Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / July 4.
Homeન્યૂઝઆર્થિક વિકાસ રિકવરી સૌથી મોટી પ્રાથમિકતા : RBIએ વ્યાજદર યથાવત રાખ્યાં, કરી આ જાહેરાતો

આર્થિક વિકાસ રિકવરી સૌથી મોટી પ્રાથમિકતા : RBIએ વ્યાજદર યથાવત રાખ્યાં, કરી આ જાહેરાતો

RBI MPC: RBI's decision on monetary policy, economic recovery will get support
Share Now

નવી દિલ્હી : મોંઘવારીની ચિતા અને રેકોર્ડ નીચા વ્યાજદરમાંથી રાહતની અપેક્ષા આરબીઆઈ પાસે રાખવામાં આવતી હતી પરંતુ, આજે યોજાયેલ આરબીઆઈની મુદ્રાનીતિ નિર્ધારણ બેઠક(RBI MPC)માં વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. રીઝર્વ બેંકે અપેક્ષા અનુસાર રેપો રેટ અને રીવર્સ રેપો રેટ યથાવત રાખ્યાં છે.

RBI MPC Meeting

RBI MPC

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટી(RBI MPC)એ ઈકોનોમિક રિકવરીને સહારો આપવા માટે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહિં કરવાનો નિર્ણય કર્યો છે. ચાલુ નાણાકીય વર્ષ 2021-22ના બીજા ક્વાર્ટરમાં મૌદ્રિક સમીક્ષા નીતિની બેઠક 6 ઓક્ટોબરે શરૂ થઈ હતી અને આજે દરોને અપરિવર્તિત રાખવાનો નિર્ણય લેવાયો છે.

માર્કેટ એક્સપર્ટ્સ પહેલાથી અંદાજ લગાવતા હતા કે કોમોડિટીના વધતા ભાવને જોતા મોંઘવારી દર (Inflation Rate) પર કાબૂ રાખવા માટે આરબીઆઈ સતત 8મી વાર વ્યાજ દરોમાં બદલાવ નહિં કરવાનો નિર્ણય લઈ શકે છે.

આ પણ વાંચો : મહાન સાહિત્યકાર મુનશી પ્રેમચંદની પુણ્યતિથિ નિમિતે જાણો તેમના સંઘર્ષ અને તેમની કૃતિઓ વિશે

સતત 8મી વખત વ્યાજદર યથાવત

છેલ્લે આરબીઆઈએ ગયા વર્ષે મે 2020માં રેપો રેટમાં ફેરફાર કર્યા હતા. મે 2020માં આરબીઆઈએ રેપો રેટમાં 40 બીપીએસ (0.40 ટકા)નો કાપ મુક્યો હતો, તે પછી રેપો રેટ ઘટીને 4 ટકા રહી ગયો. ઉલ્લેખનીય છે કે, આરબીઆઈ જો રેટ વધારે તો સામાન્ય લોકો માટે લોન મેળવવી મોંઘુ થઈ જાય તેમ છે. કેમ કે બેન્ક પણ લોનના વ્યાજ દરોમાં વધારો કરી શકે છે. નોંધનીય છે કે, હાલ રેપો રેટ 4 ટકા છે અને રિવર્સ રેટ 3.35 ટકા છે. જે હવે તથાવત રહેશે.

RBI Monetary Policy Main Decision

RBI મોનિટરી પોલિસીના મુખ્ય મુદ્દાઓ :

 • RBIએ વ્યાજદર યથાવત રાખ્યાં
 • રેપોરેટ 4% અને રીવર્સ રેપોરેટ 3.35% પર સ્થિર
 • MPCના તમામ સભ્યોએ વ્યાજદર યથાવત રાખવાનો નિર્ણય કર્યો
 • મોનિટરી પોલિસીનું સ્ટેન્ડ અકોમોડેટીવ રાખવાનો નિર્ણય 5:1ના રેશિયોમાં
 • આરબીઆઈએ G-SAP ઓપરેશન બંધ કર્યા
 • જોકે ઓપન માર્કેટ ઓપરેશન(OMO) ચાલુ રાખશે કેન્દ્રિય બેંક
 • NBFC માટે આંતરિક ઓમ્બુસમેન્ટ જાહેર કર્યું
 • PoS મશીન, QR કોડ સહિતના નવા પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રકચરને જીયો ટેગ હશે
 • સૌથી મોટી જાહેરાત : IMPS મર્યાદા વધારી
 • આરબીઆઈ ગવર્નર દાસે IMPS ટ્રાન્ઝેક્શન મર્યાદા 2 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરી
 • જુન-ઓગષ્ટ 2021માં 7 લાખ કરોડ પ્રતિ દિવસની સિસ્ટમ લિક્વિડિટી હતી
 • સપ્ટેમ્બરમાં સિસ્ટમ લિક્વિડિટી વધીને 9 લાખ કરોડ થઈ
 • આ આંકડો ઓક્ટોબરમાં પ્રતિ દિવસ 9.5 ટ્રિલિયનને પાર નીકળી છે
 • આગામી સમયમાં 13 લાખ કરોડની વધારાની લિક્વિડિટી રહેવાનો અંદાજ

આ પણ વાંચો : જગતજનની જગદંબાના સ્વરૂપોની પૂજા આરાધનાથી આધિ, વ્યાધિ, ઉપાધિ થાય છે દૂર

 • નાણાંકીય વર્ષ 2022 માટે આર્થિક વિકાસનું અનુમાન યથાવત રાખ્યું
 • FY22 GDP અંદાજ 9.5%એ સ્થિર
 • RBI એ FY22 GDP વૃદ્ધિનો અંદાજ 9.5%પર જાળવી રાખ્યો છે. જેમાં Q2 માં 7.9%, Q2 માં 6.8% અને Q4 માં 6.1% નો સમાવેશ થાય છે. FY23 ના Q1 માટે GDP ગ્રોથ 17.2%રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
 • આરબીઆઈએ ગ્રાહક સ્તરના મોંઘવારી દરનું અનુમાન 5.3% કર્યું
 • વર્તમાન નાણાકીય વર્ષ માટે CPI ફુગાવો 5.3% રહેવાનો અંદાજ છે. Q2 માં તે 5.1%, Q3 માં 4.5% અને Q4 માં 5.8% જોવા મળે છે, જેમાં વ્યાપકપણે સંતુલિત જોખમો છે.

 

આ પણ વાંચો : Cordelia Cruise એ નવરાત્રી ટૂર પેકેજ જાહેર કર્યું જેમાં ભક્તોને કરાવશે સોમનાથના દર્શન

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment