Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝઆરબીઆઇ :રેપો રેટ અને રિવર્સ રેપો રેટ યથાવત

આરબીઆઇ :રેપો રેટ અને રિવર્સ રેપો રેટ યથાવત

RBI governer ON MONETARY POLICY
Share Now

ભારતીય રિઝર્વ બેંક (RBI) આજે તેના દ્વિ-માસિક નાણાકીય નીતિ નિર્ણયની જાહેરાત કરી છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં બુધવારથી શરૂ થયેલી નાણાં નીતિ સમિતિ(RBI Monetary Policy) ની ત્રણ દિવસીય બેઠકમાં નિર્ણયમાં વ્યાજદરમાં કોઈ બદલાવ કરાયો નથી. RBI ગવર્નર શક્તિકાંત દાસએ બેઠકના નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું છે કે રેપોરેટ 4% અને રિવર્સ રેપોરેટ 3.35% યથાવત રખાયો છે. અગાઉથીજ વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં થવના સંકેત હતા. ઉલ્લેખનીય કે નાણાંકીય નીતિ સમિતિ(MPC) દર બે મહિને નીતિના વ્યાજદર નક્કી કરવા માટે બેઠક કરે છે.

રેપોરેટમાં કોઈ ફેરફાર કરાયો નથી

રિઝર્વ બેંકે પોતાની મૌદ્રિક નીતિની સમીક્ષા રજૂ કરી છે. તેમાં રેપોરેટમાં કોઈ ફેરફાર કરાયો નથી. પ્રમુખ વ્યાજ દર પણ એકસમાન રહ્યા છે. રિવર્સ રેપો રેટને પણ 3.35 ટકા યથાવત રખાયો છે. આરબીઆઈ ગર્વનર દાસે કહ્યું કે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ અને બેંક રેટને 4.25 ટકા રખાયો છે. દાસે કહ્યું કે કેન્દ્રીય બેંકની મોનિટરી પોલિસી કમિટીએ આ વખતે પોતાનું વલણ એકોમડેટિવ એટલે કે ઉદાર રાખ્યું છે.

આ પણ વાંચો : હોકીના જાદુગર કહેવાતા મેજર ધ્યાનચંદના નામે અપાશે ખેલ રત્ન અવોર્ડ

જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ 9.5 ટકા જાળવી રાખ્યો

ભારતીય રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ 2021-22 માટે જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ 9.5 ટકા જાળવી રાખ્યો છે. તેમણે કહ્યું કે જૂન કરતાં જુલાઈમાં આર્થિક સુધારો સારો હતો. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે કોરોનાની ત્રીજી લહેર પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે.

આર્થિક સુધારાઓ અંગે એવું કહેવામાં આવ્યું હતું કે તે નાણાકીય નીતિ સમિતિ અનુસાર રહ્યું છે. થોડો સમય સિવાય ચોમાસુ સારું રહ્યું છે. ફુગાવા વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મે મહિનામાં છૂટક ફુગાવો 6 ટકાના ઉપલા સ્તરને પાર કરી ગયો હતો, જોકે ભાવની ગતિ મધ્યમ હતી. માંગ પણ ધીરે ધીરે સુધરી રહી છે પરંતુ આને લગતી પરિસ્થિતિમાં બહુ સુધારો દેખાઈ રહ્યો નથી. આવી સ્થિતિમાં અમારો શ્રેષ્ઠ પ્રયાસ ડિમાન્ડ અને સપ્લાય ચેઇનને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવાનો છે.

ગર્વનરે અર્થવ્યવસ્થાના અન્ય પાસા પર શું કહ્યું

ગર્વનરે કહ્યું કે અર્થવ્યવસ્થા કોરોના મહામારીના અન્ય ઝટકાથી બહાર છે. વેક્સિનેશનમાં ગતિની સાથે આર્થિક ગતિવિધિ વધશે. તેઓએ આશા રાખી કે સરકારની તરફથી શરૂ કરાયેલા આર્થિક પેકેજને લાંબા ચલાવનારા સુધારાની સારી શરૂઆત કરશે. તેઓએ કહ્યું કે ઉપભોગ, રોકાણ અને ડિમાન્ડમાં ફરી વેગ આવ્યો છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment