રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠક આજે શુક્રવારે સમાપ્ત થઈ છે. જેમાં પહેલાની જેમ જ આરબીઆઇ (RBI)એ રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા યથાવત્ રાખ્યો છે. આ સતત 9મી વખત છે, જ્યારે દર યથાવત્ રાખવામાં આવ્યો છે. તો IPMS ની મર્યાદા 2 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરી હોવાનું પણ આ બેઠક બાદ શક્તિકાંત દાસે જણાવ્યું છે.
IMPS limit to be increased from Rs 2 lakh to Rs 5 lakh: RBI Governor Shaktikanta Das
— Press Trust of India (@PTI_News) October 8, 2021
Monetary Policy stance remains accommodative as long as necessary to revive and sustain growth and mitigate the impact of COVID19 pandemic while ensuring inflation remains within the target: RBI Governor Shaktikanta Das pic.twitter.com/xAEiPcxSJO
— ANI (@ANI) October 8, 2021
RBI ની બેઠકમાં લેવાયો નિર્ણય
ઉલ્લેખનિય છે કે, અગાઉ મે 2020માં રેપો રેટ ઘટાડવામાં આવ્યો હતો. રિઝર્વ બેંક ઓન્ડિફ ઇયાના ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં લેવાયેલા વ્યાજદરોના નિર્ણયોની જાહેરાત કરી હતી. રેપો રેટનો આ સ્તર એપ્રિલ 2001 બાદથી સૌથી નીચો છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, તમામ MPS (Monetary Policy Committee)ના સભ્યો વ્યાજદર યથાવત્ રાખવાની તરફેણમાં છે. આ સિવાય તેમણે કહ્યું હતું કે, હાલમાં અર્થતંત્રમાં રિકવરીના સ્પષ્ટ સંકેતો દેખાઇ રહ્યા છે.
આ પણ વાંચો: એનાલિસિસ : મ્યુચ્યુઅલ ફંડમાં ઈન્વેસ્ટરોના રોકાયેલ 36 લાખ કરોડમાંથી 90% પૈસા માત્ર 14 કંપનીઓ પાસે
Reserve Bank of India keeps repo rate unchanged at 4%, maintains accommodative stance; reverse repo rate remains unchanged at 3.35% pic.twitter.com/pl7rH35hRl
— ANI (@ANI) October 8, 2021
વ્યાજદરમાં કોઈ ઘટાડો થયો નથી
રિઝર્વ બેન્ક ગવર્નર શક્તિકાંત દાસની આગેવાનીમાં નાણાકીય નીતિ સમિતિ (MPC) દ્વારા પોલિસી દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તો વ્યાજદરમાં પણ ફરી કોઈ ઘટાડો થયો નથી. રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર સ્થિર છે. આ નિર્ણયથી હોમ લોનને લેનારાઓને ફટકો પડી શકે છે.
RBI એ કહ્યું આર્થિક પ્રવૃત્તિ મજબુત થઇ રહી છે
ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, કોરોનાની શરૂઆત બાદથી કેન્દ્રીય બેંકે અનેક વધુ પગલાં લીધા છે. ફુગાવો અપેક્ષા કરતા વધુ અનુકૂળ છે અને આર્થિક પ્રવૃત્તિ મજબુત થઇ રહી છે. શક્તિકાંત દાસે વધુમાં કહ્યું કે, ભારતીય રિઝર્વ બેંકે 2021-22 માટે જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ 9.5 ટકા જાળવી રાખ્યો છે.
RBI ના નિર્ણયથી લોકોને ઝટકો મળ્યો
આગામી દિવાળી તહેવારને લઇને લોકો આશા રાખીને બેઠા હતા કે રિઝર્વ બેન્ક પોતાના રેપો રેટમાં થોડો ઘણો ઘટાડો કરશે. જેના પગલે લોકો માથે પડી રહેલી મોંઘવારી વચ્ચે EMI નો બોજ થોડો ઓછો પડે. હાલ તો રિઝર્વ બેંકે પોતાનો રેપો રેટ યથાવત રાખતા લોકોને ઝટકો મળ્યો છે.
મેન્સ વોલેટ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4