Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝRBI એ બદલ્યા બેંક લોકરના નિયમ, જાણો નવી ગાઇડલાઇન કેટલી ફાયદામંદ રહેશે

RBI એ બદલ્યા બેંક લોકરના નિયમ, જાણો નવી ગાઇડલાઇન કેટલી ફાયદામંદ રહેશે

RBI
Share Now

નવી દિલ્હી, બેંકના લોકરમાં રાખેલા ઘરેણા અથવા કિંમતી સામાનની ચોરી થવા પર હવે બેંકએ વળતર ચૂકવવું પડશે. પરંતુ જો કોઈ કુદરતી આફતના કારણે બેંક લોકરમાં રાખેલ સામાનને નુકસાન પહોંચે છે. તો તેની જવાબદારી ગ્રાહકની રહેશે.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ (RBI) બેંક લોકર સંબંધી દિશા-નિર્દેશોમાં સંશોધન કર્યું છે. જેમાં બેંકો માટે વળતર નીતિ અને જવાબદારીનો વિસ્તારથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રિઝર્વ બેંકનો આ નિયમ 1 જાન્યુઆરી 2022 થી લાગૂ 

રિઝર્વ બેંક અનુસાર બેંકોને પોતાના બોર્ડથી મંજૂર એવી નીતિ લાગૂ કરવી પડશે, જેમાં બેદરકારીના કારણે લોકરમાં રાખેલ સામાનની ચોરી પર જવાબદારી નક્કી કરી શકાય. સર્વોચ્ચ બેંકએ કહ્યું કે, કુદરતી આફત અથવા ‘એક્ટ ઓફ ગોડ’ (ભૂકંપ,પૂર, આકાશીય વીજળી અથવા વાવાઝોડુ) બાબતોમાં બેંક કોઈ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં. જોકે, બેંકોએ આ પ્રકારની આફતોથી બચવા પરિસરમાં એ પ્રકારની યોગ્ય વ્યવસ્થા કરવી પડશે.

બેંક લોકરમાં ખતરનાક તથા ગેરકાનૂની સામાન રાખી શકાશે નહી

આરબીઆઈએ જણાવ્યું કે, જે પરિસરમાં સુરક્ષિત જમા લોકર છે તેમની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી બેંકની રહેશે. નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે, આગ, ચોરી, લૂંટ જેવી સ્થિતિમાં બેંક પોતાની જવબાદારીથી હટી નહીં શકે. આવી બાબતોમાં બેંકની જવાબદારી લોકરના વાર્ષિક ભાડાના સો ગણા સુધી હશે. બેંકોને લોકર કરારમાં આ જોગવાઈ પણ સામેલ છે. કે લોકર ભાડે લેનાર વ્યક્તિ તેમાં ગેરકાનૂની અથવા ખતરનાક સામાન નહીં રાખી શકે.

Frame new rules for locker m

Image Courtsey: Representational Image

ભાડું ના આપવા પર બેંક ખોલી શકશે લોકર

આ સાથે જ ગ્રાહક જો સતત ત્રણ વર્ષ સુધી લોકરનું નક્કી કરેલ ભાડાની ચૂકવણી ના કરે તો બેંક એક્શન લેવા માટે સ્વતંત્ર છે તથા નિશ્નિત પ્રક્રિયાનું પાલન કરતા તે લોકરને ખોલી શકશે.

લોકરના શિફ્ટિંગ માટે પણ ગ્રાહકને આપવી પડશે સૂચના

બેંક જો લોકર શિફ્ટ કરવા ઈચ્છે છે તો તેના માટે પહેલા ગ્રાહકને સૂચના આપવી પડશે. આ સાથે જ સ્ટ્રોન્ગ રૂમ, વોલ્ટની સુરક્ષા માટે પણ બેંક યોગ્ય પગલા લેવા પડશે. બેંકની એન્ટ્રી અને એગ્ઝિટનું ઓછામાં ઓછા 180 દિવસના સીસીટીવી ફુટેઝ ફરજીયાત રાખવા પડશે.

આ પણ વાંચો: Alexa પર અમિતાભ બચ્ચન સંભળાવશે તેમના ગીતો…

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment