનિંગમાં 15 મો રન પુરો કરતાની સાથે જ ટેસ્ટ મેચ (Test match)માં 2000 રન પુરા કર્યા છે. આ સાથે જ તે ટેસ્ટ ક્રિકેટમાં 2000 રન અને 200 વિકેટ લેનારો ખેલાડી બની ગયો છે.

કપિલ દેવ અને ઇમરાન ખાનના લિસ્ટમાં જાડેજા સામેલ

આ માઇલસ્ટોન પર ઝડપી પહોંચનાર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) દુનિયાનો ચોથો ખેલાડી બની ગયો છે. ટેસ્ટ ક્રિકેટ (Test Cricket)માં ઝડપથી 2000 રન અને 200 વિકેટ પુરી કરવામાં ઇયાન બોથમનું નામ રહેલુ છે. તેને 42 મેચમાં આ માઇલસ્ટોન હાંસિલ કર્યો છે. બોથમ બાદ પૂર્વ ભારતીય કેપ્ટન અને વર્લ્ડ કપ વિજેતા કપિલ દેવ અને પાકિસ્તાનના વર્લ્ડ કપ વિજેતા ખેલાડી ઇમરાન ખાન અનુક્રમે 50-50 મેચમાં જ્યારે ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિને 51 મેચમાં આ માઇલસ્ટોન હાંસિલ કર્યો છે.

 

રવિન્દ્ર જાડેજાએ 53 મેચમાં રેકોર્ડ હાંસિલ કર્યો

રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ 53 મેચમાં 2000 ટેસ્ટ રન અને 200 વિકેટ પુરી કરી છે. જેના પગલે સૌથી ઝડપી આ માઇલસ્ટોન સુધી પહોંચનાર તે ચોથા ખેલાડી બની ગયા છે. ટેસ્ટ ક્રિકેટ (Cricket)માં સૌથી ઝડપી 2000 રન અને 200 વિકેટ લેનાર લિસ્ટમાં હવે કપિલ દેવ અને રવિચંદ્રન અશ્વિનની લિસ્ટમાં રવિન્દ્ર જાડેજાનું નામ પણ સામેલ થયુ છે. આ માઇલસ્ટોન હાંસિલ કરનારાઓમાં પ્રથમ ચાર પ્લેયરમાંથી ત્રણ ભારતીય ખેલાડીનું નામ સુમાર છે. જે દેશ માટે ગર્વની વાત છે.

આ માઇલસ્ટોનમાં જાડેજા સાતમો ડાબોડી ઓલ-રાઉન્ડર ખેલાડી

આ સાથે રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) દુનિયામાં સાતમાં એવા ડાબોડી ઓલ-રાઉન્ડર બની ગયા છે જેને ટેસ્ટ (Test)માં આ માઇલસ્ટોન હાંસિલ કર્યો હોય. આ લિસ્ટમાં જાડેજા પહેલા વેસ્ટ ઇન્ડિંઝના ખેલાડી ગૈરી સૌબર્સ, પાકિસ્તાનના ખેલાડી વસીમ અકરમ, શ્રીલંકાના ખેલાડી ચામિંડા વાસ, ન્યુઝિલેન્ડના ખેલાડી ડેનિયલ વિટોરી, ઓસ્ટ્રેલિયાના ખેલાડી મિચેલ જોનસન, બાંગ્લાદેશના ખેલાડી શાકિબ અલ હસન સામેલ છે.

પ્રથમ ઇનિંગ્સમાં ભારતની લીડ

મહત્વનું છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નોટિંઘમ ખાતે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ (Test) મેચની વાત કરીએ તો ત્રીજા દિવસની રમતમાં ભારતને 95 રનની લીડ મળી છે. ઇંગ્લેન્ડે (England) પ્રથમ ઇનિંગ રમતા 183 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ બેટિંગ કરવા મેદાન પર ઉતરતા 278 રનમાં ઓલઆઉટ થઇ ગઇ છે. ભારત (India) તરફથી ઓપનર રાહુલ અને રોહિત શર્માએ એક સારી શરુઆત અપાવી હતી, પરંતુ રોહિત શર્મા આઉટ થતાની સાથે જ એક બાદ એક વિકેટ પડવાની શરૂ થઇ હતી. રોહિત બાદ ચેતેશ્વર પુજારા 4, વિરાટ કોહલી 0, અજિંક્ય રહાણે 5 રન પર આઉટ થઇ અને પેવેલિયન પરત ફર્યા હતા.

ઇંગ્લેન્ડના બે ખેલાડીએ મેળવી 9 વિકેટ

મેચના ત્રીજા દિવસની શરૂઆતમાં ઝડપી રન બનાવવાની રમતમાં ઋષભ પંત 25 રન બનાવી આઉટ થયો હતો. પંતના આઉટ થયા બાદ કેએલ રાહુલ અને જાડેજાએ ભારતની ઇનિંગ સંભાળી અને ભારતીય ટીમને સન્માન જનક સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. ત્યારબાદ શમી, બુમરાહ અને સિરાજે મળીને 48 રન બનાવી ભારતના સ્કોરને મજબુત સ્થિતિએ પહોંચાડ્યો છે. ઇંગ્લેન્ડ ટીમના બોલિંગ આક્રમણની જો વાત કરીએ તો જેમ્સ એન્ડરસને 4 જ્યારે સૌથી વધુ રોબિન્સને 5 વિકેટ લઇ ભારતીય ટીમને ઓલ આઉટ કરી હતી.

ભારતીય ટીમનું બોલિંગ આક્રમણ

ભારતીય ટીમ (Team India)માં રાહુલે સૌથી વધારે 84 રન બનાવ્યા છે. ત્યારબાદ ઓલરાઉન્ડરની ભૂમીકા ભજવનારા રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ 53 રન બનાવ્યા હતા. આ તકે જો પ્રથમ ઇનિંગમાં ઇંગ્લેન્ડ (England) ટીમનો સફાયો કરવામાં ભારતીય બોલિંગ આક્રમણમાં બુમરાહે સૌથી વધુ 4 વિકેટ મેળવી છે જ્યારે શમીએ 3, ઠાકુરે 2 અને સીરાજને એક વિકેટ લેવામાં સફળતા સાંપડી હતી.

આ પણ વાંચો : શા માટે ટ્વિટરે હટાવ્યું ધોનીના એકાઉન્ટમાંથી બ્લૂ ટિક ???

Androidhttp://bit.ly/3ajxBk4

IOShttp://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment